Not Set/ તલોદ નગરપાલિકાનાં કોર્પોરેટર સામે નોંધાય દુષ્કર્મની ફરિયાદ

તલોદ નગરપાલિકાના કોર્પોરેટર સામે દુષ્કર્મ ની ફરિયાદ નોંધાવવામાં આવી છે. પાલિકાના કોર્પોરેટરે મહિલાને લગ્નની લાલચ આપી સતત સાત વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હોવાનું ફરિયાદમાં નોંધાવવામાં આવ્યું છે, જ્યારે મહિલાનાં જણાવ્યા પ્રમાણે કોર્પોરેટર થકી મહિલાને એક બાળક પણ છે. સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાની મહિલાએ તલોદ નગરપાલિકાના કોર્પોરેટર રાજુ શાહ સામે દુષ્કર્મની તલોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી […]

Gujarat Others
a 157 તલોદ નગરપાલિકાનાં કોર્પોરેટર સામે નોંધાય દુષ્કર્મની ફરિયાદ

તલોદ નગરપાલિકાના કોર્પોરેટર સામે દુષ્કર્મ ની ફરિયાદ નોંધાવવામાં આવી છે. પાલિકાના કોર્પોરેટરે મહિલાને લગ્નની લાલચ આપી સતત સાત વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હોવાનું ફરિયાદમાં નોંધાવવામાં આવ્યું છે, જ્યારે મહિલાનાં જણાવ્યા પ્રમાણે કોર્પોરેટર થકી મહિલાને એક બાળક પણ છે.

સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાની મહિલાએ તલોદ નગરપાલિકાના કોર્પોરેટર રાજુ શાહ સામે દુષ્કર્મની તલોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તલોદ પાલિકાના કોંગ્રેસ પક્ષના કોર્પોરેટર રાજુ શાહએ મહિલા સાથે સત વર્ષથી દુષ્કર્મ આચરતો હોવાનું મહિલાએ ફરિયાદમાં નોંધાવી છે.

surat: જાણો કેમ બેલ્જિયમમાં ફરી લોકડાઉન જાહેર કરાતા સુરત ચિંતામાં મ…

મહિલાને કપટ પૂર્વક મંદિરમાં મંગલસૂત્ર પહેરાવી લગ્નની લાલચ આપી સતત સાત વર્ષ સુધી દુષ્કર્મ આચર્યુ હતું, તે દરમિયાન મહિલાએ એક બાળકને જન્મ આપ્યો હતો. તો બીજી વખત મહિલા પ્રેગ્નેન્ટ થતા આરોપી રાજુ શાહ એ મહિલાનો બળજબરી પૂર્વક ગર્ભપાત પણ કરાવ્યો હોવાનું મહિલાએ ફરિયાદમાં નોંધાવ્યું છે.

તલોદ તાલુકાની મહિલા દ્વારા તલોદ નગરપાલિકાનાં કોર્પોરેટર રાજુ શાહ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવવામાં આવતા તલોદ પોલીસ અને હિંમતનગર મહિલા પોલિસ સ્ટેશનનાં અધિકારીઓ વધુ તપાસ હાથ ધરી છે.આ સમગ્ર કિસ્સો સામે આવતા સ્થાનિક રાજકારણ માં પણ ગરમાવો આવ્યો છે

જુઓ આ વીડિયો અહેવાલ પણ…. Sabarkantha : તલોદ ન.પા કોર્પોરેટર સામે ફરિયાદ

@ રીપોર્ટર – સુરેશ થોરી, મંતવ્ય ન્યૂઝ – સાબરકાંઠા