Not Set/ દેશમાં કોરોનાનાં કેસમાં આવી રહ્યો છે ઘટાડો, છેલ્લા 24 કલાકમાં નોંધાયા…

દેશમાં કોરોનાવાયરસની સ્થિતિ સતત સુધરી રહી હોય તેવુ દેખાઇ રહ્યુ છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો અને દર્દીઓનાં વધુ પ્રમાણમાં ઠીક થવાના કારણે કોરોનાનાં સક્રિય કેસની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સક્રિય કેસની સંખ્યા 30 જુલાઈથી સૌથી ઓછી છે. આરોગ્ય મંત્રાલયે મંગળવારે સવારે જારી કરેલા આંકડા મુજબ, દેશમાં 5,41,405 સક્રિય કેસ છે. વળી, છેલ્લા 24 […]

India
નવરાત્રિની

દેશમાં કોરોનાવાયરસની સ્થિતિ સતત સુધરી રહી હોય તેવુ દેખાઇ રહ્યુ છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો અને દર્દીઓનાં વધુ પ્રમાણમાં ઠીક થવાના કારણે કોરોનાનાં સક્રિય કેસની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

સક્રિય કેસની સંખ્યા 30 જુલાઈથી સૌથી ઓછી છે. આરોગ્ય મંત્રાલયે મંગળવારે સવારે જારી કરેલા આંકડા મુજબ, દેશમાં 5,41,405 સક્રિય કેસ છે. વળી, છેલ્લા 24 કલાકમાં 38,310 નવા COVID-19 નાં કેસ સાથે ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 82,67,623 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 490 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હવે કુલ 1,23,097 લોકો વાયરસનાં કારણે મૃત્યુ પામ્યા છે.

આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં 58,323 દર્દીઓ ઠીક થયા છે. જો આપણે ધ્યાનમાં લઈએ તો, દરરોજ રિકવર દર્દીઓની સંખ્યા દૈનિક ધોરણે નોંધાયેલા નવા કેસો કરતા ઘણી વધારે છે. જે પરિણામે કોરોનાવાયરસ એક્ટિવ કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે. કોરોના રિકવરી દર એટલે કે  ઠીક દર્દીઓનો દર, 91.96 ટકા પર પહોંચી ગયો છે. સક્રિય દર્દીઓ 6.54 ટકા છે જ્યારે મૃત્યુ દર 1.48 ટકા છે. કુલ ટેસ્ટમાં ઇન્ફેક્ટીવીટી રેટ એટલે કે પોઝિટિવિટી રેટ પણ 3.66 ટકા પર આવી ગયો છે.

જો આપણે ટેસ્ટિંગની વાત કરીએ તો, ભારત બીજા ઘણા પ્રમુખ દેશો કરતા ઘણો આગળ ચાલી રહ્યો છે. ભારતમાં દરરોજ સરેરાશ 10 લાખ ટેસ્ટ થઇ રહ્યા છે. મળતી માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં 10,46,247 ટેસ્ટ કરવામાં આવ્યા હતા જ્યારે અત્યાર સુધીમાં કુલ 11,17,89,350 સેમ્પલોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.