Not Set/ જયપુર બાદ ઓડિશાની એક સ્કૂલમાં કોરોના બ્લાસ્ટ, 22 વિદ્યાર્થીઓપોઝિટિવ આવતા મચ્યો હાહાકાર

સેન્ટ મેરી ગર્લ્સ સ્કૂલના સંચાલક સિસ્ટર પેટ્રિકાએ જણાવ્યું હતું કે કોરોના વાયરસથી સંક્રમિત જોવા મળેલી વિદ્યાર્થીનીઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવી છે

Top Stories India
Untitled 294 11 જયપુર બાદ ઓડિશાની એક સ્કૂલમાં કોરોના બ્લાસ્ટ, 22 વિદ્યાર્થીઓપોઝિટિવ આવતા મચ્યો હાહાકાર

ઓડિશાના સુંદરગઢ જિલ્લામાં સ્થિત સેન્ટ મેરી ગર્લ્સ સ્કૂલના 53 વિદ્યાર્થીઓ અને સંબલપુરમાં વીર સુરેન્દ્ર સાઈ ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ બુરલામાંથી MBBSના 22 વિદ્યાર્થીઓ કોરોના વાયરસ સંક્રમિત મળી આવ્યા છે. આરોગ્ય વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે મંગળવારે ઓડિશામાં કોરોના વાયરસના ચેપના 212 નવા કેસ નોંધાયા છે. જેમાં રાજ્યમાં સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 10,47,386 થઈ ગઈ છે. નવા સંક્રમિતોમાં 70 બાળકોનો પણ સમાવેશ થાય છે. ચેપને કારણે બે દર્દીઓના મોત પણ થયા છે. વિદ્યાર્થીનીઓને કોરોના સંક્રમિત થયા બાદ શાળા એક સપ્તાહ માટે બંધ છે.

  ત્યારે બીજી તરફ મંગળવારે રાજસ્થાનની એક શાળામાં પણ 11 બાળકોને ચેપ લાગતાં હંગામો મચી ગયો હતો. આ શાળા પણ બંધ કરી દેવામાં આવી છે. આ પહેલા રવિવારે તેલંગાણાના ખમ્મ જિલ્લાની સરકારી રેસિડેન્શિયલ સ્કૂલની 28 વિદ્યાર્થીનીઓને કોરોના થયો હતો. 

આ પણ વાંચો ;અમદાવાદ / માણેકચંદ ગુટખાના ડિસ્ટ્રીબ્યુટર પર IT રેડમાં કરોડથી વધુ રોકડ સીલ કરાઇ

સેન્ટ મેરી ગર્લ્સ સ્કૂલના સંચાલક સિસ્ટર પેટ્રિકાએ જણાવ્યું હતું કે કોરોના વાયરસથી સંક્રમિત જોવા મળેલી વિદ્યાર્થીનીઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવી છે. તેમની સારવાર માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ યુવતીઓની હાલત સારી છે. સંકર્મિત છોકરીઓ 8મા, 9મા અને 10મા ધોરણની વિદ્યાર્થીનીઓ છે.  જયારે 22 MBBS વિદ્યાર્થીઓને કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. . 

 IIM ઈન્દોરના એક કોર્સના બે સહભાગીઓ કોરોના સંક્રમિત જોવા મળ્યા. આ પછી સંસ્થાએ આ કોર્સના તમામ 60 સહભાગીઓના ઓફલાઈન ક્લાસ બંધ કરી દીધા છે અને ઓનલાઈન અભ્યાસ શરૂ કર્યો છે. નોંધનીય છે કે ઘણા રાજ્યોમાં ઓનલાઈન ક્લાસ બંધ કરીને 100% ક્ષમતા સાથે ઓફલાઈન ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે. 

આ પણ વાંચો ;અમદાવાદ / ASTRAL અને રત્નમણિ મેટલ્સ પર IT વિભાગે દરોડા પડતાં 1 કરોડ રોકડા મળી આવ્યા