મતગણતરી/ કોંગ્રેસ-આપનો વિરોધ, અહી કુલ મતદાન 30 હજાર તો 28 હજાર એક જ ઉમેદવારને કેવી રીતે મળ્યા મત?

ગુજરાતમાં 6 મહાનગર પાલિકાની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા રવિવારે સંપન્ન થઈ ગઈ છે. આજે સવારે 8 વાગ્યાથી રાજ્યની તમામ 6 મહાનગર પાલિકા માટે મત ગણતરી શરુ થઇ ગઇ છે.

Gujarat Others
અલ્પેશ 33 કોંગ્રેસ-આપનો વિરોધ, અહી કુલ મતદાન 30 હજાર તો 28 હજાર એક જ ઉમેદવારને કેવી રીતે મળ્યા મત?

ગુજરાતમાં 6 મહાનગર પાલિકાની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા રવિવારે સંપન્ન થઈ ગઈ છે. આજે સવારે 8 વાગ્યાથી રાજ્યની તમામ 6 મહાનગર પાલિકા માટે મત ગણતરી શરુ થઇ ગઇ છે. ત્યારે આ વચ્ચે ઘણી જગ્યાએથી હોબાળો થયો હોવાની ચર્ચા છે. આ વચ્ચે ભાવનગરથી એક વિવાદ સામે આવી રહ્યો છે.

મતગણતરી: અમદાવાદ મનપાની મતગણતરી દરમિયાન હોબાળો, જાણો કયા નેતાની થઇ પોલીસ સાથે બબાલ?

ભાવનગરનાં વોર્ડ નંબર 11 માં ભાજપનાં એક ઉમેદવારને 28 હજાર કરતા પણ વધારે મત મળતા અન્ય પક્ષોએ જેમ કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ વાંધો ઉઠાવ્યો હતો. તેમનો આક્ષેપ છે કે અહી કુલ મતદાન 30 હજાર જેટલુ જ થયુ છે તો પછી તેમને 28 હજાર મત કેવી રીતે મળી શકે છે?

election result: 6 મનપાની મતગણતરી શરુ, ભાજપ મક્કમતાથી વધી રહ્યું છે આગળ

આપને જણાવી દઇએ કે, ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગ દર્શિકા અનુસાર 6 મનપાની ગણતરી હાથ ધરવામાં આવી છે. આપને જણાવી દઇએ કે, મહાનગર પાલિકાની ચૂંટણી ને લઈ 21 તારીખે મતદાન પૂર્ણ થયા બાદ અમદાવાદમાં સૌથી ઓછું અને જામનગરમાં સૌથી વધુ મતદાન થયું હતું.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