વૃક્ષામૃત/ રવિવારે રવિપૃષ્યામૃત અને સિદ્ધિ યોગનો સંગમ : જાણો વૃક્ષ લાવવા અને પૂજન કરવા માટેનો ઉત્તમ યોગ અને રીત

આ સંયોગ અનેક કાર્ય સિદ્ધ કરવા માટે ઉત્તમ યોગ બની રહે છે. આ યોગમાં કેટલીક વનસ્પતિને સિદ્ધ કરી સુખ સમૃદ્ધિ અને સફળતા મેળવી શકાય છે.

Mantavya Exclusive Dharma & Bhakti
પૂજન

રામનવમીનો મહિમા અને પૂજન વિશેષ હોય છે. તેમાય વખતે રામનવમી રવિવારે અને અનેક ખાસ યોગ સાથે આવી રહી છે ત્યારે તે દિવસ વધુ વિશેષ બની જાય છે. તારીખ 10/04/2022નાં રોજ રામનવમી છે. રવિવારે આખો દિવસ તથા આખી રાત પુષ્ય નક્ષત્ર હોવાથી તેમજ તંત્રશાસ્ત્ર મૂજબ તે રાત્રી ‘તારારાત્રી’ ગણાતી હોવાથી અદભૂત એવો વિશ્વજીત રવિપૃષ્યામૃત યોગ બંને છે. સાથે સાથે સિદ્ધિ યોગનો સંગમ થઈ રહ્યો છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ભાગ્યે જ આવી ઉત્તમ ઘડી સર્જાતી હોય છે. આ સંયોગ અનેક કાર્ય સિદ્ધ કરવા માટે ઉત્તમ યોગ બની રહે છે. આપણે ત્યાં વનસ્પતિનું પણ ઘણુ મહત્વ છે. વનસ્પતિનું પૂજન કરવામાં આવે છે. ત્યારે આ યોગમાં કેટલીક વનસ્પતિને સિદ્ધ કરી સુખ સમૃદ્ધિ અને સફળતા મેળવી શકાય છે.

જ્યોતિષ અને વનસ્પતિશાસ્ત્રનો મહિમા શાસ્ત્રોમાં જોવા મળે છે અને વનસ્પતિ આપણી આસપાસ રહેલ ઈશ્વર જ છે. ઈશ્વરને ભજવા માટેનો અથવા તો તેને ગ્રહણ કરવા માટે રામનવમીના દિવસે એક ઉત્તમ યોગ બની રહ્યો છે. વનસ્પતિતંત્રમાં દર્શાવ્યા અનુસાર આ વિશ્વજીત રવિપુષ્યામૃત યોગમાં કેટલીક વનસ્પતિઓ અને વિવિધ પ્રયોગ કરીને ઘરે તિજોરીમાં પર્સમાં કે વ્યક્તિએ જાતે ગ્રહણ કરવાથી અનેક પીડાઓ દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિ વધે છે આવી જ વનસ્પતિઓની માહિતી અહીં આપવામાં આવેલી છે.

વાંદો :  એક જ વનસ્પતિમાં બીજી બીજી વનસ્પતિ ઉગવી કે ફૂટવી તેને વાંદો કે બાંદો કહેવામાં આવે છે.  આ વનસ્પતિને આમંત્રણ આપીને લાવવામાં આવે કે તને ઘરે રાખવામાં આવે તો તેનું ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે. આમાં કાળી ચણોઠી, પીપળો, વડ, ઉમરો વગેરે વનસ્પતિઓને વાંદા માટે ઉત્તમ માનવામાં આવે છે. લીમડો, આંબળા, દાડમ અને આંબાને પણ વાંદા તરીકે ઉપયોગમાં લઇ શકાય છે.

ધન : આવક કરતાં જાવક વધુ હોય ત્યારે, લક્ષ્મીજી ઘરમાં રહેતા હોય નહીં તેવી સ્થિતિમાં રવિવારે અભિજીત મુહૂર્ત દરમિયાન સહદેવીના છોડને મૂળ સહિત આમંત્રણ આપી, લાવી યોગ્ય રીતે તિજોરીમાં રાખવામાં આવે તો ઘરમાં લક્ષ્મી અવિરત રહેશે. સાથે-સાથે મા અન્નપૂર્ણા પણ પ્રસન્ન થાય છે અને ધન-ધાન્યથી પણ ઘર ભર્યું રહે છે.

