Gir Somnath News : વેરાવળમાં કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં ગીર સોમનાથ જીલ્લાના પુર્વ જીલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા સામે આરોપ મુકવામાં આવ્યોછે.જેમાં ડિસ્ટ્રીક મિનરલ ફંડ માંથી વપરાયેલા કરોડો રૂપિયાના કામોમાં ભ્રષ્ટાચાર કર્યાનો આરોપ મુકવામાં આવ્યો છે.

સરકારી શાળા અને આગણવાડીમાં આપવામા આવેલી લેબો અને અન્ય ઈસ્ટુમેન્ટોમાં કરોડોનો ભ્રષ્ટાચાર કરાયાના આરોપ સાથે કાર્યવાહીની માંગણી કરવામાં આવી છે. જેમાં કોગ્રેસના અગ્રણીઓ, નગરસેવકો ,કાર્યકર્તાઓ જોડાયા હતા.
ગીર સોમનાથમાં કોંગ્રેસ દ્વારા 4.5 કરોડના કૌભાંડનો આક્ષેપ કરવામાં આવ્યો છે, ભ્રષ્ટાચાર મામલે તપાસની માગ ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડમાં પણ કરવામાં આવી છે અને આ મુદ્દે કોંગ્રેસ સમિતિએ ડે. કલેક્ટરને આવેદન આપ્યું છે, રૂ. 20ની સાવરણીના 270 ઉઘરાવ્યાનો પૂર્વ કલેકટર જાડેજાના કાર્યકાળમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કૌભાંડની તપાસ કરી જવાબદાર સામે પગલાંની માગ કરાઈ છે.
આ પણ વાંચો: Ahmedabad News/વ્યાયામ શિક્ષકોના સમર્થનમાં ગુજરાત યુનિ. બહાર NSUI કાર્યકરોનું વિરોધ પ્રદર્શન, કાર્યકરોની ટીંગાટોળી કરાઈ અટકાયત, રાજ્યભરમાં આંદોલન ચાલુ રાખવાની ચીમકી
આ પણ વાંચો: અમદાવાદમાં ફી વધારા સામે NSUIના કાર્યકર્તાઓનો ભારે વિરોધ
આ પણ વાંચો: નીટ પરીક્ષામાં થયેલી ગેરરીતિ મામલે NSUIના કાર્યકરોનો વિરોધ
