રાજકોટ/ મહિલા કોન્સ્ટેબલની પજવણી કરનાર કોન્સ્ટેબલ સસ્પેન્ડ, હત્યાના પ્રયાસનો ગુનો દાખલ

મામલતદાર સમક્ષ મહિલા કોન્સ્ટેબલ ભાનમાં આવતા તેનું ડીડી નોંધવામાં આવ્યું છે. મહિલા કોન્સ્ટેબલે નોંધાવતા જણાવ્યું છે કે, રેશાદ સિંજાત ઘણા સમયથી મને હેરાન પરેશાન કરતો હતો. તેમજ જાતીય સતામણી પણ કરતો હતો.

Top Stories Gujarat Rajkot
WhatsApp Image 2022 02 19 at 10.38.16 AM મહિલા કોન્સ્ટેબલની પજવણી કરનાર કોન્સ્ટેબલ સસ્પેન્ડ, હત્યાના પ્રયાસનો ગુનો દાખલ

રાજકોટ શહેર પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ રેશાદ સિંજાત સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો છે. રેશાદ સિંજાતના ક્વાર્ટરમાંથી મંગળવારના રોજ મહિલા પોલીસ બેભાન હાલતમાં મળી આવી હતી. સમગ્ર મામલે રેશાદ સિંજાત વિરૂદ્ધ ગુનો નોંધાતા તેને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા મામલતદાર સમક્ષ મહિલા કોન્સ્ટેબલ ભાનમાં આવતા તેનું ડીડી નોંધવામાં આવ્યું છે. મહિલા કોન્સ્ટેબલે નોંધાવતા જણાવ્યું છે કે, રેશાદ સિંજાત ઘણા સમયથી મને હેરાન પરેશાન કરતો હતો. તેમજ જાતીય સતામણી પણ કરતો હતો. મંગળવારના રોજ તેણે પોતાના ક્વાર્ટરમાં મારું ગળું દબાવી મારી હત્યા કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. જે પ્રયાસ અંતર્ગત હું બેભાન થઈ જતા મને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસ દ્વારા રેશાદ સિંજાત વિરૂદ્ધ IPC ની કલમ 307 હેઠળ ગુનો નોંધી તેની ધરપકડની કાર્યવાહી કરવામાં આવી હતી

  • કોન્સ્ટેબલ રેશાદ સિંજાતને કરવામાં આવ્યો સસ્પેન્ડ
  • મહિલા કોન્સ્ટેબલનું ડીડી નોંધવામાં આવ્યું
  • હત્યાના પ્રયાસનો ગુનો દાખલ
  • 307 હેઠળ નોંધાયો ગુનો
  • મહિલા ક્વાર્ટરમાંથી બેભાન હાલતમાં મળી આવી હતી

રાજકોટ શહેર પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ રેશાદ સિંજાત સામે હત્યાની પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો છે. રેશાદ સિંજાતના ક્વાર્ટર માંથી મંગળવારના રોજ મહિલા પોલીસ બેભાન હાલતમાં મળી આવી હતી. સમગ્ર મામલે રેશાદ સિંજાત વિરૂદ્ધ ગુનો નોંધાતા તેને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટના રામનાથ પરા પોલીસ લાઈનમાં મંગળવારના રોજ ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા રેશાદ સિંજાત ના ક્વાર્ટરમાંથી મહિલા કોન્સ્ટેબલ બેભાન હાલતમાં મળી આવી હતી. મહિલા કોન્સ્ટેબલ બેભાન હાલતમાં મળી આવતાં તેને દોઢસો ફૂટ રીંગ રોડ પર આવેલ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. બેભાન હાલતમાં રહેલી મહિલા કોન્સ્ટેબલ ભાનમાં આવતા તેની પૂછપરછ પણ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા મામલતદાર સમક્ષ મહિલા કોન્સ્ટેબલ ભાનમાં આવતા તેનું ડીડી નોંધવામાં આવ્યું છે. મહિલા કોન્સ્ટેબલે નોંધાવતા જણાવ્યું છે કે, રેશાદ સિંજાત ઘણા સમયથી મને હેરાન પરેશાન કરતો હતો. તેમજ જાતીય સતામણી પણ કરતો હતો. મંગળવારના રોજ તેણે પોતાના ક્વાર્ટરમાં મારું ગળું દબાવી મારી હત્યા કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. જે પ્રયાસ અંતર્ગત હું બેભાન થઈ જતા મને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસ દ્વારા રેશાદ સિંજાત વિરૂદ્ધ IPC ની કલમ 307 હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ ની કાર્યવાહી કરવામાં આવી હતી. રેશાદ સિંજાત વિરૂદ્ધ ગુનો નોંધાતા તેને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો હોવાનુ સામે આવ્યું છે. રાજકોટ શહેરના મહિલા પોલીસના સૂત્રો મારફતે જાણવા મળી રહ્યું છે કે, રેશાદ સિંજાત ના ત્રાસથી અનેક મહિલા પોલીસ કર્મીઓ તેમજ અધિકારીઓ કંટાળી ગયા છે. અગાઉ પણ રેશાદ સિંજાત દ્વારા ભાવનગર ની બ્રાહ્મણ યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવવામાં આવી હતી. તે સમયે પણ તેના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

રાજકીય / કુંવરજી બાવળિયા ભાજપ, કોંગ્રેસ કે પછી અપક્ષ કોના ચૂંટણી ચિન્હ ઉપર લડશે આગામી ચૂંટણી ?

Gujarat / પ્રાથમિક શાળાઓમા ૧૦,૦૦૦ જેટલા પ્રવાસી શિક્ષકોની તાત્કાલિક નિયુક્તિ કરાશે : જીતુ વાઘાણી

Surat / કોમ્બિંગ દરમિયાન તલવાર, રેમ્બો, છરા, ચપ્પુ જેવા ઘાતક હથિયાર મળી આવ્યા, શા માટે લોકો રાખી રહ્યા છે હથિયાર ?

Temple / છત્તીસગઢના આ મંદિરના દર્શન કરવાથી મળે છે ચાર ધામની યાત્રાનું ફળ, ભગવાનના 3 રૂપમાં દર્શન થાય છે

જ્યોતિષશાસ્ત્ર / 23 માર્ચ સુધી ગુરુ રહેશે અસ્ત, આ 4 રાશિઓએ રાખવી પડશે સાવધાની, અશુભ પરિણામથી બચવા આ ઉપાયો

Life Management / બહેરો વ્યક્તિ પહાડ ચઢવાની પ્રતિયોગીતા જીતી ગયો, તેની જીતનું કારણ જાણીને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા