Bhavnagar city/ સરકારી શાળામાં કોમ્યુટર શિક્ષક ની રાહ જોતા કોમ્પ્યુટર

સરકાર દ્વારા સ્પેશિયલ કોમ્પ્યુટર શિક્ષક મૂકવાની કોઈ જોગવાઈ નથી

Top Stories Gujarat
Beginners guide to 2024 06 28T193942.308 સરકારી શાળામાં કોમ્યુટર શિક્ષક ની રાહ જોતા કોમ્પ્યુટર

Bhavnagar News : ગુજરાત સરકાર શિક્ષણના વિકાસની વાતો કરે છે પરંતુ ભાવનગર મહાનગરપાલિકા હસ્તકની 68 જેટલી શાળાઓમાં કોમ્પ્યુટર લેબ તો આવેલી છે પરંતુ તેમાં કોઈ કોમ્પ્યુટર શિક્ષક નથી જો કે આ કોમ્પ્યુટર લેબ હોય તો કોમ્પ્યુટર શિક્ષણ કોણ આપે છે અને સરકારના નિયમ શું છે ચાલો જાણીએ

ભાવનગર શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અંતર્ગત 68 જેટલી શાળાઓ આવેલી છે આ શાળાઓમાં સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત તાજેતરમાં જ એક વર્ષ પહેલા નવા કોમ્પ્યુટર સાથેની લેબ બનાવી આપવામાં આવી છે પરંતુ નવાઈની વાત એ છે કે આ લેબમાં કોમ્પ્યુટર શિક્ષણ ત્યાંના સ્થાનિક શિક્ષકો દ્વારા જ આપવામાં આવે છે એટલે કે કોઈ સ્પેશિયલ શિક્ષક કોમ્પ્યુટરનો ફાળવવામાં આવ્યો નથી

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં 28,000 જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે ત્યારે કોમ્પ્યુટર લેબ ધોરણ પાંચ થી લઈને આઠ સુધીના બાળકો માટે સરકાર દ્વારા રિક્ષાવવામાં આવેલી છે આપવા માટે હાલમાં સ્થાનિક શિક્ષકો જે સીસીસી પાસ કર્યા હોય તેના દ્વારા કોમ્પ્યુટર શિક્ષણ આપવામાં આવી રહ્યું છે તેમ શાસના અધિકારીએ જણાવ્યું હતું સરકાર દ્વારા સ્પેશિયલ કોમ્પ્યુટર શિક્ષક મૂકવાની કોઈ જોગવાઈ નથી

શિક્ષણનું સ્થળ ત્યારે સુધરી શકે જ્યારે તેનો શિક્ષક શ્રેષ્ઠ હોય પરંતુ શિક્ષક જ ના હોય તો તે વિષયમાં કોઈપણ વિદ્યાર્થી જ્ઞાન મેળવી શકતો નથી કોમ્પ્યુટર શિક્ષણ માટે કોમ્પ્યુટર લેબ તો છે પરંતુ કોમ્પ્યુટરના શિક્ષક નહીં હોવાને પગલે સંપૂર્ણ જ્ઞાન વિદ્યાર્થીઓ મેળવી શકતા નથી તે નિશ્ચિત છે ત્યારે સરકાર દ્વારા આ મુદ્દે આ ગામે દિવસોમાં કોઈ પગલા ભરાશે કે કેમ તે જોવું રહ્યું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ચોમાસાની ધમાકેદાર શરૂઆત, સાબરકાંઠા, ઇડર અને હિંમતનગરમાં ખાબક્યો વરસાદ

આ પણ વાંચો: શહેરમાં ચોમાસાના આરંભે જ પાણીજન્ય રોગચાળો વધ્યો

આ પણ વાંચો: GSRTCની વોલ્વો બસમાંથી ઝડપાયો વિદેશી દારૂ, 2 લોકોની કરાઈ ધરપકડ

આ પણ વાંચો: કસ્ટમ સુપરિન્ટેન્ડેન્ટ પ્રીતિ આર્યાની કરાઈ ધરપકડ, ફોન ડિટેઇલમાંથી ખુલશે નવા રહસ્યો