પ્રતિક્રિયા/ ITના દરોડા બાદ કોંગ્રેસના સાંસદ ધીરજ સાહુએ આપી પહેલી પ્રતિક્રિયા, પૈસા સાથે કોંગ્રેસ પાર્ટીને કોઈ લેવા-દેવા નથી

કોંગ્રેસના સાંસદ ધીરજ સાહુ સાથે સંકળાયેલા મકાનો પર દરોડા પાડ્યા હતા. દરોડા બાદ રોકડ ભરેલી 176 બેગ મળી આવી હતી

Top Stories India
ધીરજ સાહુ

6 ડિસેમ્બરના રોજ આવકવેરા વિભાગે કોંગ્રેસના સાંસદ ધીરજ સાહુ સાથે સંકળાયેલા મકાનો પર દરોડા પાડ્યા હતા. દરોડા બાદ રોકડ ભરેલી 176 બેગ મળી આવી હતી. લગભગ 40 નોટ કાઉન્ટીંગ મશીનોએ પાંચ દિવસ સુધી આ રોકડની ગણતરી કરી. ગણતરી બાદ ખબર પડી કે કોંગ્રેસના સાંસદના ઘરેથી 353 કરોડ રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે. આ દરોડા પછી પહેલીવાર ધીરજ સાહુએ પહેલી પ્રતિક્રિયા આફી હતી. 

ધીરજ સાહુને પૂછવામાં આવ્યું કે ભાજપે રિકવર થયેલા નાણાંને કાળું નાણું ગણાવ્યું છે, સાહુએ કહ્યું, ‘અમારી માલિકીના તમામ બિઝનેસ મારા પરિવારના સભ્યોના નામે છે. તેઓ (ભાજપ) તેને કેવી રીતે કાળું નાણું કહી રહ્યા છે, તે ફક્ત આવકવેરા વિભાગ જ કહી શકે છે. ઈન્કમટેક્સનો જવાબ આવવા દો કે તે કાળું નાણું છે કે સફેદ નાણું છે.કોગ્રેસના રાજ્યસભાના સાંસદ ધીરજ સાહૂએ આવકવેરા વિભાગના દરોડા મામલે કહ્યું કે, જે પૈસા જપ્ત થયા છે, તેમાં કોંગ્રેસ કે અન્ય કોઈ પણ પાર્ટીના રૂપિયા નથી. તેને કારણ વગર બદનામ કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે આવકવેરા વિભાગે સાંસદ ધીરજ સાહુ સાથે જોડાયેલા ડઝનબંધ સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ દરોડા ત્રણ રાજ્યોમાં પાડવામાં આવ્યા હતા. દરોડા બાદ કુલ 353 કરોડ રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે. ભારતના ઈતિહાસમાં પ્રથમ વખત એક ઓપરેશનમાં આટલી રકમ વસૂલવામાં આવી છે. હવે આ દરોડા પછી ધીરજ સાહુનું પહેલું નિવેદન આવ્યું છે. તેણે આ પૈસાને પોતાના પરિવારના પૈસા ગણાવ્યા છે.

ધીરજ સાહૂએ કહ્યું કે, મેં ઝારખંડમાં અનેક વિકાસ કાર્ય કર્યા છે અને હંમેશા ગરીબોની મદદ કરી છે. જે રોકડ મળી આવી છે તે મારી પાક્કી રકમ છે, મારો પરિવાર દાયકાઓથી વધુ સમયથી દારૂનો વેપાર ચલાવી રહ્યો છે. દારૂનો ધંધો રોકડવામાં થાય છે. ધંધો મારો પરિવારના લોકો ચલાવતા હતા. આવકવેરા વિભાગના દરોડામાં જે રોકડ મળી છે, તે કોઈ રાજકીય પક્ષની નથી. તે મારા બિઝનેસ ફર્મ માટે રોકડ રાખવામાં આવી હતી.

આ પણ વાંચો:Yemen/“લાલ સમુદ્ર” માં “કાળો ધુમાડો” ઉઠ્યો, યમને આ દેશના વહાણ પર ભીષણ હુમલો કર્યો

આ પણ વાંચો:SOCIAL MEDIA/દાનપેટીમાં કોઈએ મૂક્યા આટલા લાખના જૂતા,કિંમત જાણી લોકો ચોંકી ગયા.