Rajkot/ મનપાની ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ફટકો, બે ઉમેદવારનાં ફોર્મ થયા રદ્દ

રાજકોટ મનપાની ચૂંટણી પહેલા કોંગ્રેસને ફટકો, બે કોંગ્રેસ ઉમેદવારનાં ફોર્મ થયા રદ્દ

Top Stories Gujarat Rajkot
corona 24 મનપાની ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ફટકો, બે ઉમેદવારનાં ફોર્મ થયા રદ્દ

ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ કોંગ્રેસ પોતાની બેઠકો ગુમાવતી નજરે પડી રહી છે. પહેલા સુરતમાં ધાર્મિક માલવીયાએ  અંતિમ ઘડીએ ઉમેદવારી નહિ નોધાવતા એક બેઠક ગુમાવવાનો વારો આવ્યો હતો. હવે રાજકોટ ખાતે બે બેઠક ગુમાવવાનો વારો આવ્યો છે. જેમાં બે ઉમેદવારોના ફોર્મ રદ્દ થયા છે.

આજથી ચૂંટણીપંચ દ્વારા ઉમેદવારી પત્રોની ચકાસણીનું કામ હાથ ધરવામાં આવ્યું છે. આ અંતર્ગત રાજકોટમાં મહાનગરપાલિકાના ઉમેદવારોની દરેક પાર્ટી દ્વારા જાહેરાત કરી દેવામાં આવી હતી. ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભરી દીધા હતા.

મતદાન પ્રક્રિયા યોજાઈ તે પૂર્વે જ ભાજપ કોંગ્રેસને હરાવવાના મૂડમાં જોવા મળી રહી છે. આ અગાઉ ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારોના મેન્ડેટને લઈને વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. ક અને ખ ફોર્મમાં મેન્ડેટમાં અધિકૃત નામ અને સહી હોવી જરૂરી છે. જેના કારણે ભાજપે ફોર્મ રદ કરવાની માંગ કરી હતી.

રાજકોટ મનપાની ચૂંટણી પહેલા કોંગ્રેસને ફટકો પડ્યો છે. બે કોંગ્રેસ ઉમેદવારનાં ફોર્મ રદ્દ થયા છે. વોર્ડ નં.1 ઉમેદવાર ભરતભાઇ શિયાળનું ફોર્મ રદ્દ અને વોર્ડ નં.4 ઉમેદવાર નારણભાઇ સવસેતાનું ફોર્મ રદ્દ કરવામાં આવ્યું છે.

Stock Market / શેરબજારમાં આજે તેજીનો માહોલ,  સેન્સેક્સ 473 પોઇન્ટના વધારા સાથે 51200 પર ખુલ્યો

Covid-19 / છેલ્લા 24 કલાકમાં દેશમાં નોધાયા 11831 નવા કેસ, અત્યાર સુધી 58 લાખ લોકોને મુકાઇ કોરોના રસી

#controvercial / ‘બોયફ્રેન્ડ વિના છોકરીઓને યુનિ.માં પ્રવેશ મળશે નહીં’…


મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