સુરત/ સુરતમાં તૈયાર થઈ રહ્યા છે સોના ચાંદી અને ડાયમંડમાંથી બનાવવામાં આવેલા ચોખઠા, જેની ડિમાન્ડ વિદેશમાં પણ

આ ચોખઠાની બનાવટ એ પ્રકારની હોય છે કે જેમ લોકો અન્ય જ્વેલરી જેમ કે, વીટી, નેકલેસ કે, પછી કાનમાં પહેરવાની બુટી રેગ્યુલર રીતે પહેરતા હોય છે અને તેને કાઢી પણ શકતા હોય છે.

Top Stories Gujarat Surat
Untitled 89 સુરતમાં તૈયાર થઈ રહ્યા છે સોના ચાંદી અને ડાયમંડમાંથી બનાવવામાં આવેલા ચોખઠા, જેની ડિમાન્ડ વિદેશમાં પણ

@અમિત રૂપાપરા 

સુરતને ડાયમંડ સિટી અને ટેક્સટાઇલ સીટીનું બિરુદ મળ્યું છે. ત્યારે સુરત અવનવી વસ્તુઓ બનાવવા માટે પણ જાણીતું છે. કારણ કે સુરતમાં અવનવી વસ્તુ ચર્ચા જગાવે તેવી જ્વેલરીઓ પણ બની રહી છે. મહત્વની વાત છે કે, ડાયમંડ સિટી સુરતમાં સોના-ચાંદી, નેચરલ ડાયમંડ અને લેબગ્રોન ડાયમંડના દાગીનાઓ તો બને જ છે પરંતુ હવે સુરત શહેરમાં સોના ચાંદીના તેમજ નેચરલ ડાયમંડ અને લેબગ્રોન ડાયમંડ તેમજ મોઝોનાઇટ ડાયમંડમાંથી ચોખઠા પણ બનાવવામાં આવી રહ્યા છે.

ચોખઠાની કિંમત ઘણી ઓછી હોય છે અને અંદાજિત આ ચોખઠા 25 લાખ રૂપિયા સુધીમાં તૈયાર થતા હોય છે. ત્યારે સુરતના એક જ્વેલર્સ દ્વારા આ પ્રકારના ચોખથ બનાવવામાં આવી રહ્યા છે. આ ચોખઠામાં 16 દાંત બનાવવામાં આવે છ જેમાં આઠ દાત મોઢાની ઉપરની સાઈડના અને આઠ દાંત નીચેની સાઈડના હોય છે. આ 16 દાંતમાં સોના ચાંદીની સાથે સાથે અંદાજીત 2000 જેટલા ડાયમંડનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત ઘણી વખત લોકો આ ચોખઠામાં અલગ અલગ પ્રકારની ડિઝાઇનો પણ લગાવતા હોય છે. જેમાં કોઈ વ્યક્તિ હાર્ટ શેપ, તો કોઈ વ્યક્તિ ગનની સેપની ડિઝાઇન આ ચોખઠામાં ફીટ કરાવતા હોય છે.

Untitled 89 સુરતમાં તૈયાર થઈ રહ્યા છે સોના ચાંદી અને ડાયમંડમાંથી બનાવવામાં આવેલા ચોખઠા, જેની ડિમાન્ડ વિદેશમાં પણ

આ ચોખઠાની બનાવટ એ પ્રકારની હોય છે કે જેમ લોકો અન્ય જ્વેલરી જેમ કે, વીટી, નેકલેસ કે, પછી કાનમાં પહેરવાની બુટી રેગ્યુલર રીતે પહેરતા હોય છે અને તેને કાઢી પણ શકતા હોય છે. તે જ પ્રકારે સોના ચાંદી અને હીરામાંથી બનાવવામાં આવેલા આ દાંતના ચોખઠા સરળતાથી પહેરી પણ શકાય છે અને તેને કાઢી પણ શકાય છે. યુવક અને યુવતીઓ બંને આ જવેલરીનો ઉપયોગ કરી શકે છે. એક ચોખઠું તૈયાર કરવામાં અંદાજે 15 દિવસનો સમય લાગતો હોય છે અને ત્રણથી પાંચ લોકોની મહેનત આ ચોખઠું બનાવવામાં થતી હોય છે. આ ચોખઠું બનાવવામાં ચાંદી ઉપરાંત 10 કેરેટ ગોલ્ડ 14 કેરેટ ગોલ્ડ અને 18 કેરેટ ગોલ્ડનો ઉપયોગ કરી શકાય છે.

Untitled 90 સુરતમાં તૈયાર થઈ રહ્યા છે સોના ચાંદી અને ડાયમંડમાંથી બનાવવામાં આવેલા ચોખઠા, જેની ડિમાન્ડ વિદેશમાં પણ

મહત્વની વાત છે કે સિલ્વર અને મોઝોનાઈટ ડાયમંડરમાંથી 16 દાંતનું ચોખ્ખું બનાવવામાં અંદાજે 1 લાખ રૂપિયાનો ખર્ચ થઈ શકે છે, તો ગોલ્ડ અને લેબગ્રોન ડાયમંડનું ચોખઠું 5 લાખ રૂપિયામાં તૈયાર થાય છે અને નેચરલ તેમજ સોનામાંથી બનાવવામાં આવેલું ચોખઠું 20થી 25 લાખ રૂપિયામાં તૈયાર થતું હોય છે અને આ ચોકઠાનું વજન અંદાજિત 25 ગ્રામથી લઈને 40 ગ્રામ સુધી હોય છે.

આ ચોખઠાની ડિમાન્ડ વિદેશમાં ખૂબ જ છે અને તેના કારણે વિદેશી ગ્રાહકો દાંતનું ચોખઠું બનાવવા માટે પહેલા તો બીબુ મોકલતા હોય છે અને ત્યારબાદ આ બીબાના આધારે તેનો પીઓપી બેઝ તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ ગોલ્ડ કે સિલ્વરમાં આ દાંતનું ચોખઠું તૈયાર કરવામાં આવે છે અને પછી તેના પર ડાયમંડ લગાડી ચોખઠું તૈયાર થાય છે અને ત્યારબાદ અલગ અલગ પેટર્ન પણ તેના પર તૈયાર કરવામાં આવે છે. ઘણા ગ્રાહકો ડાયમંડની જગ્યા પર પોતાનું નામ અથવા તો અન્ય ડ્રોઈંગ પણ કરાવતા હોય છે. ત્યારે હાલ સુરતમાં તૈયાર થતા આ ચોખઠાની ડિમાન્ડમાં પણ ખૂબ વધારો થયો છે.

આ પણ વાંચો:નશેડીઓમાં પેઇન કિલર અને ઊંઘની દવાની નશા માટે ભારે માંગઃ દિલ્હીની ટીમે રેડ પાડી

આ પણ વાંચો:સુરતઃ દુષ્કર્મ કરી યુવતી પાસેથી પૈસા પડાવનાર બેની ધરપકડ

આ પણ વાંચો:ડમી કાંડ તોડ કાંડમાં પરિવર્તીતઃ યુવરાજસિંહના સાળા કાનભાની ધરપકડ

આ પણ વાંચો:ડમી કૌભાંડને દબાવવા માટે ડમી કૌભાંડને ઉજાગર કરનારની જ ધરપકડ – હેમાંગ રાવલ

આ પણ વાંચો:આઠ કલાક લાંબી પૂછપરછ બાદ કથિત તોડકાંડ મામલે યુવરાજસિંહની ધરપકડ, આવતીકાલે કોર્ટમાં રજૂ કરાશે