Not Set/ દેશમાં 15 દિવસમાં કોરોના કેસમાં 150 જ્યારે દર અઠવાડિયે 43 ટકા વધારો,70 જિલ્લાઓમાં વકર્યો : કેન્દ્રીય આરોગ્ય સચિવ

કોરોના વાયરસ સંક્રમણના  સેકંડ વેવ) એ ફરી દેશને મુશ્કેલીમાં મુકી દીધો છે. કોવિડ -19  સંક્રમણ ની ટકાવારી મહારાષ્ટ્રમાં સૌથી વધુ  છે. આરોગ્ય સચિવ રાજેશ ભૂષણએ સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે બે અઠવાડિયામાં 43 ટકા નવા કેસોમાં વધારો થયો છે

Top Stories India
rajesh bhushan દેશમાં 15 દિવસમાં કોરોના કેસમાં 150 જ્યારે દર અઠવાડિયે 43 ટકા વધારો,70 જિલ્લાઓમાં વકર્યો : કેન્દ્રીય આરોગ્ય સચિવ

કોરોના વાયરસ સંક્રમણના  સેકંડ વેવ) એ ફરી દેશને મુશ્કેલીમાં મુકી દીધો છે. કોવિડ -19  સંક્રમણ ની ટકાવારી મહારાષ્ટ્રમાં સૌથી વધુ  છે. આરોગ્ય સચિવ રાજેશ ભૂષણએ સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે બે અઠવાડિયામાં 43 ટકા નવા કેસોમાં વધારો થયો છે, 37 ટકા લોકોના મોત વધી ગયા છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું હતું કે છેલ્લા બે અઠવાડિયામાં 43 ટકા નવા કેસોમાં વધારો થયો છે. તેમણે કહ્યું કે દેશના 16 રાજ્યોના 70 જિલ્લાઓએ દેશની ચિંતામાં વધારો કર્યો છે. તેમણે કહ્યું કે છેલ્લા 15 દિવસમાં આ જિલ્લાઓમાં નવા કેસોમાં 150 ટકાથી વધુનો વધારો થયો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે પંજાબમાં છેલ્લા 15 દિવસમાં 138 કેસ સરેરાશ 6.8 ટકા સંક્રમણનો દર નોંધાયો છે. રાજેશ ભૂષણે કહ્યું કે કર્ણાટકમાં પોઝિટિવિટી દર 1.3 ટકા છે. તેમણે કહ્યું કે અમે કર્ણાટક સરકારને પરીક્ષણની સંખ્યા વધારવા જણાવ્યું છે. ભૂષણે કહ્યું કે ઘણા રાજ્યોમાં મૃત્યુના વધતા આંકડા છતાં દેશમાં મૃત્યુ દર હાલમાં 2 ટકાથી પણ ઓછા છે.

દર અઠવાડિયે કેસોમાં 43 ટકાનો વધારો 

આરોગ્ય સચિવે કહ્યું કે દેશમાં કુલ કેસમાંથી 60 ટકા કેસ ફક્ત મહારાષ્ટ્રમાં છે. તેમણે કહ્યું કે દેશમાં 9 ફેબ્રુઆરીએ સૌથી ઓછા નવા કેસ નોંધાયા છે. આજે નવા કેસોમાં દર અઠવાડિયે  43 ટકાનો વધારો થઈ રહ્યો છે, જ્યારે દર અઠવાડિયે મૃત્યુઆંક 37  ટકા વધી રહ્યો છે.આરોગ્ય સચિવે જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં 400 થી વધુ નવા કેસ નોંધાયા છે. રાજધાનીમાં પોઝિટિવિટી રેટ 1 ટકાથી ઓછો છે, જો કે તે 0.4 ટકાથી વધીને 0.6 ટકા થયો છે. તેમણે કહ્યું કે દેશના 16 રાજ્યોના 70 જિલ્લાઓમાં છેલ્લા 15 દિવસમાં 150 ટકા કેસ વધ્યા છે.