Not Set/ કોરોનાના એપી સેન્ટર ચીનની વિનાશક અને વિસ્તારવાદી ભૂખ

હિંદમહાસાગર અને ભારતની સરહદે આવેલા દેશોમાં પગદંડો જમાવવા તેમજ વુહાન જેવી અનેક જૈવિક પ્રયોગશાળા ઉભી કરવા ચીનની યોજના સામે વિશ્વે સતર્ક રહેવાની જરૂર

India Trending
ventilator 9 કોરોનાના એપી સેન્ટર ચીનની વિનાશક અને વિસ્તારવાદી ભૂખ

હિંદમહાસાગર અને ભારતની સરહદે આવેલા દેશોમાં પગદંડો જમાવવા તેમજ વુહાન જેવી અનેક જૈવિક પ્રયોગશાળા ઉભી કરવા ચીનની યોજના સામે વિશ્વે સતર્ક રહેવાની જરૂર

@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર 

વિશ્વભરમાં કોરોના વાઈરસને ફેલાવવામાં જેની મહત્તમ ભૂમિકા છે અને વિશ્વના અનેક દેશો જે દેશ પર આક્ષેપો પણ લગાવી ચૂક્યા છે તે ચીન આવા આરોપોથી ડરતું નથી. કોરોનાકાળની પ્રથમ લહેર જ્યારે પરાકાષ્ટાએ હતી ત્યારે પીપીઈ કીટના વેચાણ દ્વારા વિશ્વ સાથે છંતરપિંડી દ્વારા કરોડો રૂપિયાની કમાણી કરનાર ચીન અત્યારે બેઠું થઈ રહ્યું હોય તેવું બહાર આવ્યું છે. બીજા ઘણા દેશોને બરબાદીના માર્ગે ધકેલી દેનાર ચીને અત્યારે અર્થતંત્રના મોરચે ફરી સ્થિતિ સુધારી છે. વિશ્વમાં જેને કોરોનાને સર્જનાર અને ફેલાવનાર ખલનાયક તરીકે જેને ગણવામાં આવે છે તે વુહાન જ કોરોનાનું એપી સેન્ટર છે ભલે કદાચ ચીનની આંશિક અસરવાળી વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબલ્યુ.એચ.ઓ.) એ ભલે એક વખત ક્લીન ચીટ આપી હોય અને પછી પાછું વૈશ્વિક દબાણ હેઠળ ફેરવી પણ તોળ્યું હોય પરંતુ અત્યારે સ્થિતિ છે તે જાેતા ચીને પોતાના દરેક પ્રકારના લખણ ઝળકાવવાના ચાલુ રાખ્યા છે. કોરોનાની પ્રથમ લહેર પરાકાષ્ટાએ હતી ત્યારે ચીને ભારતની સરહદ પર અટકચાળા કર્યા હતા. કોઈ સ્વીકારે કે ન સ્વીકારે પણ ભારતીય સરહદે ઘૂસણખોરી પણ કરી હતી અને લાંબા સમય સુધી ચાળા ચાલું રાખ્યા હતા. અરૂણાચલ પ્રદેશ પરનો દાવો હજી ચીને જતો કર્યો નથી. તેના પર ડોળો મંડરાયેલો છે. પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં પ્રોજેક્ટ બનાવી અને પાકિસ્તાનને ધિરાણ આપી સતત પોતાના ખોળામાં રાખી આડકતરી રીતે પીઓકે હડપ કરવાનો પ્લાન પણ ચીને બનાવ્યો ન હોય તો જ કોઈને આશ્ચર્ય થાય.

