Bollywood/ આ અભિનેત્રીની ફિલ્મી કારકિર્દી પાટે ચઢ્યા પહેલા જ વિવાદોથી રહે છે ચર્ચિત..

અભિનેત્રી પૂજા હેગડે આજે બોલીવૂડની જાણીતી અભિનેત્રી છે. તેને ઘણી તેલુગુ, હિન્દી અને તમિલ ફિલ્મોમાં કામ કર્યું છે. તેની સોશિયલ મીડિયા પર પણ મોટી સંખ્યામાં ફેન ફોલોઈંગ છે

Trending Entertainment
pooja hegde main આ અભિનેત્રીની ફિલ્મી કારકિર્દી પાટે ચઢ્યા પહેલા જ વિવાદોથી રહે છે ચર્ચિત..

અભિનેત્રી પૂજા હેગડે આજે બોલીવૂડની જાણીતી અભિનેત્રી છે. તેને ઘણી તેલુગુ, હિન્દી અને તમિલ ફિલ્મોમાં કામ કર્યું છે. તેની સોશિયલ મીડિયા પર પણ મોટી સંખ્યામાં ફેન ફોલોઈંગ છે. પૂજાની સુંદરતાના લાખો ચાહકો છે. તે મિસ યુનિવર્સ ઈન્ડિયાની સેકન્ડ રનર અપ રહી છે. તેણે પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી.

p1 આ અભિનેત્રીની ફિલ્મી કારકિર્દી પાટે ચઢ્યા પહેલા જ વિવાદોથી રહે છે ચર્ચિત..

પૂજા હેગડેને બાળપણથી જ ફેશન અને મોડલિંગનો શોખ હતો. તેણે શાળા અને કોલેજના દિવસો દરમિયાન, ઘણી મોડેલિંગ અને ફેશન સંબંધિત સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. પૂજા હેગડેએ વર્ષ 2009માં મિસ ફેમિના ઈન્ડિયામાં ભાગ લીધો હતો, પરંતુ તેની યાત્રા અધવચ્ચે જ સમાપ્ત થઈ ગઈ હતી. આ પછી, વર્ષ 2010માં મિસ યુનિવર્સ ઈન્ડિયા સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં પૂજા હેગડે અંત સુધી પહોંચી અને સ્પર્ધાની બીજી રનર અપ રહી. મિસ યુનિવર્સ ઈન્ડિયા સ્પર્ધા બાદ તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત નિર્દેશક મિસ્કીને પૂજા હેગડેને તેમની ફિલ્મ ‘મુગમુદી’માં કામ કરવાની ઓફર કરી હતી. આ રીતે પૂજા હેગડેના કરિયરની પહેલી ફિલ્મ ‘મુગમુદી’ બની. આ પછી ‘ઓકા લૈલા કોસમ’ અને ‘મુકુંદા’ નામની બે તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું.

p2 આ અભિનેત્રીની ફિલ્મી કારકિર્દી પાટે ચઢ્યા પહેલા જ વિવાદોથી રહે છે ચર્ચિત..

વર્ષ 2016માં પૂજા હેગડેએ બોલિવૂડ ફિલ્મ ‘મોહેંજો દરો’માં કામ કર્યું હતું. આ ફિલ્મમાં હૃતિક રોશને અભિનેતાની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મને ખાસ સફળતા મળી ન હતી, પરંતુ ફિલ્મમાં પૂજાનું પાત્ર લોકોને પસંદ આવ્યું હતું. આ ફિલ્મો તેને બોલિવૂડ ફિલ્મ ‘હાઉસફુલ-4’, ‘સર્કસ’ અને ‘રાધેશ્યામ’માં કામ કર્યું છે. આ સિવાય તેલુગુ ફિલ્મો ‘દુવદ્દા જગંધમ’, ‘રંગસ્થલમ’, ‘સક્ષ્યમ’, ‘અરવિંદા સમેથા વીરા રાઘવ’, ‘મહર્ષિ’, ‘ગદ્દલકોંડા ગણેશ’, ‘આલા વૈકુંઠપુરરામુલુ’, ‘મોસ્ટ એલિજિબલ’માં પણ કામ કર્યું છે. અને ‘આચાર્ય’માં કામ કર્યું છે.

p3 આ અભિનેત્રીની ફિલ્મી કારકિર્દી પાટે ચઢ્યા પહેલા જ વિવાદોથી રહે છે ચર્ચિત..

પૂજાના હજુ લગ્ન થયા નછી. અને તેના બોયફ્રેન્ડ વીશે તે ચૂપકી સેવી રહી છે. પરંતુ ચર્ચાને સાચી માનિએ તો પૂજા નામ રોહન મેહરા સાથે જોડાયું હતું પરંતુ તેને આ સમાચારને ખોટા ગણાવ્યા હતા. આ સિવાય પૂજા હેગડેનું નામ ‘બાહુબલી’ સ્ટાર પ્રભાસ સાથે પણ જોડવામાં આવ્યું છે. જો કે હજુ સુધી કોઈએ પણ આ વાતની પુષ્ટિ કરી નથી. આ સિવાય ફિલ્મ ‘રાધેશ્યામ’ના સેટ પર પ્રભાસ અને પૂજા વચ્ચે ઝઘડાના સમાચાર પણ આવ્યા હતા, જેને નિર્માતાઓએ સંપૂર્ણપણે નકારી કાઢ્યા હતા.

હજુ તો પૂજાના ફિલ્મી કરિયરની ગાડી બરોબર પાટે ચઢી નથી છતા તે ક્યારેક વિવાદોના કારણે તો ક્યારેક અફેરના કારણે ચર્ચાતી રહે છે.