Not Set/ કિશોરને નગ્ન કરી મારવાને પગલે કોંગ્રેસના નેતાની થઇ શકે છે ધરપકડ

કોંગ્રેસના નેતા કમલેશ પટેલને શંકા હતી કે આ કિશોર તેમની ભત્રીજીના પ્રેમમાં છે. જેથી કમલેશ પટેલના પુત્ર અને મિત્રોએ કિશોરનું અપહરણ કર્યું હતું. આ કિશોરને સિગરેટના ડામ આપી શારીરિક સતામણી કરવામાં આવી હતી અને નગ્ન કરી માર પણ મારવામાં આવ્યો હતો. જેના પર કાર્યવાહી કરતા ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સિઆઈડી ક્રાઈમ બ્રાન્ચને આ ઘટનાની તપાસ સોપવામાં […]

Top Stories Gujarat
himmatnagar case કિશોરને નગ્ન કરી મારવાને પગલે કોંગ્રેસના નેતાની થઇ શકે છે ધરપકડ

કોંગ્રેસના નેતા કમલેશ પટેલને શંકા હતી કે આ કિશોર તેમની ભત્રીજીના પ્રેમમાં છે. જેથી કમલેશ પટેલના પુત્ર અને મિત્રોએ કિશોરનું અપહરણ કર્યું હતું.

આ કિશોરને સિગરેટના ડામ આપી શારીરિક સતામણી કરવામાં આવી હતી અને નગ્ન કરી માર પણ મારવામાં આવ્યો હતો.

જેના પર કાર્યવાહી કરતા ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સિઆઈડી ક્રાઈમ બ્રાન્ચને આ ઘટનાની તપાસ સોપવામાં આવી હતી. વાતચીતમાં જાણવા મળ્યું હતું કે આ ઘટનામાં કોંગ્રેસી નેતા સંલગ્ન હોવાના કારણે ત્રણ મહિના સુધી ક્રાયમ બ્રાન્ચે કરેલી તપાસમાં પોલીસને પુરાવાઓ મળી ગયા હતા.

આ ઘટનામાં રાજનીતિક શક્તિ હોવાના કારણે ઘટનના 54 દિવસ બાદ હિંમતનગર પોલીસે ગુનો નોંધ્યો હતો. જયારે ગુનાની વાત કરવામાં આવે તો કિશોર હોવાના કારણે પોક્સો કેસ હેઠળ ગુનો નોંધાવો જોઈએ પરંતુ હિંમતનગર પોલીસે તેમ ન કરતા સામાન્ય ગુનો નોધ્યો હતો.

અપહરણ બાદ કિશોરને શારીરિક યાતના આપતી વેળાએ મોબાઈલમાં વિડીઓ પણ લેવામાં આવ્યો હતો, જયારે માહિતી મળ્યા મુજબ હિંમતનગરના કોંગ્રેસી નેતા કમલેશ પટેલ અને તેમના ભાઈ અલ્પેશ પટેલ અપહરણ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા.

હિંમતનગર પોલીસ દ્વારા સામાન્ય ગુનો નોંધાવા બાદ આરોપીઓને તાત્કાલિક જામીન મળી ગઈ હતી. પરંતુ જો પોક્સો એક્ટ અંતર્ગત આ કેસમાં ગુનો નોંધવામાં આવે તો તેમની જામીનની અટકાયત થઇ શકે છે, અને ફરી ધરપકડ થઇ શેકે એમ છે.