Covid-19/ એકવાર ફરી દેશમાં કોરોના સંક્રમણનાં કેસ વધ્યા, છેલ્લા 24 કલાકમાં 380 લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા

ભારતમાં છેલ્લા ઘણા દિવસોથી ફરી એકવાર કોરોના સંક્રમણનાં કેસ ઝડપથી વધી રહ્યા છે. કેરળ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને તમિલનાડુ સહિત ઘણા રાજ્યોમાં કોરોનાનાં કેસોમાં તેજી જોવા મળી રહી છે.

Top Stories India
કેસ

ભારતમાં છેલ્લા ઘણા દિવસોથી ફરી એકવાર કોરોના સંક્રમણનાં કેસ ઝડપથી વધી રહ્યા છે. કેરળ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને તમિલનાડુ સહિત ઘણા રાજ્યોમાં કોરોનાનાં કેસોમાં તેજી જોવા મળી રહી છે. દેશમાં કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો કોવિડ રોગચાળાની ત્રીજી લહેરનો સંકેત હોઈ શકે છે. સોમવારનાં આંકડાઓની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 42,909 નવા કેસ નોંધાયા છે. જોકે રવિવારની સરખામણીમાં આ આંકડો ઘટ્યો છે. આ સતત પાંચમો દિવસ છે જ્યારે કોરોના કેસની સંખ્યા 40 હજારથી ઉપર નોંધાઇ છે.

આ પણ વાંચો – બાળપણને કોરોનાનું ગ્રહણ / મહારાષ્ટ્રમાં કોરોનાની ત્રીજી લહેરનું જોખમ, ચિલ્ડ્રન હોમના 18 બાળકો મળ્યા સંક્રમિત

દેશમાં કોરોનાનો ખતરો હજુ યથાવત છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા તાજેતરનાં આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાનાં 42,909 નવા કેસ નોંધાયા છે, જ્યારે 34,763 લોકો ઠીક થઈ ગયા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. વળી, છેલ્લા 24 કલાકમાં 380 લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા છે. જે બાદ દેશમાં કોરોનાથી મૃત્યુઆંક 4,38,210 પર પહોંચી ગયો છે. દેશમાં કોરોનાનાં સક્રિય કેસોની સંખ્યા વધીને 3,76,324 થઈ ગઈ છે અને અત્યાર સુધીમાં કુલ 3,19,23,405 લોકો ઠીક થઈ ગયા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. કોરોનાનો સૌથી મોટો ખતરો કેરળમાં છે, જ્યાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 29,836 નવા કેસ નોંધાયા છે, જ્યારે કોરોનાને કારણે 75 લોકોનાં મોત થયા છે. વળી, દેશમાં કોરોના રસીકરણનું અભિયાન ખૂબ ઝડપથી ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં 63.43 કરોડ કોરોના વેક્સિનની ડોઝ આપવામાં આવી છે.

આ પણ વાંચો – Tokyo Paralympics / બ્રોન્ઝ મેડલ જીતનાર વિનોદ કુમારનું હોલ્ડ પર મુકાયુ Result, જાણો શું છે કારણ

કોરોનાનાં મોટાભાગનાં કેસ દક્ષિણ ભારતમાં આવી રહ્યા છે. એક તરફ જ્યાં કેરળમાં 29,836 નવા કેસ સામે આવ્યા છે, તો બીજી તરફ આંધ્રપ્રદેશમાં 1557, તમિલનાડુમાં 1538, કર્ણાટકમાં 1262 નવા કેસ સામે આવ્યા છે, વળી મહારાષ્ટ્રમાં 4666 નવા કેસ નોંધાયા છે. દેશમાં નોંધાયેલા કુલ નવા કોરોના કેસમાંથી 90 ટકા કેસ આ પાંચ રાજ્યોમાંથી સામે આવ્યા છે. જ્યારે કેરળમાંથી 69.53 કેસ આવ્યા છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 131 અને કેરળમાં 75 લોકોનાં મોત થયા છે. દેશમાં કોરોનામાંથી રિકવરી રેટની વાત કરીએ તો તે 97.51 ટકા છે. છેલ્લા ચાર દિવસથી કેરળમાં 30 હજારથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે, જ્યારે રવિવારે 29,836 નવા કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કોરોના સંક્રમિતોનાં કુલ 40,07,408 કેસ નોંધાયા છે જ્યારે 20,541 લોકોનાં મોત થયા છે.