Not Set/ રાજકોટમાં આજે ફરી એક વખત કોરોનાના મૃત્યુઆંકમાં વધારો : 24 કલાકમાં 76 દર્દીઓના મોત, બપોર સુધીમાં નવા કેસ 251

કોરોનાએ રંગીલા રાજકોટવાસીઓના રંગમાં ભંગ પાડી દીધો છે. આજે હનુમાન જયંતીના તહેવારની પણ સાદગી પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. મંદિરો ઉપરાંત વિવિધ સંસ્થાઓ દ્વારામોટા પાયે યોજવામાં આવતા સમુહ ભોજન, તેમજ બટુક ભોજન

Top Stories Gujarat
rajkot 27 apr રાજકોટમાં આજે ફરી એક વખત કોરોનાના મૃત્યુઆંકમાં વધારો : 24 કલાકમાં 76 દર્દીઓના મોત, બપોર સુધીમાં નવા કેસ 251

કોરોનાએ રંગીલા રાજકોટવાસીઓના રંગમાં ભંગ પાડી દીધો છે. આજે હનુમાન જયંતીના તહેવારની પણ સાદગી પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. મંદિરો ઉપરાંત વિવિધ સંસ્થાઓ દ્વારામોટા પાયે યોજવામાં આવતા સમુહ ભોજન, તેમજ બટુક ભોજન બંધ રાખવામાં આવ્યા છે.24 કલાકમાં વધુ 76 દર્દીએ દમ તોડતા આરોગ્ય વિભાગમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં આજે બપોર સુધીમાં નવા 251 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 31733 પર પહોંચી છે. તેમજ અલગ અલગ હોસ્પિટલમાં 4804 દર્દી સારવાર હેઠળ છે. ગઇકાલે સોમવારે 719 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.

Vaccine lagwao sona le jao': Freebies for people in Gujarat's Rajkot for  getting COVID shot | India News | Zee News

તા. 26/04/2021 ના કોરોનાના કુલ પોઝિટિવ કેસ 546

કુલ ટેસ્ટ :- 9412
કુલ પોઝિટિવ :- 546

પોઝિટીવ રેઈટ :- 5.80 %
કુલ ડીસ્ચાર્જ :- 719

 આજે  બપોરે 12:00 વાગ્યા સુધીમાં કુલ પોઝિટિવ કેસ :- 251

કુલ પોઝિટિવ કેસ :- 31733
કુલ ડિસ્ચાર્જ : 26505
રિકવરી રેઈટ : 84.19 %
આજ સુધીમાં કુલ ટેસ્ટ :- 962130
પોઝિટિવિટી રેઈટ :- 3.27 %

માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમ ભંગ બદલ બે દિવસમાં 12 વ્યવસાયિક એકમો સાત (7) દિવસ માટે સીલ 

તા. 26 ના રોજ બપોર સુધીમાં ચેકિંગ દરમ્યાન જે વેપારી માસ્ક પહેર્યા વગરના ગ્રાહકોને માલ સમાન વેચતા હતા અને પોતે પણ માસ્ક નહોતું પહેર્યું તેમજ સોશિયલ ડિસ્ટન્સ ન જાળવ્યું હોય તેવા ચા-પાનની હોટેલો સહીત કુલ 12 વ્યવસાયિક એકમો સાત (7) દિવસ સુધી સીલ કરી દેવામાં આવ્યા છે. આ કામગીરી રાજકોટ મહાનગરપાલિકા અને શહેર પોલીસની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

rmc seal 27apr રાજકોટમાં આજે ફરી એક વખત કોરોનાના મૃત્યુઆંકમાં વધારો : 24 કલાકમાં 76 દર્દીઓના મોત, બપોર સુધીમાં નવા કેસ 251

 રાજકોટ એસટી ડિવિઝનના 9 ડેપોના 150થી વધારે ડ્રાઈવર-કંડકટરને કોરોના, આજે વધારે 250 થી 530 રદ

રાજકોટ એસટી ડિવિઝનની આવકને કારણે માઠી અસર પડી રહી છે. એસટીની આવક દિવસે અને દિવસે વકરતી જાય છે. એક તરફ પૂરું આ એ કાળો કહેર વર્તાવ્યો છે ત્યારે બીજી તરફ એસટી ડિવિઝનને આવકનો બેવડો માર પડી રહ્યો છે.સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજકોટ ડેપો સહિત ડિવિઝનના 9 ડેપોના 150થી વધારે ડ્રાઈવર-કંડકટરનો છેલ્લા ત્રણ દિવસમાં કોરોના રિપોર્ટ પોઝિટિવ હોવાનું જાહેર થયું છે જેના કારણે હાહાકાર મચી ગયો છે. હાલ તમામને હોમ કવોરેનટાઈન કરી દેવામાં આવ્યા છે. એટલું જ નહીં રોજ બરોજ આવતા મુસાફરોમાં માંડ 20 થી 30 ટકા મુસાફરી કરતા નજરે પડી રહ્યા છે.આજે વધારે 250 થી 530 રદ કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે. તેમજ ડિવિઝનની દૈનિક આવક 42 થી 45 લાખની હતી તે હવે માંડ 12 લાખની રહી છે. લોકો કોરોના ભયના કારણે બહારની મુસાફરી કરવાનું ટાળી રહ્યા છે હજુ પણ વધારે બસો રદ થવાની સંભાવના જોવામાં આવી રહી છે.

