Not Set/ મહારાષ્ટ્રમાં કોરોનાના નવા કેસોમાં ઘટાડો,24 કલાકમાં 555 લોકોનાં મોત

કોરોનાથી 555 લોકોનાં મોત

India
corona 7 મહારાષ્ટ્રમાં કોરોનાના નવા કેસોમાં ઘટાડો,24 કલાકમાં 555 લોકોનાં મોત

ભારતમાં કોરોના કહેરની બીજી લહેર અતિ ઘાતક સાબિત થઇ રહી છે પરતું નવા કેસોમાં નોંધપાત્ર ઘટાડો થઇ રહ્યો છે તે એક સારી વાત છે .નવા કેસોની સામે રિકવરીના કેસોમાં વધારો થઇ રહ્યો છે કોરોનાને માત આપીને લોકો સાજા થઇ રહ્યા છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં નવા કોરોના સંક્રમણના કેસો 29,644 સામે આવ્યા છે. અને 555 લોકોના કોરોનાથી મોત થયા છે.કોરોનાથી 44,493 લોકો કોરોનાથી સાજા પણ થયા છે.

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં ઘટાડો થઇ રહ્યો છે જે એક સારા સમાચાર છે. કોરોના મહામારીથી અનેક લોકોના મોત નિપજ્યા છે. કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઇ રહી છે. પરતું હવે નવા કેસોમાં નોંધપાત્ર ઘટાડો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં નવા કેસો 29,644 નોધાયા છે અને 555 લોકોના મોત થયાં છે. કોરોનાના કુલ કેસો મહારાષ્ટ્રમાં 55,27.092 છે. અને રિકવરી કેસો 50,70,801 થયાં છે. અને કોરોનાથી લોકોના કુલ મોત રાજ્યમાં 86,618 થયા છે.