Covid-19/ રાજ્યમાં ફરી એકવાર માથું ઉચકતો કોરોના, નોધાયા 475 નવા કેસ

રાજ્યમાં ફરીએકવાર માથું ઉચકતો કોરોના, નોધાયા 475 નવા કેસ

Gujarat Others Trending
gujarat corona 5 રાજ્યમાં ફરી એકવાર માથું ઉચકતો કોરોના, નોધાયા 475 નવા કેસ

ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંપન્ન થી ચુકી છે. ત્યારે રાજ્યમાં ફરીએક વાર કોરોના વાઈરસ માથું ઉચકતો જોવા મળી રહ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 475  નવા કેસ નોધાયા છે. જયારે એક વ્યક્તિનું કોરોનાથી મોત થયું છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4412 લોકોના કોરોનાથી મોત થયા છે.

જયારે 24 કલાકમાં 358 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં હાલમાં કુલ 2638 એક્ટિવ કેસ છે. રાજ્યમાં કુલ કેસનો આંકડો 2,71,245 પહોંચ્યો છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.40 ટકા પર પહોંચ્યો છે.

Vaccine / ખુશ ખબર : દેશમાં વધુ એક રસી ક્લિનિકલ ટ્રાયલમાં પાસ, ભારત બાયોટેક એ જાહેર કર્યા પરિણામ

આજે નોધાયેલા કેસની વિગત

આજે અમદાવાદ કોર્પોરેશનમાં 115, સુરત કોર્પોરેશન 87, વડોદરા કોર્પોરેશનમાં 82, રાજકોટ કોર્પોરેશન 57, વડોદરા 12, ભાવનગર કોર્પોરેશન 10, સુરતમાં 9, જામનગર કોર્પોરેશન-8, રાજકોટ-8, આણંદ-7, કચ્છ-7, મહેસાણા-7, ખેડામાં -6, પંચમહાલ-6, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન અને જુનાગઢ કોર્પોરેશનમાં 5-5 કેસ નોંધાયા છે.

Political / ગુજરાતમાં થઇ ‘આપ’ની એન્ટ્રી, ચાલશે ‘આપ’નું દિલ્હી મોડલ?