116 કરોડના ખર્ચે તૈયાર કરાયેલ રાજકોટનું નવું ST બસ સ્ટેન્ડ લોકો માટે આજથી  ખુલ્યું | rajkot new st bus stand open today

હોસ્પિટલમાં સ્વજનોની લાશો મેળવવા કતારો બાદ હવે મરણના દાખલા કઢાવવામાં લાંબી પણ કતારો

સમગ્ર રાજ્ય સહિત રાજકોટ શહેરમાં કોરોના વાઇરસ નો બીજો તબક્કો ખુબ જ ખતરનાક નીવડી રહ્યો છે. દિવસેને દિવસે અનેક લોકો કોરોના સંક્રમણનો ભોગ બની રહ્યા છે. નતો હોસ્પિટલોમાં બેડ મળી રહ્યા છે કે સ્મશાન ગૃહમાં મતદાન એ જગ્યા મળી રહી છે. આવી સ્થિતિમાં લોકો ક્યાં જવું તેવી મૂંઝવણ અનુભવી રહ્યા છે. રાજકોટમાં કોરોનાના કાળા કહેર વચ્ચે રોજિંદા ૫૦થી વધુ લોકો ના કોરોના ના કારણે મૃત્યુ થઈ રહ્યા છે. ત્યારે હવે જે રીતે કોરોના ના દર્દી દાખલ કરવા માટે કતારો જોવા મળી રહી છે, તે જ પ્રકારની લાંબી કતારો મરણનો દાખલો મેળવવા માટે પણ જોવા મળી રહી છે. મહાનગરપાલિકાનો જન્મ મરણ નોંધણી વિભાગ સતત વ્યસ્ત જોવા મળી રહ્યો છે.

Rajkot Corona Death Sandesh રાજકોટમાં આજે ફરી એક વખત કોરોનાના મૃત્યુઆંકમાં વધારો : 24 કલાકમાં 76 દર્દીઓના મોત, બપોર સુધીમાં નવા કેસ 251

આજથી સંભવતઃ ખાનગી હોસ્પિટલોને ઓક્સિજન મેળવવા માટે પરમીટ પ્રથાનો થશે પ્રારંભ

રાજકોટમાં ઓક્સિજનની સ્થિતિ ધીમે ધીમે સુધરી રહી છે.ગઈકાલે સાંજ બાદ ઓક્સિજન આવવામાં વિલંબ થતાં અધિકારીઓને ના શ્વાસ અઘ્ધર ચડી ગયા હતા પરંતુ બાદમાં મોડી રાત સુધી ત્રણ થી ચાર ટેન્કર આવી ગયા હતા. જેના કારણે પરિસ્થિતિ થાળે પડી હતી.દરમિયાન શાપર-વેરાવળમાં હોમ આઇસોલેશનના દર્દીઓને જયદીપ ઉપરાંત કાર્યમાંથી પણ ઓક્સિજનના બાટલા રિફિલિંગ કરવા માટે મળે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.જિલ્લા કલેકટર રેમ્યા મોહન દ્વારા ઓક્સિજન નો બીજો કંટ્રોલરૂમ સિવિલ ખાતે શરૂ કરી કંટ્રોલરૂમને સીધો રિલાયન્સ સાથે જોડી દેવામાં આવ્યો છે.આ ઉપરાંત કલેક્ટરે પોતાના 5-6કર્મચારી અધિકારીને આજથી રાઉન્ડ ધ ક્લોક રિલાયન્સના ઓક્સિજન પ્લાન્ટ માં બેસાડી દીધા છે. વેટના અધિકારી ગોલાણી સહિત ત્રણ શિક્ષક અને આઇટીઆઇના 2 ઇન્સપેક્ટર ને મોકલવામાં આવ્યા છે, તેઓ અહીંનો ચાર્જ સંભાળ્યો છે.રિલાયન્સ માંથી જેવું ટેન્કર નીકળશે એટલે તુરંત જ સિવિલમાં જાણ કરી દેવામાં આવશે બંને કંટ્રોલરૂમ એકબીજા સાથે સંકલન કરી અને ઓક્સિજનની વ્યવસ્થા પૂરી પાડશે.આ ઉપરાંત આજે સવારથી જ ઓક્સિજનના બે ટેન્કર આવી ગયા છે અને બપોરે ચાર સુધીમાં વધારે ચાર ટેન્કર આવી જશે.આ ઉપરાંત કલેકટર તંત્ર એક મહત્વનો નિર્ણય રાજકોટ અને જિલ્લાની તમામ ખાનગી હોસ્પિટલ ને હવે ઓક્સિજનનો જથ્થો પૂરો પાડવા માટે પરમીટ તથા સંભવતઃ આજથી અમલમાં મુકવામાં આવશે. અમુક તબીબો દ્વારા ખોટી રીતે ઓક્સિજન મેળવ્યાનો ગઈકાલે તંત્ર સામે આવ્યો હતો જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી દરેક યોગ્ય જરૂરિયાતવાળાને ઓક્સિજન સમયસર મળી જાય અને કોઈ અંગતનો જીવનદીપ બુઝાઈ ન જાય તે બાબતને ધ્યાનમાં રાખવામાં આવી છે.

