Not Set/ જાવેદ અખ્તરએ RSSની તુલના તાલિબાન સાથે કરતા વિવાદ વકર્યો,ભાજપના પ્રવકતા ચેતવણી આપી માફી માંગે નહિતર ફિલ્મ રિલીઝ નહી થવા દેવાય

જાવેદ અખ્તર  પર ફરી એકવાર કટ્ટરવાદી વિચારધારાના નિશાના પર છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની તાલિબાન સાથે તુલના કરતા આ નિવેદનનો વિરોધ થઈ રહ્યો છે

India
જાવેદ અખ્તર

બોલિવૂડના પ્રખ્યાત ગીતકાર, કવિ, પટકથા લેખક જાવેદ અખ્તર  પર ફરી એકવાર કટ્ટરવાદી વિચારધારાના નિશાના પર છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની તાલિબાન સાથે તુલના કરતા તેમના નિવેદનનો સખત વિરોધ થઈ રહ્યો છે. હવે મહારાષ્ટ્રના ભાજપના નેતા રામ કદમે કહ્યું છે કે તેઓ તાલિબાન અને આરએસએસની તુલના કરતા જાવેદ અખ્તરના નિવેદનનો વિરોધ કરશે અને તેમની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવશે.

ભાજપના પ્રવક્તા રામ કદમે કહ્યું કે, જાવેદ અખ્તરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) ની તાલિબાન સાથે સંસ્થાની સરખામણી કરવાના નિવેદન બદલ માફી માંગવી જોઈએ. રામ કદમે ચેતવણી આપી હતી કે જ્યાં સુધી તેઓ રાષ્ટ્રને પોતાનું જીવન સમર્પિત કરે છે તેવા સંઘના પદાધિકારીઓને હાથ જોડીને માફી નહીં માંગે ત્યાં સુધી તેઓ તેમની અથવા તેમના પરિવારની કોઈપણ ફિલ્મ રિલીઝ થવા દેશે નહીં.

 

जावेद अख्तर यांचे दुर्दैवी व्यक्तव्य न केवळ संघ, विश्वहिंदूपरिषद च्या कोट्यावदी कार्यकर्ते आणि जगभरातील या विचारधारेला मानणारे कोट्यावदी लोकांचा अपमान आहे! जोपर्यंत जावेदअख्तर हाथ जोडून माफी माँगत नाही तोपर्यंत त्याची, त्यांच्या परिवाराची कोणतीही फ़िल्म ह्या भूमित चालू देणार नाही pic.twitter.com/XZ0HrmNLMH

— Ram Kadam – राम कदम (@ramkadam) September 4, 2021

 

રામ કદમે કહ્યું છે કે જાવેદ અખ્તરનું નિવેદન માત્ર શરમજનક જ નથી, પરંતુ કરોડો આરએસએસ કાર્યકરો માટે દુ :ખદાયક અને અપમાનજનક પણ છે. લેખકે આરએસએસની વિચારધારાને અનુસરતા વિશ્વભરના કરોડો લોકોને અપમાનિત કર્યા છે. ટિપ્પણી કરતા પહેલા, તેણે વિચારવું જોઈએ કે સમાન વિચારધારા ધરાવતા લોકો હવે સરકાર ચલાવી રહ્યા છે અને રાજ ધર્મનું પાલન કરી રહ્યા છે.

એક મુલાકાતમાં જાવેદ અખ્તરે કહ્યું હતું કે, “આરએસએસનું સમર્થન કરનારાઓની માનસિકતા પણ તાલિબાન જેવી જ છે. જેઓ આરએસએસનું સમર્થન કરે છે તેઓએ આત્મનિરીક્ષણ કરવું જોઈએ.” તેમણે આગળ કહ્યું, “તાલિબાન અને તમે જેમને ટેકો આપી રહ્યા છો તેમાં શું તફાવત છે? તેમની જમીન મજબૂત થઈ રહી છે અને તેઓ તેમના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યા છે. બંનેની માનસિકતા સમાન છે.” તેમના નિવેદનનો સખત વિરોધ થઈ રહ્યો છે.

ધારાસભ્યનું બફાટ / ભાજપના આ ધારાસભ્ય માને છે કે દેશમાં વધતા પેટ્રોલ-ડીઝલના ભાવ માટે તાલિબાન જવાબદાર છે