himmat thhakar 1 કોરોનાના એપી સેન્ટર ચીનની વિનાશક અને વિસ્તારવાદી ભૂખ

જે રીતે પાકિસ્તાન વૈશ્વિક આતંકવાદની ફેકટરી બની ચૂક્યું છે તે રીતે ચીન એક વિસ્તારવાદી દેશ તરીકેની નામના મેળની ચૂક્યું છે. ચીનના શાસકો હોંગકોંગ અને તાઈવાનમાં પોતાનું વર્ચસ્વ વધારવા માટે જે ખેલ ખેલી રહ્યા છે તેનો જાેટો મળે તેમ નથી. હિંદ મહાસાગરમાં પોતાની સામુદ્રિક તાકાત વધારવા ચીને પ્રયાસો ચાલુ જ રાખ્યા છે. માલદીવમાં પોતાના કઠપૂતળી સમા શાસકોને બેસાડવામાં નિષ્ફળ જનાર આ દેશે હવે હદ કરી નાખી છે. અમેરિકા પણ ચીન સાથે બાથ ભીડવા જેની સાથે સતત કોલ્ડવોર (શીતયુદ્ધ) ચાલુ રહે છે તે રશિયા સાથે સહકાર સાધવા માટે તૈયાર થયું છે.

China coronavirus news: China faces new wave of coronavirus infections as number of imported cases rise sharply - The Economic Times

ચીન શ્રીલંકાને અઢળક મદદ આપી તેને પોતાનો દેવાદાર દેશ બનાવીને ત્યાં પોતાના ગમતા કે કહ્યામાં રહેતા શાસકોને બેસાડવા ખેલ ખેલે છે. ૧૯૬૨ના યુદ્ધમાં કબ્જે રાખેલ તીબેટનો વ્યાપ અરૂણાચલ સુધી વિસ્તારવા માગે છે. જાે કે તેની ચાલ સફળ થાય તેવા કોઈ સંજાેગો નથી તેમ છતાં ચીને અરૂણાચલ પ્રદેશની સરહદ નજીક બિનજરૂરી સૈન્યનો ખડકલો કર્યો છે તેવી જ રીતે લશ્કરી આતંકના ભરડામાં ઘેરાયેલ મ્યાનમાર પર પણ ચીનનો ડોળો છે. નેપાળમાં ભલે ઓલીના શાસનનો કામચલાઉ અંત આવ્યો હોય અને પ્રચંડનું વર્ચસ્વ વધ્યું હોય પરંતુ ચીન ગમે તે રીતે ત્યાં પોતાનો પગદંડો જમાવવાની એકપણ તક જતી કરવાનું નથી તે પણ એખ વાસ્તવિક હકિકત છે. ભૂતાનને પોતાની સાથે લેવા ચીન પેંતરા કરે છે પણ ભૂતાનના જાગૃત શાસકોની સતર્કતાના કારણે તેમાં જરાસરખી ફાવટ મળી નથી તે પણ વાસ્તવિકતા છે. જેને સ્વીકારવી જ પડે તેમ છે.

Shocking! US gave $3.7 million to China's Wuhan lab that conducted coronavirus tests on bats

આમ ચીન પોતાની વિસ્તારવાદી પ્રવૃત્તિનો વ્યાપ સતત વધારી રહ્યું છે તેવે સમયે હવે એક એવા સમાચાર આવ્યા છે કે જે વુહાનની જૈવિક પ્રયોગશાળામાં કોરોનાના વાયરસ બનાવાયા હતા તેવી જૈવિક પ્રયોગશાળાનો વ્યાપ પણ ચીન વધારવા માગે છે. ચીનનું અખબાર ગ્લોબલ ટાઈમ્સ પણ જણાવે છે કે તે વુહાન જેવી અનેક જૈવિક પ્રયોગશાળા બનાવવા આગળ વધી રહ્યું છે. ચીનના વિજ્ઞાન અને ટેક્નોલોજી પ્રધાન જિયંગ લિબીને જૈવિક પ્રયોગશાળાઓ વધુ પ્રમાણમાં બનાવવાની યોજના ઘડી છે. ત્રણ બાયો સેફટી લેવલ-૪ લેબોરેટરી સહિત આવી સંખ્યા બંધ લેબોરેટરી બનાવવા માટે જરૂરી પણ ફાળવી દીધી છે અને બજેટ પણ ફાળવી દીધું છે. ચીનના સત્તાવાર વર્તૂળોએ આપેલી માહિતી પ્રમાણે ગયા વષે એપ્રિલ માસમાં ચીને બે પી-૪ કક્ષાની લેબોરેટરી કે જેમાં વાયરસ અંગેનું સંશોધન થાય છે તેવી લેબોરેટલી તૈયાર કરી દીધી છે.

