Not Set/ અમદાવાદમાં 56 મકાનો કન્ટેનમેન્ટ ઝોનમાં, સૌથી વધુ કેસ ગોધરેજ ગાર્ડન સિટીમાં

રાજ્યમાં કોરોના હવે બેકાબુ થઇ રહ્યો હોય તેવા આંકડાઓ રોજ સામે આવી રહ્યા છે. સતત વધતા કેસનાં કારણે એકવાર ફરી સરકાર દ્વારા 4 મહાનગરોમાં કર્ફ્યુને લંબાવી દેવામાં આવ્યો છે.

Top Stories Ahmedabad Gujarat
ગરમી 114 અમદાવાદમાં 56 મકાનો કન્ટેનમેન્ટ ઝોનમાં, સૌથી વધુ કેસ ગોધરેજ ગાર્ડન સિટીમાં
  • અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો
  • ચાંદલોડિયાના 56 ઘરો મુકાયા કન્ટેનમેન્ટ ઝોનમાં
  • 60 વિસ્તાર માઇક્રો કન્ટેઇમેન્ટ ઝોનમાં
  • એડન ગોધરેજ ગાર્ડન સિટી ફ્લેટમાં સૌથી વધુ કેસ
  • ફ્લેટ પાસે માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનના લગાવાયા બોર્ડ

રાજ્યમાં કોરોના હવે બેકાબુ થઇ રહ્યો હોય તેવા આંકડાઓ રોજ સામે આવી રહ્યા છે. સતત વધતા કેસનાં કારણે એકવાર ફરી સરકાર દ્વારા 4 મહાનગરોમાં કર્ફ્યુને લંબાવી દેવામાં આવ્યો છે. આ 4 મહાનગરોમાં અમદાવાદની જો વાત કરીએ તો અહી કોરોનાનાં કેસમાં વધારો થતા શહેરનાં ચાંદલોડિયા વિસ્તારનાં જ 56 ઘરોને કન્ટેનમેન્ટ ઝોનમાં મુકી દેવામાં આવ્યા છે.

ગુજરાત / જામનગરનાં ચકચારી હત્યા કેસમાં મુખ્ય આરોપી લંડનથી પકડાયો, જુઓ આરોપીઓની Exclusive તસવીરો

કોરોનાએ શહેરની સ્થિતિને કેવી રીતે બગાડી તેનો અનુમાન તે વાત પરથી લગાવી શકો છો કે, અમદાવાદનાં મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ દર્શકો વિના કરવામાં આવશે. ગઇ કાલે એટલે કે મંગળવારનાં રોજ સ્ટેડિયમમાં મેચ દર્શકો વિના જ રમાઇ હતી. અમદાવાદ શહેરની સ્થિતિમાં હાલમાં સુધારો દેખાઇ રહ્યો નથી. શહેરનાં 60 વિસ્તાર માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં ફેરવાઇ ગયા છે. સૌથી વધુ કેસની વાત કરીએ તો તે એડન ગોધરેજ ગાર્ડન સિટી ફ્લેટમાં હોવાનુ સામે આવ્યુ છે. ફ્લેટ પાસે માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનનાં બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યા છે.

  • શહેરના 14 સ્થળો માઇક્રો કન્ટેઇનમેન્ટમાં
  • દક્ષિણ, પશ્ચિમના 5 સ્થળો કન્ટેઇનમેન્ટમાં
  • ઉત્તર પશ્ચિમના 4, પૂર્વનું 1 વિસ્તાર કન્ટેઇનમેન્ટમાં

અમદાવાદ શહેરનાં 14 સ્થળો માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં છે. જેમા દક્ષિણ, પશ્ચિમનાં 5 સ્થળો અને ઉત્તર પશ્ચિમનાં 4 અને પૂર્વનો 1 વિસ્તાર કન્ટેનમેન્ટ ઝોનમાં છે. પરિસ્થિતિ જો કાબુની બહાર જતી દેખાશે તો સરકાર આવતા સમયમાં કડક નિર્ણય લેશે તો નવાઇ નહી.

હાય ગરમી / રાજ્યનું પાટનગર ગાંધીનગર બન્યું સૌથી ગરમ શહેર, હિટવેવની આગાહી

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. ગઇ કાલનાં આંકડાઓની વાત કરીએ તો ગુજરાતમાં નવા 954 કેસ નોંધાયા હતા. જે બાદ રાજ્યમાં કુલ કેસનો આંકડો 2,80,051 પર પહોચ્યો છે. જ્યારે 703 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આ દરમિયાન કોરોના સંક્રમણથી રાજ્યમાં બે લોકોનાં મૃત્યુ થયું છે. બંને મૃતકો અમદાવાદ કોર્પોરેશનમાં નોંધાયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4,966 લોકોનાં કોરોનાથી મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધી 2,80,061 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