Not Set/ ડભોઇના ધારાસભ્યએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન,જાણો શુ કહ્યું…

વડોદરા સ્વામિનારાયણ મંદિર કલાલીધામ દ્વારા યાજાયેલા એક કાર્યક્રમમાં દાઢી-ટોપીની દાદાગીરી બંધ થઇ ગઇ તેવું વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું

Top Stories Gujarat
SAILESH ડભોઇના ધારાસભ્યએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન,જાણો શુ કહ્યું...

વડોદરાના ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા(સોટ્ટા)એ વડોદરા સ્વામિનારાયણ મંદિર કલાલીધામ દ્વારા યાજાયેલા એક કાર્યક્રમમાં દાઢી-ટોપીની દાદાગીરી બંધ થઇ ગઇ તેવું વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે ચૂંટણી જીતવા માટે કદી વિધર્મીઓના દરવાજા પર માથું નહીં ટેકવું.ચાર વર્ષ પહેલા મેં કહ્યું હતું કે, ડભોઇને દર્ભાવતી બનાવવા આવ્યું છું. પુરાણી સ્વામી જાણે છે કે, ડભોઇ હવે દર્ભાવતી તરફ આગળ વધી રહ્યું છે. જે કોઇ ત્યાં ગયું હશે તો તેણે જોયું હશે કે ત્યાં કંઇક ફેરફાર થયો છે. અને જે લોકોની દાદાગીરી હતી તે દાદાગીરી બંધ કરાવવાની જવાબદારી હતી.

ડભોઇમાં દાઢી-ટોપીની દાદાગીરી બંધ થઇ છે. હું જ્યારે ડભોઇ ગયો ત્યારે સરકારી આંકડા અનુસાર વર્ષમાં સાત અને વધુમાં વધુ 14 વખત તોફાન થતાં હતાં. પરંતુ છેલ્લા ચાર વર્ષમાં કોમી તોફાનો થયા નથી. ત્યારે ફરી કહું છું જે રીતે વર્ત્યો તે રીતે વર્તવાનો છું. હું જન્મે હિન્દુ, ધર્મે હિન્દુ અને કાયમ માટે હિન્દુ જ રહેવાનો છું.શૈલેષ સોટ્ટા ડભોઇ વિધાનસભા બેઠક પરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી ધારાસભ્ય બન્યા છે. તેઓ ડભોઇમાં યોજાયેલી ગત વિધાનસભા ચૂંટણીમાં પણ આકરા વાકપ્રહાર દ્વારા સંબોધનો કરી ચુક્યા છે.