Covid: Wuhan scientist would 'welcome' visit probing lab leak theory - BBC News

જાેકે આ માટે અત્યારે તો ચીન એવો દાવો કરે છે કે અમે કોઈપણ પ્રકારના વાયરસ માટે લડવા માટે આ પ્રકારની તૈયારી કરી રહ્યા છીએ. જાે કે ચીનની વુહાન સ્થિત લેબોરેટરીએ જે ભૂમિકા ભજવી તેના કારણે સ્થિતિ એ ઉભી થઈ છે કે કોઈ દેશ ચીનનો વિશ્વાસ કેટલે અંશે કરે તે જ હવે જાેવાનું રહે છે. આવતા દિવસોમાં ચીન નવા ખેલ પાડે તેવો ભય સૌને સતાવી રહ્યો છે. તો બીજી બાજુ ચીનનું અખબાર ગ્લોબલ ટાઈમ્સ પણ એવો દાવો કરી રહ્યું છે કે અમેરિકા પણ આ માર્ગે ઘણું આગળ વધી ચૂક્યું છે. અમેરિકામાં પણ આ જ પ્રકારની લેબોરેટરીઓ શરૂ થઈ ચૂકી છે અને ચીનની સરકારનું મુખપત્ર ગણાતા અખબાર ગ્લોબલ ટાઈમ્સમાં તો આ અંગેના વિસ્તૃત અહેવાલ પણ પ્રસિદ્ધ થઈ ચૂકયા છે તે પણ એક વાસ્તવિકતા છે.

Galwan Valley face-off : indian soldiers wounded in Galwan Valley violent clash said Chinese soldiers attacked by deception - गलवान घाटी हिंसक झड़प में घायल जवान ने बताया, चीनी सैनिकों ने धोखे

હવે કોરોનાકાળમાં જ લડાખના ગલવાન ઘાટી વિસ્તારમાં ઘૂસણખોરી કરી તેના પર કબ્જાે જમાવવાનો પ્રયાસ ચીને કર્યો હતો પણ ભારતના બહાદુર જવાનોએ તેને નિષ્ફળ બનાવ્યો હતો. અત્યારે ગલવાન કટોકટી હળવી બની છે. ચીનનું સૈન્ય થોડું પાછળ હટ્યું ‌ છે પણ સાવ ગયુ નથી. નેપાળ ભારતની સરહદે પણ ચીનના સૈનિકોની હાજરી નેપાળમાં છે જ. ગલવાન ઘાટી કટોકટી વખતે ભારતમાં ચીની બનાવટનો બહિષ્કાર કરવની માગણી ઉઠી હતી તેના પરિણામરૂપે અધકચરા પણ અમૂક પગલાં ભરાયા હતા. જાે કે ચીન સાથે વાટાઘાટોના દોર બાદ હવે ફરી ચીનની કંપનીઓ ભારતમાં દેખાઈ છે. ૨૦૨૦ની આઈપીએલ વખતે મુખ્ય સ્પોન્સરશીપની યાદીમાં દૂર થયેલી કે દૂર કરાયેલી ‘વીવો’ ફરી ૨૦૨૧ની આઈપીએલમાં ગોઠવાઈ ગઈ છે. ટૂંકમાં ચીન પર આપણે ફરી એકવાર આંધળો ભરોસો મૂકી દીધો છે તે વાત એક વાસ્તવિકતા છે જેની કોઈ ના પાડી શકે તેમ નથી. આ સંજાેગોમાં ભારતના ઘણા અખબારોએ નોંધ લઈને લખ્યું છે કે હવે ચીનની વિસ્તારવાદી ચાળાઓ સાવ બંધ કરાવવા માટે બહિષ્કારનું શસ્ત્ર ઉગામવાનો સમય હવે આવી ગયો છે.