Not Set/ કોંગ્રેસ નેતા પી.ચિદમ્બરમે આ ત્રણ બાબતો માટે વડાપ્રધાન મોદીની પ્રશંસા કરી…

કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમે શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વતંત્રતા દિવસ નિમિત્તે લાલ કિલ્લાથી આપેલા સંબોધનને આવકાર્યું હતું, જેમાં વસ્તી નિયંત્રણ મુખ્ય છે. ચિદમ્બરમે ટિ્‌વટ કર્યું હતું કે, વડા પ્રધાને સ્વતંત્રતા દિવસ પર જે ત્રણ વાતો કહી હતી તે આપણે સૌએ આવકારવું જોઈએ. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ચિદમ્બરમે મોદીની આ ત્રણ બાબતોનો ઉલ્લેખ કરતાં કહ્યું […]

Top Stories India

કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમે શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વતંત્રતા દિવસ નિમિત્તે લાલ કિલ્લાથી આપેલા સંબોધનને આવકાર્યું હતું, જેમાં વસ્તી નિયંત્રણ મુખ્ય છે. ચિદમ્બરમે ટિ્‌વટ કર્યું હતું કે, વડા પ્રધાને સ્વતંત્રતા દિવસ પર જે ત્રણ વાતો કહી હતી તે આપણે સૌએ આવકારવું જોઈએ.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા ચિદમ્બરમે મોદીની આ ત્રણ બાબતોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, ‘નાના કુટુંબ રાખવું એ દેશભક્તિ પૂર્ણ કર્તવ્ય છે.  મૂડીવાદીનું અભિવાદન થવું જોઇયે. સિંગલ યુજ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો જોઇયે. તેમણે કહ્યું કે પ્રથમ અને ત્રીજી વસ્તુ (વસ્તી નિયંત્રણ અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો) એ જન આંદોલન તરીકે લેવું જોઈએ. પૂર્વ નાણાં પ્રધાન ચિદમ્બરમે પણ કહ્યું હતું કે, “હું આશા રાખું છું કે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ અને તેમના કરવેરા અધિકારીઓ અને તપાસ અધિકારીઓ વડા પ્રધાનના બીજા મુદ્દા (મૂડીવાદી માટે આદર) સ્પષ્ટ રીતે સાંભળ્યા હશે.”

તેમણે ‘કાફે કોફી ડે’ ના સ્થાપક વી.જી. સિધ્ધાર્થની આત્મહત્યાની ઘટના અને કેટલાક ઉદ્યોગકારો દ્વારા કર અધિકારીઓની પજવણીના સંદર્ભમાં આ ટિપ્પણી કરી હતી. પી. ચિદમ્બરમ સામાન્ય રીતે પીએમ મોદી અને તેમની સરકારના સૌથી મોટા ટીકાકાર તરીકે ઓળખાય છે, પરંતુ હવે વડા પ્રધાન  મોદીના ભાષણની તેમની પ્રશંસા ઘણાને આશ્ચર્યચકિત કરી મૂકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.