Political/ કોંગ્રેસે આગામી પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણી માટે શરૂ કરી તૈયારીઓ,નિરીક્ષકોની કરી નિમણૂક

આગામી વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે તૈયારીઓ તેજ કરી દીધી છે, પાર્ટીએ સોમવારે  નિરીક્ષકોની નિમણૂક કરી હતી

Top Stories India
3 2 1 કોંગ્રેસે આગામી પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણી માટે શરૂ કરી તૈયારીઓ,નિરીક્ષકોની કરી નિમણૂક

આગામી વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે તૈયારીઓ તેજ કરી દીધી છે. પાર્ટીએ સોમવારે  નિરીક્ષકોની નિમણૂક કરી હતી. કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે આ માહિતી આપી હતી.કેસી વેણુગોપાલે કહ્યું આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને વરિષ્ઠ નેતા મધુસૂદન મિસ્ત્રીને રાજસ્થાન માટે, રણદીપ સિંહ સુરજેવાલાને મધ્ય પ્રદેશ માટે, પ્રીતમ સિંહને છત્તીસગઢ માટે અને દીપા દાસમુનશીને તેલંગાણા માટે વરિષ્ઠ નિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ચૂંટણી નિરીક્ષકોની નિમણૂક કરી છે. નિયુક્ત નિરીક્ષકો સંબંધિત રાજ્યોમાં ચૂંટણી તૈયારીઓ પર નજર રાખશે. આ પાંચ રાજ્યોમાં આ વર્ષના અંતમાં ચૂંટણી યોજાવાની છે.મિઝોરમ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને તેલંગાણામાં 2023ના અંતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આ રાજ્યોની વિધાનસભાનો કાર્યકાળ આ વર્ષે ડિસેમ્બરમાં અને આવતા વર્ષે જાન્યુઆરીમાં પૂરો થશે.40 સભ્યોની મિઝોરમ વિધાનસભાનો કાર્યકાળ ડિસેમ્બરમાં સમાપ્ત થશે.છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને તેલંગાણાનો કાર્યકાળ જાન્યુઆરીમાં સમાપ્ત થવાનો છે. રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસ, મધ્ય પ્રદેશમાં ભાજપ, તેલંગાણામાં ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) અને મિઝોરમમાં મિઝો નેશનલ ફ્રન્ટ (MNF) છે.