Not Set/ 2 કરોડનો આ સાપ મર્દોની તાકતમાં કરે છે વધારો, તેની તસ્કરી કરતા લોકો ચડ્યા હથ્થે

બિહારનાં નવાડામાં તસ્કરી માટે લઇ જવામા આવેલ એક દુર્લભ પ્રજાતિનો બોઆ સાપ અને તેનુ બચ્ચુ મળી આવ્યુ છે. પોલીસે સપેરા સહિત આઠ તસ્કરોની ધરપકડ કરી છે. તસ્કરોએ જણાવ્યું હતું કે બોઆ સાપ અને તેના બચ્ચાની કિંમત બે કરોડ રૂપિયા મળવાની હતી. આ સિવાય એક અજગર, એક કોબ્રા અને બીજા ઘણા સાપ મળી આવ્યા છે. મળતી […]

Top Stories India
BOa Snake1 2 કરોડનો આ સાપ મર્દોની તાકતમાં કરે છે વધારો, તેની તસ્કરી કરતા લોકો ચડ્યા હથ્થે

બિહારનાં નવાડામાં તસ્કરી માટે લઇ જવામા આવેલ એક દુર્લભ પ્રજાતિનો બોઆ સાપ અને તેનુ બચ્ચુ મળી આવ્યુ છે. પોલીસે સપેરા સહિત આઠ તસ્કરોની ધરપકડ કરી છે. તસ્કરોએ જણાવ્યું હતું કે બોઆ સાપ અને તેના બચ્ચાની કિંમત બે કરોડ રૂપિયા મળવાની હતી. આ સિવાય એક અજગર, એક કોબ્રા અને બીજા ઘણા સાપ મળી આવ્યા છે.

boa snake 2 કરોડનો આ સાપ મર્દોની તાકતમાં કરે છે વધારો, તેની તસ્કરી કરતા લોકો ચડ્યા હથ્થે

મળતી માહિતી પ્રમાણે નવાદા જિલ્લાનાં ઉગ્રવાદી પ્રભાવિત સિરદલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાપ પકડીને વેચતા એક સપેરા સહિત આઠ લોકોની અલગ-અલગ જગ્યાએથી ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા લોકો માટે સાપની દાણચોરીનું મોટું રેકેટ બહાર આવ્યું છે. બોઆ સાપનો ઉપયોગ કેન્સરની દવા બનાવવા માટે થાય છે, મર્દાના શક્તિમાં વધારો કરતી દવાઓમાં થાય છે. આ સિવાય તેનો ઉપયોગ સાંધામાં દુખાવાની દવા બનાવવા સહિતની અન્ય ઘણી પ્રકારની દવાઓના ઉત્પાદનમાં પણ થાય છે. તેના ચામડામાંથી પર્સ, હેન્ડબેગ, જેકેટ્સ અને કોસ્મેટિક્સ વગેરે બનાવવામાં આવે છે. આ સાપથી નશીલા પદાર્થ અને મોંઘા પરફ્યુમ પણ બનાવવામાં આવે છે.

snake 2 કરોડનો આ સાપ મર્દોની તાકતમાં કરે છે વધારો, તેની તસ્કરી કરતા લોકો ચડ્યા હથ્થે

બોઆ સાપ સામાન્ય ચર્ચામાં બે-મોંવાળા સાપ તરીકે પણ ઓળખાય છે. તે વિશ્વનો સૌથી મોટો સાપ છે. આ સાપની જુદી જુદી પ્રજાતિઓ ઉત્તર અમેરિકા, યુરોપ, ઉત્તર આફ્રિકા અને એશિયાનાં ભાગોમાં જોવા મળે છે. આ સાપની એક પ્રજાતિ મુખ્યત્વે આફ્રિકા અને ભારતમાં જોવા મળે છે. નવાદામાં મળી આવેલ સાપ આ ખાસ પ્રજાતિનો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.