Not Set/ લોકસભા અધ્યક્ષ માટે BJPનાં ઓમ બિરલાને કોંગ્રેસ આપશે સમર્થન

કોંગ્રેસી આગેવાની હેઠળના યુનાઈટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ – UPAનાં ઘટક પક્ષોની બેઠક યોજાઈ હતી. બેઠકમાંલોકસભા અધ્યક્ષની ચૂંટણીમાં NDAના ઉમેદવાર અને રાજસ્થાનનાં ભાજપનાં સાંસદ ઓમ બિરલાને ટેકો આપવાનું નક્કી કર્યું હતું. કૉંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરીએ કહ્યું છે કે કૉંગ્રેસ પાર્ટીએ ઓમ બિરલાને સ્પીકર પદ્દનાં ઉમેદવાર તરીકે ટેકો આપવાની દરખાસ્ત આગળ ધપાવી દીધી છે. જો કે, વડા […]

Top Stories India
om birla લોકસભા અધ્યક્ષ માટે BJPનાં ઓમ બિરલાને કોંગ્રેસ આપશે સમર્થન
કોંગ્રેસી આગેવાની હેઠળના યુનાઈટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ – UPAનાં ઘટક પક્ષોની બેઠક યોજાઈ હતી. બેઠકમાંલોકસભા અધ્યક્ષની ચૂંટણીમાં NDAના ઉમેદવાર અને રાજસ્થાનનાં ભાજપનાં સાંસદ ઓમ બિરલાને ટેકો આપવાનું નક્કી કર્યું હતું. કૉંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરીએ કહ્યું છે કે કૉંગ્રેસ પાર્ટીએ ઓમ બિરલાને સ્પીકર પદ્દનાં ઉમેદવાર તરીકે ટેકો આપવાની દરખાસ્ત આગળ ધપાવી દીધી છે.
લોક સભા વક્તા ઓમ બિરલા

જો કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા “એક રાષ્ટ્ર, એક ચૂંટણી” પર બોલાવવામાં આવેલી મીટિંગના સંદર્ભમાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. સૂત્રોના જણાવ્યા મુજબ, UPA અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં માત્ર NDAનાં સ્પીકર પદ્દના ઉમેદવારનો વિરોધ ન કરવો તેના પર જ સંમતી સધાયો છે. એવું કહેવામાં આવે છે કે “એક રાષ્ટ્ર, એક ચૂંટણી” વિષય પર સૂચિત ઓલ પાર્ટી મીટિંગ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. બુધવારે કૉંગ્રેસ અને સાથીઓની મીટિંગ થઈ શકે છે જેમાં આ વિષય પર નિર્ણય લેવામાં આવશે. બેઠકમાં, કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી અને સાથી પક્ષોનાં નેતાઓ હાજર રહ્યા હતા.

om birla nadda લોકસભા અધ્યક્ષ માટે BJPનાં ઓમ બિરલાને કોંગ્રેસ આપશે સમર્થન

આપને જણાવી દઇએ કે ભાજપના સાંસદ ઓમ બિરલા રાષ્ટ્રીય લોકશાહી એલાયન્સ (એનડીએ) ના ઉમેદવાર હશે. જે લોકસભા અધ્યક્ષના હોદ્દા માટેનાં ઉમેદવાર છે. એનડીએનાં વિવિધ 13 ઘટકો દ્રારા લોકસભાના સભ્યોએ આ પોસ્ટ માટે ઓમ બિરલાના નામનો દાવો કરતી દરખાસ્તને ટેકો આપ્યો છે. ઓમ બિરલા રાજસ્થાનના કોટા-બુંન્ડી સંસદીય મતવિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તો બિરલા ભાજપની ટિકિટ પરથી બીજે વખત લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા છે. બિરલા ત્રણ વખતના રાજસ્થાનનાં વિધાનસભ્ય પણ રહી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે લોકસભાના અધ્યક્ષપદ માટે કાલે ચૂંટણી યોજવામાં આવશે. ત્યારે આ વખતે વિરોધ પક્ષે  લોકસભાના સ્પીકરના પદ માટે કોઈ ઉમેદવારની જાહેરાત કરી નથી. અને NDAનાં ઉમેદવાર ઓમ બિરલાનો વિરોધ ન કરતા વર્ણીમાં ટેકો આપવાનું UPAની બેઠકમાં નકકી કરવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.