મહાત્મા ગાંધીનાં હત્યારા નાથુરામ ગોડસેને ‘દેશભક્ત’ ગણાવનારા નિવેદનને લઇને ભાજપનાં સાંસદ પ્રજ્ઞા ઠાકુરનો સખત વિરોધ થઇ રહ્યો છે. પ્રજ્ઞા ઠાકુર સામે કોંગ્રેસે મોરચો ખોલ્યો છે અને ભાજપ સામે સતત કાર્યવાહી કરવાની માંગ કરી રહી છે. બીજી તરફ ગોડસે વિશેનાં નિવેદન પર, મધ્ય પ્રદેશનાં કોંગ્રેસનાં ધારાસભ્યએ પ્રજ્ઞા ઠાકુરને જીવતી સળગાવી નાખવાની ધમકી આપી હતી.
#WATCH MP: Congress MLA from Rajgarh's Biaora, Govardhan Dangi reacts on BJP MP Pragya S Thakur referring to Nathuram Godse as 'deshbhakt' in Lok Sabha, says "…We condemn this. We will not just burn her effigy, if she ever sets her foot here, we will burn her too." (28.11) pic.twitter.com/7pCVbDaquB
— ANI (@ANI) November 29, 2019
મધ્યપ્રદેશનાં બ્યાવરાથી કોંગ્રેસનાં ધારાસભ્ય ગોવર્ધન દાંગીએ ધમકી આપતા કહ્યુ હતુ કે, “અમે તેમના નિવેદનની ટીકા કરીએ છીએ, અમે તેના વિરુધ્ધમાં પુતળા દહન કરીશું નહીં, પરંતુ જો પ્રજ્ઞા સિંહ ઠાકુર અહીં આવશે તો તેને જીવતા જ સળગાવીશું.” ગોડસે વિશેનાં નિવેદન પર કોંગ્રેસનાં ધારાસભ્ય અને તેમના સમર્થકોએ પ્રજ્ઞા ઠાકુરનું પુતળું દહન કર્યું હતું અને તેની સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
મહાત્મા ગાંધીનાં હત્યારા નાથુરામ ગોડસે ‘દેશભક્ત’ હોવાનું પ્રજ્ઞા ઠાકુરનાં નિવેદન સામે કોંગ્રેસે પણ આજે ગૃહમાં વિરોધ નોંધાવ્યો હતો. ગુરુવારે, વિરોધ માટે સંસદમાં સમગ્ર વિપક્ષોએ રેલી કાઠી હતી. આ સાથે જ કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા અને વકીલ અભિષેક મનુ સિંઘવીએ આ અંગે ભાજપ અને પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું. અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે પ્રજ્ઞા ઠાકુરે પહેલા પણ ગોડસેને દેશભક્ત કહ્યુ છે અને આજે ફરી તેને દેશભક્ત કહ્યુ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
