સસ્પેન્ડ/ ઉત્તરાખંડમાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ અકીલ એહમદને 6 વર્ષ માટે કર્યા સસ્પેન્ડ,જાણો ક્યાં કારણસર…

કોંગ્રેસના ઉપાધ્યક્ષ અકીલ અહેમદને ‘મીડિયામાં સતત બિનજરૂરી નિવેદનો આપવા’ બદલ પાર્ટીમાંથી 6 વર્ષ માટે હાંકી કાઢવામાં આવ્યા છે.

Top Stories India
6 37 ઉત્તરાખંડમાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ અકીલ એહમદને 6 વર્ષ માટે કર્યા સસ્પેન્ડ,જાણો ક્યાં કારણસર...

ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની શરમજનક હાર બાદ ફરી એકવાર નેતાઓ વચ્ચે પરસ્પર વિભાજન ખુલ્લેઆમ દેખાવા લાગ્યું છે. હવે ઉત્તરાખંડ કોંગ્રેસના ઉપાધ્યક્ષ અકીલ અહેમદને ‘મીડિયામાં સતત બિનજરૂરી નિવેદનો આપવા’ બદલ પાર્ટીમાંથી 6 વર્ષ માટે હાંકી કાઢવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણીના થોડા દિવસો પહેલા અકીલ અહમદે રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનશે તો મુસ્લિમ યુનિવર્સિટી બનાવવાની જાહેરાત કરી હતી. ભાજપે ચૂંટણી દરમિયાન તેને મોટો મુદ્દો બનાવ્યો હતો.

આ પહેલા ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતે ભારતીય જનતા પાર્ટી (BJP)ના સમર્થકો અને કોંગ્રેસના એક નેતા પર તેમની છબી ખરાબ કરવાનો આરોપ લગાવ્યો હતો. રાવતે કહ્યું છે કે જો તે સાબિત થશે કે તેમણે ક્યારેય રાજ્યમાં મુસ્લિમ યુનિવર્સિટીની સ્થાપના અંગે નિવેદન આપ્યું છે તો તેઓ રાજકારણ છોડી દેશે.

ભાજપે ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસના પ્રચાર પ્રમુખ હરીશ રાવતના આ કથિત નિવેદનને ચૂંટણી પહેલા મુખ્ય મુદ્દો બનાવ્યો હતો. રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 70માંથી 47 બેઠકો જીતીને સતત બીજી વખત સરકાર બનાવી છે.