વ્યાપાર બાધા : જ્યારે વ્યાપાર બંધાઈ ગયો હોય ત્યારે અથવા તો વેપાર ચાલતો હોય નહીં ત્યારે સાદ વૃક્ષ દક્ષિણ મૂળ (એક આંગળ જેટલા)ને યોગ્ય વિધિ-વિધાન સાથે આમંત્રણ આપી રવિવારે લાવવામાં આવે પછી શાસ્ત્રોક્ત વિધિથી વેપારની જગ્યાએ કે પોતાની બેઠક નીચે રાખવામાં આવે તો વ્યવસાયમાંથી દરેક નકારત્મકતા દૂર થાય છે અને ખૂબ પ્રગતિ થાય છે. વેપાર કે વ્યવહારમાં વધારે તકલીફ હોય ત્યારે અને ધારેલા કાર્ય થતાં હોય નહીં ત્યારે અથવા તો કાર્યમાં વિઘ્ન આવતું હોય ત્યારે લીમડાની અમૃતા વાંદા  રૂપે હોય તેને લાવી વિધિવિધાનપૂર્વક સિદ્ધ કરી ઘરના દરવાજે લટકાવવામાં આવે તો અનેક બાધાઓ દૂર થાય છે અને શત્રુ શમન થાય છે.

પૈસા : આર્થિક સંકળામણ હોય ત્યારે તે સ્થિતિમાં રવિ પુષ્યામૃતયોગ દરમિયાન અભિજિત મુહૂર્તમાં આમંત્રણ આપણે દાડમનું એક આંગળ લાંબુ મૂળ યોગ્ય વિધિ દ્વારા સિદ્ધ કરી પોતાની પાસે રાખવામાં આવે તો આર્થિક સંક્રમણ દૂર થાય છે અને લક્ષ્મી વૃદ્ધિ થાય છે.

સુરક્ષા : કાળી ચણોઠીના મૂળને આમંત્રણ આપી રવિ પુષ્યામૃતયોગમાં લાવી ઘર, દુકાન, ફેક્ટરી, વાહનમાં  રાખવાથી દુર્ઘટના દૂર થાય છે અને સંપૂર્ણપણે સુરક્ષા પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત સામેની વ્યક્તિ ઉપર આપણા બોલવાનો પ્રભાવ પડે છે.

સગાઈ લગ્ન : લગ્ન કે સગાઈમાં વિધ્ન આવતું હોય અથવા તો વિવાહ સંબંધમાં અવરોધ આવતો હોય તો રવિપુષ્યામૃત અને સિદ્ધિયોગમાં શ્વેતર્કના પુષ્પો દ્વારા શિવલિંગ પર અભિષેક કરવામાં આવે અને સાથે સાથે શિવાલયમાં રામરક્ષા સ્તોત્રના પાઠ કરવામાં આવે તો આ સંબંધ ઝડપથી થાય છે અને દામ્પત્ય જીવનમાં રહેલા કલેશ પણ દૂર થાય છે.

વિશેષ નોંધ : વનસ્પતિ તંત્ર મુજબ કોઈપણ વનસ્પતિને સિદ્ધ કરવી જરૂરી છે. યોગ્ય ફળ પ્રાપ્ત કરવું હોય તો તેના નિયમ જેવા કે વનસ્પતિને આમંત્રણ આપવું, વનસ્પતિને લાવવી અને ઘરેણું પૂજન તેમજ સ્થાન યોગ્ય જાણકાર વિદ્વાનો પાસે શાસ્ત્રોક્ત વિધિથી કરાવવું જોઈએ. વિધિ-વિધાન, યોગ્ય મુર્હત વગર વનસ્પતિ સ્થાપિત કરવામાં આવે તો વનસ્પતિ ફળ આપતી નથી ને આપણી બધી મહેનત પાણીમાં જાય છે. આથી યોગ્ય જાણકારની સલાહ માર્ગદર્શન મુજબ આવા પ્રયોગ કરવા હિતાવહ છે. જો કે તુલસી જેવા પવિત્ર છોડ લાવીને શુકન પણ સાચવી શકાય અને પરંપરા પણ જાળવી શકાય.

આ પણ વાંચો :કિરીટ સોમૈયા પર FIR બાદ સંજય રાઉતે કહ્યું- દેશદ્રોહી પિતા-પુત્રને જેલમાં જવું પડશે

આ પણ વાંચો :INS વિક્રાંત માટે ભંડોળ એકત્ર કરવામાં ગેરરીતિ,ભાજપના નેતા અને પુત્ર સામે કેસ,રાઉતે લગાવ્યા આરોપ

આ પણ વાંચો : CM યોગીની સુરક્ષામાં વધારો, ગોરખનાથ મંદિર હુમલા બાદ લેવાયો નિર્ણય