Controversial statement/ ક્રિકેટર મોઇનઅલી પર તસ્લીમા નસરીનનું વિવાદાસ્પદ નિવેદન

વિવાદોનું બીજુ નામ તસ્લીમા

Sports
moin ક્રિકેટર મોઇનઅલી પર તસ્લીમા નસરીનનું વિવાદાસ્પદ નિવેદન

 

ઇંગ્લેન્ડના ક્રિકેટર મોઇનઅલીના એક વીડિયોને લઇને લેખિકા તસ્લીમા નસરીને વિવાદાસ્પદ ટીપ્પણી કરતા વિવાદનો મધપૂંડો છેડાઇ ગયો છે.

તસ્લીમાએ કહ્યું કે મોઇનઅલી ક્રિકેટર ના હોત તો તે આંતકી સંગઠન ઇસ્લામીક સ્ટેટ સાથે જોડાયેલો હોત. આ ટીપ્પણી તેમણે ટવીટર પર કરી. ત્યારબાદ વિવાદ શરૂ થઇ ગયો, લોકોએ તસ્લીમાને નફરતને વેગ આપનારી કહી દીધું. ઉલ્લેખનીય છે કે તસ્સલીમા વિવાદની પર્યાયી છે.

મોઇનઅલી આઇપીએલ સીઝન 14નો પ્લેયર છે. તેના વિશે કરેલી ટીપ્પણીથી લોકોએ તસ્લીમાને ટ્રોલ કરી. આ વિવાદાસ્પદ નિવેદનને ધ્યાનમાં લઇને ઇંગ્લેન્ડની ટીમ મોઇનઅલીના બચાવમાં ઉતરી હતી.

મોઇનઅલી અંગે ટીપ્પણી કરતાં સોસિયલ મીડિયા પર તસ્લીમા નસરીન ઘેરાઇ ગઇ. જેથી વિવાદ પર ફરી ટવીટ કરીને કહ્યું કે મે મજાક કરી એવી સફાઇ આપી.

અત્રે ઉલ્લેખનીય છે કે આઇપીએલ-14માં મોઇનઅલી ચેન્નાઇ સુપર કિંગ્સ તરફથી આ વખતે રમશે. તેણે પોતાની ટી-શર્ટ પરથી દારૃની જાહેરાત પણ હટાવવાની અપીલ કરી હતી.