Election/ અહીં ખોટકાયું EVM, મતદાન 25 મિનિટ મોડુ શરૂ થયુ

અહીં ખોટકાયું EVM, મતદાન 25 મિનિટ મોડુ શરૂ થયુ

Gujarat Vadodara Trending
punjab 33 અહીં ખોટકાયું EVM, મતદાન 25 મિનિટ મોડુ શરૂ થયુ

ગુજરાતની 6 મહાનગર પાલિકાની ચૂંટણી માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં સવારે 7.00 વાગ્યા થી મતદાન શરુ હતી ચુક્યું છે. મતદાતાઓ વહેલી સવારે જ પોતાના મતાધિકારોનો ઉપયોગ કરવા માટે મતદાન કેન્દ્ર પર પહોંચી ગયા હતાં. સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. 23 તારીખે મતગણતરી યોજાશે. આ મતદાનમાં કેટલીક જગ્યાએ EVM ખોટકાવાની ઘટના પણ સામે આવી છે. જેમાં વડોદરા ખાતે EVM ખોટકાયું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરાના છાણીમાં EVM  ખોટકાયું છે. છાણી વિસ્તારની ગંગાબાઈ સ્કૂલમાં EVM ખોટકાયું છે. EVM  ખોટકાતા મતદાન 25 મિનિટ મોડુ શરૂ થયુ છે.

Election / 6 મનપાની 575 બેઠક માટે આટલાં ઉમેદવારો મેદાનમાં, કોણ મારશે બાજી…?

Election / આજે મતદાન પ્રક્રિયા વખતે મુખ્યમંત્રીની રૂપાણીના સુરક્ષા સ્ટાફને પણ અપાશે પીપીઈ કીટનું કવચ

નોધનીય છે કે, રાજ્યમાં 6 મનપા માટે કુલ 575 બેઠકો માટે 2276 ઉમેદવારો મેદાનમાં છે.  ભાજપના 577 ઉમેદવાર, કોંગ્રેસના 566 ઉમેદવાર, NCPના 91,  AAPના 470 ઉમેદવાર અને અન્ય પક્ષના 353 ઉમેદવાર વચ્ચે રસાકસી છે. અપક્ષનાં 228 ઉમેદવાર મેદાનમાં છે.

11,121 મતદાન મથકો પર આજે મતદાન યોજાશે. જેમાં 2,225 સંવેદનશીલ બૂથ, 1188 બૂથ અતિ સંવેદનશીલ છે. આ ચૂંટણીમાં રાજ્યમાંથી કુલ 60,60435 પુરુષ મતદારો અને કુલ 54,06,538 સ્ત્રી મતદારો મતદાન કરશે. 63,209નો પોલીંગ સ્ટાફ કામગીરીમાં જોડાયો છે. 32,262 પોલીસકર્મી સુરક્ષા બંદોબસ્તમાં તહેનાત કરવામાં આવ્યા છે.