Not Set/ પાકિસ્તાન/ કાશ્મીર મુદ્દે જે ભારતને ટેકો આપશે તેને મિસાઇલથી ફૂંકી દેવામાં આવશે

પાકિસ્તાનના એક મંત્રીએ વિવાદિત નિવેદન આપ્યું છે. અને જણાવ્યું છે કે કાશ્મીર મુદ્દે જે ભારતને ટેકો આપશે તેને મિસાઇલથી ફૂંકી દેવામાં આવશે, અને તેને ઈસ્લામાબાદનો દુશ્મન માનવામાં આવશે. કાશ્મીર બાબતોના પ્રધાન અને ગિલગીટ બાલ્ટિસ્તાન અલી અમીન અંદાન ગાંડાપુરએ મંગળવારે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, જો કોઈ કાશ્મીર પર ભારત સાથે સંમત થાય તો પાકિસ્તાન યુદ્ધમાં […]

Top Stories World
પાકિસ્તાન/ કાશ્મીર મુદ્દે જે ભારતને ટેકો આપશે તેને મિસાઇલથી ફૂંકી દેવામાં આવશે

પાકિસ્તાનના એક મંત્રીએ વિવાદિત નિવેદન આપ્યું છે. અને જણાવ્યું છે કે કાશ્મીર મુદ્દે જે ભારતને ટેકો આપશે તેને મિસાઇલથી ફૂંકી દેવામાં આવશે, અને તેને ઈસ્લામાબાદનો દુશ્મન માનવામાં આવશે. કાશ્મીર બાબતોના પ્રધાન અને ગિલગીટ બાલ્ટિસ્તાન અલી અમીન અંદાન ગાંડાપુરએ મંગળવારે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, જો કોઈ કાશ્મીર પર ભારત સાથે સંમત થાય તો પાકિસ્તાન યુદ્ધમાં જવા મજબૂર બનશે.

મંત્રીએ કહ્યું હતું કે ભારતને સમર્થન કરવા વાળા ને પાકિસ્તાનનો દુશ્મન જ સમજવામાં આવશે. આપણા દુશ્મન ગણાશે અને ભારત અને તે દેશો જેઓ કાશ્મીર મુદ્દે ભારતને સમર્થન આપશે તેના પર મિસાઇલો ચલાવવામાં આવશે

કાશ્મીર મુદ્દે ગાંડાપુરનું નિવેદન એક એવા સમયે આવ્યું છે જયારે પાકિસ્તાને વૈશ્વિક સ્તરે કાશ્મીર મામલે નીચા જોણું થયું છે. આ અગાઉ સપ્ટેમ્બરમાં વડા પ્રધાન ઇમરાન ખાને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં તેમના ભાષણમાં કાશ્મીર પર 50 મિનિટનું ભાષણ આપ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.