કોરોના અપડેટ/ ગુજરાતમાં કોરોનાના કેસમાં ભારે ઉછાળો,નવા 717 કેસ,અમદાવાદના 4 વિસ્તાર માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર

દેશ સહિત રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે તે ચિંતાજનક બાબત છે. ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટી નીકળ્યો છે. ગુજરાતમાં કોરોનાના નવા 717 કેસ નોંધાયા છે

Top Stories Gujarat
3 18 ગુજરાતમાં કોરોનાના કેસમાં ભારે ઉછાળો,નવા 717 કેસ,અમદાવાદના 4 વિસ્તાર માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર
  • ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટ્યો
  • ગુજરાતમાં કોરોનાના 717 નવા કેસ નોંધાયા
  • અમદાવાદમાં સૌથી વધુ 309 કેસ નોંધાયા
  • અમદાવાદમાં ફરી માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન થયા સક્રિય
  • અમદાવાદમાં નવા 4 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી
  • સરખેજ, બોપલ, રાણીપ, નવરંગપુરામાં માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન
  • કોરોનાના કેસો વધતા કોર્પોરેશને શરૂ કરી કામગીરી

દેશ સહિત રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે તે ચિંતાજનક બાબત છે. ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટી નીકળ્યો છે. ગુજરાતમાં કોરોનાના નવા 717 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 562 દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કોરોનાને કુલ 12,21,244 દર્દીઓએ માત પણ આપી છે. જો કે સતત વધી રહેલા કેસના કારણે રિકવરી રેટ ઘટીને 98.80 ટકાએ પહોંચી ચુક્યો છે. જો કે રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 71,478 નાગરિકોને રસીના કુલ ડોઝ આપવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે જેના લીધે સરકાર એલર્ થઇ ગઇ છે, અને રસીકરણ પર ભાર મુખી રહી છે.રાજ્યમાં આજે 717 કેસ કોરોનાના નોંદાયા છે,જેમાં મેટ્રો સીટી અમદાવાદમાં  સૈાથી વધુ કેસ 309 નોંધાયા છે,શહેરમાં કેસ વધતા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન પણ સક્રીય થયા છે. અમદાવાદના 4 વિસ્તાર માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન આવ્યા છે. જેમાં સરખેજ,ભોપલ,રાણીપ, અને નવરંગપુરાનો સમાવેશ થાય છે.