Murder/ ભાવનગરમાં હત્યાનો સિલસિલો યથાવત, હવે એક રત્નકલાકારની કરાઈ હત્યા

ભાવનગર શહેરમાં ફરી ગુનાહિત કૃત્યોનું પ્રમાણ વધી રહ્યું છે અને જેમાં હત્યા જેવા બનાવોની સંખ્યામાં પણ વધારો થયો છે.ત્યારે ફરી એક હત્યાની ઘટના ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં બનવા પામી છે.

Gujarat Others
a 322 ભાવનગરમાં હત્યાનો સિલસિલો યથાવત, હવે એક રત્નકલાકારની કરાઈ હત્યા

@અલ્પેશ ડાભી, મંતવ્ય ન્યૂઝ – ભાવનગર 

ભાવનગર શહેરમાં વધુ એક હત્યાનો બનાવ બનવા પામ્યો છે.શહેરના કુંભારવાડા વિસ્તારના અક્ષરપાર્ક સોસાયટીમાં રહેતા એક રત્નકલાકારની તેની સોસાયટીની બહાર કેબિન ધરાવતા એક યુવાને તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી.આ બનાવના પગલે પોલીસ કાફલો ત્યાં દોડી ગયો હતો અને લાશને પીએમ માટે ખસેડી હત્યા કરનાર યુવાનની શોધખોળ હાથ ધરી છે.

ભાવનગર શહેરમાં ફરી ગુનાહિત કૃત્યોનું પ્રમાણ વધી રહ્યું છે અને જેમાં હત્યા જેવા બનાવોની સંખ્યામાં પણ વધારો થયો છે.ત્યારે ફરી એક હત્યાની ઘટના ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં બનવા પામી છે.જેમાં આ વિસ્તારની અક્ષરપાર્ક સોસાયટીમાં રહેતા રણછોડ ધરાજીયા નામના રત્નકલાકારને તેની સોસાયટીની બહાર કેબિન ધરાવતા યુવાન સાથે બે દિવસથી નાની મોટી માથાકૂટ ચાલતી હતી.જે માથાકૂટ આજે હત્યામાં પરિણમી હતી.

જેમાં કેબિન ધારક યુવાને મોડી સાંજે રણછોડ ની સોસાયટીમજ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી છાતી ના ભાગે જીવલેણ ઘા ઝીંકી ઘાતકી હત્યા કરી નાસી છૂટ્યો હતો.આ બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો ત્યાં દોડી ગયો હતો તેમજ લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા.તાકીદે પોલીસે લાશને પીએમ માટે મોકલી આપી આ બનાવમાં હત્યા કરી નાસી છૂટનાર કેબિન ધારક યુવાનની શોધખોળ હાથ ધરી છે.

આ પણ વાંચો :અમે એક-બીજા વિના નથી જીવી શકતા કહી પ્રેમી પંખીડાએ કર્યો આપઘાત

આ પણ વાંચો : જામીન પુરા થતા દુષ્કર્મના આરોપી નારાયણ સાંઇ ફરી લાજપોર જેલમાં કેદ

આ પણ વાંચો : નાની બહેનને જાનથી મારી નાખવાની ધમકી આપી નરાધમે આચર્યું દુષ્કર્મ, નોંધાઈ FIR

આ પણ વાંચો : રિવરફ્રન્ટ પર પ્રેમીએ જાહેરમાં જ પ્રેમિકાને ઝીંક્યાં 15 લાફા, આ છે મુખ્ય કારણ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…