Covid-19/ કોરોનાનાં કેસમાં ઉતાર-ચઢાવ યથાવત, દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 30 હજારથી વધુ કેસ

આરોગ્ય મંત્રાલયનાં તાજેતરનાં ડેટા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 30,256 નવા કેસ નોંધાયા છે.

Top Stories India
11 85 કોરોનાનાં કેસમાં ઉતાર-ચઢાવ યથાવત, દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 30 હજારથી વધુ કેસ

વિશ્વભરમાં કોરોના વાયરસના કેસો વધીને 22.84 કરોડ થઈ ગયા છે. અત્યાર સુધીમાં આ મહામારીનાં કારણે 46.9 લાખથી વધુ લોકોનાં મોત થયા છે અને 5.90 અબજથી વધુ લોકોને રસી આપવામાં આવી છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા આ આંકડા શેર કરવામાં આવ્યા છે. સોમવારે સવારે તેના તાજેતરનાં અપડેટમાં, યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (CSSE) એ જાહેર કર્યું કે વર્તમાન વૈશ્વિક કેસો, મૃત્યુઆંક અને રસીકરણની સંખ્યા અનુક્રમે 228,497,223, 4,691,285 અને 5,905,689,911 છે. ભારતની વાત કરીએે તો અહી પણ કોરોનાનાં કેસમાં સતત ઉતાર-ચઢાવ યથાવત છે.

આ પણ વાંચો – Political / CM ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જવા રવાના, PM સાથે કરશે શુભેચ્છા મુલાકાત

આરોગ્ય મંત્રાલયનાં તાજેતરનાં ડેટા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 30,256 નવા કેસ નોંધાયા છે, જ્યારે 43,938 લોકો કોરોનામાંથી ઠીક થયા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આપને જણાવી દઇએ કે, છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 295 લોકોનાં મોત નીપજ્યાં છે. દેશમાં એક્ટિવ કેસ એક ટકાથી પણ ઓછા છે. હાલમાં, ભારતમાં 3,18,181 દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ છે, જે કુલ કેસોના 0.95 ટકા છે. અત્યાર સુધીમાં કુલ 3,27,15,105 લોકો કોરોનાને હરાવવામાં સફળ રહ્યા છે. કોરોનાનાં કારણે અત્યાર સુધીમાં 4,45,133 લોકોનાં મોત નીપજ્યાં છે. દેશમાં કોરોના રસીની વાત કરીએ તો અત્યાર સુધી લોકોને 80,85,68,144 ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના રસીનાં 37,78,296 ડોઝ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો – MI vs CSK / ધોનીનાં ધુરંધરોએ મારી બાજી, MI ને 20 રને હરાવી CSK એ મેળવ્યું પોઇન્ટ ટેબલમાં નંબર વનનું સ્થાન

આપને જણાવી દઇએ કે, કેરળમાં હજુ પણ કોરોનાનો ખતરો છે અને દેશમાં સૌથી વધુ કેસ કેરળમાં જ નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કેરળમાં 19,653 નવા કેસ નોંધાયા છે, જ્યારે 152 લોકોનાં મોત થયા છે. આવી સ્થિતિમાં, જો આપણે કેરળનાં કેસને છોડી દઈએ, તો છેલ્લા 24 કલાકમાં દેશભરમાં લગભગ 10 હજાર 603 નવા કેસ નોંધાયા છે. સંક્રમણને જોતા, કેરળમાં હજુ પણ ઘણી જગ્યાએ લોકડાઉન જેવી સ્થિતિ છે. આપને જણાવી દઇએ કે, રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશ એવા ચાર મોટા રાજ્યો છે, જ્યાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં કારણે એક પણ મોત થયું નથી. ઉત્તરાખંડ અને ઝારખંડમાં પણ કોરોનાથી મૃત્યુનો કોઈ અહેવાલ નથી. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કોરોનાને કારણે એક પણ મોત થયું નથી જ્યારે 28 નવા કેસ નોંધાયા છે.