વિખવાદ/ પંજાબ બાદ હરિયાણામાં કોંગ્રેસના આંતરિક મતભેદ,હુડ્ડાને પ્રદેશ અધ્યક્ષ બનાવવાની માંગ

હરિયાણામાં કોંગ્રેસના 31 ધારાસભ્યો છે. તેમાંથી 20 ધારાસભ્યોને હૂડા સમર્થક માનવામાં આવે છે

India
hooda પંજાબ બાદ હરિયાણામાં કોંગ્રેસના આંતરિક મતભેદ,હુડ્ડાને પ્રદેશ અધ્યક્ષ બનાવવાની માંગ

પંજાબનો વિવાદ હજી સમયો નથી કે હરિયાણાએ કોંગ્રેસના નેતૃત્વની મુશ્કેલીઓમાં વધારો થયો  છે. હરિયાણામાં પૂર્વ મુખ્યમંત્રી ભૂપેદ્ર સિંહ હૂડ્ડા અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કુમારી સેલ્જા વચ્ચેનો ઝગડો વધી રહ્યો છે. હૂડાને સમર્થન આપતાં ધારાસભ્યોએ સંગઠન મહામંત્રી કેસી વેણુગોપાલને મળ્યા છે અને કુમારી સેલ્જાને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પદથી હટાવવાની માંગ કરી છે.

સંગઠનના મહામંત્રી કેસી વેણુગોપાલને મળતા પહેલા હૂડા ધારાસભ્યો અને નેતાઓના સમર્થકો તેમના દિલ્હી નિવાસ સ્થળે એકઠા થયા હતા. વેણુગોપાલ સાથેની તેમની મુલાકાત દરમિયાન આ ધારાસભ્યોએ કુમારી સેલ્જાને હટાવવા અને હૂડાને પ્રદેશ પ્રમુખ બનાવવાની માંગ કરી હતી. રાજ્યના સંગઠન પરિવર્તન અંગે પણ ધારાસભ્યોનો અભિપ્રાય લેવો જોઇએ તેમ જણાવ્યું હતું. ગયા અઠવાડિયે, 19 ધારાસભ્યોએ રાજ્યના પ્રભારી વિવેક બંસલને મળ્યા હતા અને હૂડાને અધ્યક્ષ બનાવવાની માંગ કરી હતી.

કોંગ્રેસના ધારાસભ્યએ કહ્યું કે અમે નેતૃત્વમાં પરિવર્તન અંગે અમે મુદ્દો આપ્યો છે. હવે નેતૃત્વને નક્કી કરવાનું છે. આ સાથે જ ધારાસભ્ય કુલદીપ વત્સે કહ્યું કે સંગઠનને મજબૂત બનાવવાની જરૂર છે. પ્રદેશ પ્રમુખ અંગેનો નિર્ણય નેતૃત્વનો રહેશે. હરિયાણામાં કોંગ્રેસના 31 ધારાસભ્યો છે. તેમાંથી 20 ધારાસભ્યોને હૂડા સમર્થક માનવામાં આવે છે. આ ધારાસભ્યો સતત દબાણ બનાવી રહ્યા છે