Not Set/ અમદાવાદ:કલેકટર કચેરીમાં કોરોના વિસ્ફોટ , 18 કોરોનાના કેસો આવતા ફેલાયો ફફડાટ

ગુજરાતમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પછી કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં ખૂબ જ વધારો થયો છે. ત્યારે 12 એપ્રિલના રોજ રાજ્યમાં 6,021 પોઝિટિવ કેસો સામે આવ્યા હતા અને 2,854 લોકો સારવાર લઈને સ્વસ્થ થયા હતા. રાજ્યમાં કોરોનાને મ્હાત આપીને સાજા થવાનો દર 89.95 ટકા થયો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા સાજા […]

Ahmedabad Gujarat
Collector office અમદાવાદ:કલેકટર કચેરીમાં કોરોના વિસ્ફોટ , 18 કોરોનાના કેસો આવતા ફેલાયો ફફડાટ

ગુજરાતમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પછી કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં ખૂબ જ વધારો થયો છે. ત્યારે 12 એપ્રિલના રોજ રાજ્યમાં 6,021 પોઝિટિવ કેસો સામે આવ્યા હતા અને 2,854 લોકો સારવાર લઈને સ્વસ્થ થયા હતા. રાજ્યમાં કોરોનાને મ્હાત આપીને સાજા થવાનો દર 89.95 ટકા થયો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા સાજા થવાનો દર 97 ટકા કરતા પણ વધારે હતો. તો બીજી તરફ પોઝિટિવ કેસ વધવાની સાથે-સાથે મૃત્યુઆંકમાં પણ વધારો થઈ રહ્યો છે. 12 એપ્રિલના રોજ 55 લોકોના મોત થયા હતા. સૌથી વધારે મોત અમદાવાદ અને સુરતમાં થયા હતા. અમદાવાદમાં 20 લોકોના મોત થયા હતા તો સુરતમાં 18 લોકોના મોત નિપજ્યા હતા. હાલ રાજ્યમાં 30,680 એક્ટિવ કેસ છે અને 216 લોકો વેન્ટિલેટર પર છે અત્યાર સુધી 4855 લોકોના મોત થયા છે.

અમદાવાદમાં 13 એપ્રિલના રોજ 1907 પોઝિટિવ કેસ નોંધાયા હતા. પહેલાની જેમ જ હવે રાજ્યમાં અમદાવાદમાં સૌથી વધારે પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે. ત્યારે અમદાવાદની કલેક્ટર કચેરીમાં કોરોના બ્લાસ્ટ થયો હોવાની માહિતી મળી રહી છે. કલેક્ટર કચેરીમાં અધિકારી અને કર્મચારીઓ સહિત કુલ 18 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને 18 લોકોમાં 15 નાયબ મામલતદાર હોવાનું સામે આવ્યું છે અને 3 મહેસૂલી તલાટી છે. આ ઉપરાંત, અગાઉ 5 ક્લાર્ક પણ કોરોના સંક્રમિત થયા છે એટલે કલેક્ટર કચેરીમાં જ કોરોના બ્લાસ્ટ થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.