OXYGEN/ સુરતની સિવિલ હોસ્પિટલમાં પ્રતિદિન 55 ટન ઓક્સિજનનો વપરાશ

ઓક્સિજનનો વપરાશ ખુબ વધ્યો છે સુરતમાં પ્રતિદિન 55 ટનનો વપરાશ

Gujarat
surat bottale સુરતની સિવિલ હોસ્પિટલમાં પ્રતિદિન 55 ટન ઓક્સિજનનો વપરાશ

રાજ્યમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે .દરરોજ કોરોના સંક્રમણના કેસો વધી રહ્યા છે.ગુજરાતના મહાનગરોની હાલત અતિ ભયંકર છે એમાં અમદાવાદ અને સુરતની કફોડી હાલત છે .કોરોના સંક્રમણના કેસો વધતાં ઓક્સિજનનો વપરાશ પણ વધ્યો છે. સુરતમાં હાલ 55 ટન ઓક્સિજનનો વપરાશ થઇ રહ્યો છે. ઓક્સિજનની અછત પણ વર્તાઇ રહી છે.

સુરતમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. સુરતમાં ઓક્સિજનની અછત પણ વર્તાઇ રહી છે તેને પહોચી વળવા માટે પ્રશાસન અથાગ પ્રયત્ન કરે છે. સિવિલ હોસ્પિટલમાં 1200થી વધુ દર્દીઓ દાખલ છે તેમને ઓક્સિજનની જરૂરિયાત રહે છે.સુરતમાં પહેલા 5 ટન ઓક્સિજનની જરૂરિયાત ઉદભવતી હતી પરતું છેલ્લા અઠવાડિયામાં કોરોના દર્દીઓ વધતાં ઓક્સિજનો વપરાશમાં પણ નોંધપાત્ર વધારો નોંધાયો છે. છેલ્લા એક એઠવાડિયામાં 55 ટનથી વધુ ઓક્સિજનનો વપરાશથઇ રહ્યો છે. આ માત્રા પણ વધી શકે છે.

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનની જરૂરિયાતને પહોંચી વળવા માટે આધુનિક ટેન્કો ઇન્સ્ટોલ કરવામાં આવી છે. જેમાં જૂની બિલ્ડીંગ તથા ક્ડની હોસ્પિટલમાં 13000 હજાર લિટરની ટેન્કો અને સ્ટેમ સેલ કોવિડ સેન્ટરમાં 17000 હજારની ટેન્કો તદઉપરાંત વધારાની 600 લિટરની ક્ષમતાવાળી ટેન્કો સ્થાપિત કરવામાં આવી છે.