ગુજરાત/ રાજયમાં દિવાળી વેકેશન બાદ પ્રાથમિક શાળાઓ શરૂ કરવાની વિચારણા

જો દિવાળી વેકેશન બાદ રાજ્યમાં કોરોના સંક્રમણમાં વધારો નહીં થાય તો વિદ્યાર્થીઓને ફરી એક વાર સ્કૂલે જવા મળી શકે છે. જેનાથી વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણમાંથી મુક્તિ મળી શકે છે

Gujarat
Untitled 131 રાજયમાં દિવાળી વેકેશન બાદ પ્રાથમિક શાળાઓ શરૂ કરવાની વિચારણા

હાલ  રાજ્યમાં  અનેક સ્કૂલોમાં હાલ દિવાળી વેકેશન ચાલી રહ્યું છે.   વિદ્યાર્થીઓ ઘરે  વેકેશનના સમયમાં  મજા  લઇ રહ્યા છે . ત્યારે હવે કોરોના કેસ ઘટતા  પ્રાથમિક શાળાઓને લઈને એક  મહત્વના સમાચાર આવી રહ્યા છે . જે અંતર્ગત પ્રાથમિક શિક્ષણ વિભાગ શાળાઓ શરૂ કરવા માટે વિચારણા કરી રહ્યુ્ં છે. જેથી વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણમાંથી છૂટકારો મળી શકે છે.

આ પણ વાંચો ;સુરત / સુરત કોર્પોરેશન દ્વારા રેલ્વે સ્ટેશન સહિત અનેક સ્થળોએ કોરોના ટેસ્ટિંગ શરૂ કરાયું

ઘરે બેઠા ઓનલાઈન શિક્ષણ મેળવી રહેલા વિદ્યાર્થીઓને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. હવે, બાળકોને ઓનલાઈન શિક્ષણમાંથી મુક્તિ મળી શકે છે. આરોગ્ય વિભાગે શિક્ષણ વિભાગને પોતાનો અભિપ્રાય આપ્યો છે. આરોગ્ય વિભાગના અભિપ્રાય બાદ શિક્ષણ વિભાગ શાળાઓ શરૂ કરવા માટે વિચારણા કરી રહ્યું છે. જેથી દિવાળી વેકેશન બાદ પ્રાથમિક શાળાઓ શરૂ થઈ શકે છે.

આ પણ વાંચો ;ગુજરાત /  LRD ભરતીના ફોર્મ ભરવા માટે નો આજે છેલ્લો દિવસ,1થી 10 ડિસેમ્બર સુધીમાં ફિઝિકલ ટેસ્ટ શરુ થઈ શકે છે

જો દિવાળી વેકેશન બાદ રાજ્યમાં કોરોના સંક્રમણમાં વધારો નહીં થાય તો વિદ્યાર્થીઓને ફરી એક વાર સ્કૂલે જવા મળી શકે છે. જેનાથી વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણમાંથી મુક્તિ મળી શકે છે. બીજી તરફ, વાલીઓ પણ કોરોનાના કારણે બાળકોને સ્કૂલે મોકલવા તૈયાર નથી. પણ હવે, દિવાળી વેકેશન બાદ જ ખબર પડશે કે શિક્ષણ વિભાગ આ મામલે શું નિર્ણય લે છે.