A 312 રાજકોટમાં આજે ફરી એક વખત કોરોનાના મૃત્યુઆંકમાં વધારો : 24 કલાકમાં 76 દર્દીઓના મોત, બપોર સુધીમાં નવા કેસ 251

રાજકોટ શહેર કોંગ્રેસના ઉપવાસ, અટકાયત

રાજકોટમાં કોરોનાના દર્દીને ઓક્સિજન બેડની અછતને કારણે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા વોર્ડ વાઇઝ કંટ્રોલરૂમ શરૂ કરવાને લઇને ચૌધરી હાઇસ્કૂલના ગ્રાઉન્ડમાં ઉપવાસ પર બેઠા હતા. આ અંગે કોંગ્રેસ જણાવ્યું હતું કે, જો ભાજપ વોર્ડ વાઇઝ કાર્યાલય કરી શકે તો એક કંટ્રોલરૂમ કેમ ન ખોલી શકે. જોકે કલેક્ટરની ગાડીને રોકી રજુઆત કરે તે પહેલા પોલીસે તમામની અટકાયત કરી લીધી હતી.

દાણાપીઠ, માર્કેટયાર્ડ ટ્રાન્સપોર્ટ તેમજ સોની બજાર સ્વૈચ્છિક બંધ

1.રાજકોટમાં  દાણાપીઠના વેપારીઓએ હવે લોકડાઉન લંબાવ્યું છે, આગામી 2 મે રવિવાર સુધી આ બજાર રોજ બપોરે 3 પછી બંધ રાખવા નિર્ણય કર્યો છે. દાણાપીઠ વેપારી એસોસિએશનના આગેવાનના જણાવ્યા મુજબ કોરોનાના કેસ હજુ પણ વધી રહ્યાં છે અને અમારો વેપાર-ધંધો ખાદ્યચીજોનો છે. છતાં પણ અમે સંક્રમણ અટકાવવા માટે આ નિર્ણય લીધો છે. સરકાર તમામ માટે થોડા દિવસનું લોકડાઉન આપે તો પણ તેમની સહમતિ છે. તેમજ જૂનું માર્કેટ યાર્ડ આજે બંધ રાખવામાં આવ્યું છે.

2.માર્કેટ યાર્ડ કે જ્યાં રોજ ટન બંધ માલ આવતો હોય છે અને રોજ પાંચથી સાત હજાર લોકોની અવર-જવર રહેતી હોય છે. 500 જેટલી દુકાનો છે તે પણ કોરોના સંક્રમણ ફેલાય નહીં માટે અગાઉ કરેલા નિર્ણય મુજબ આજના દિવસે સંપૂર્ણપણે બંધ રહેશે.ગત રવિવારે પણ જૂનું માર્કેટ યાર્ડ બંધ રહ્યું હતું અને નવી જાહેરાત ન થાય ત્યાં સુધી દર રવિવારે યાર્ડ સંપૂર્ણ બંધ પાડવા નિર્ણય લેવાયો છે.

3.સોમવારથી ત્રણ દિવસ રાજકોટના તમામ આશરે 700 જેટલા ટ્રાન્સપોર્ટર બંધ પાળશે અને રાજકોટ સહિત સૌરાષ્ટ્ર તથા બીજા રાજ્યોમાં રોજનું આશરે 35,000થી 40000 ટન માલનું પરિવહન પણ અટકાવી દેવાશે.કોરોનાના વધતા કેસને લઇને રાજકોટ ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા ત્રણ દિવસ બુંકિગ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.  સોમ મંગળ અને બુધવારે બુકિંગ બંધ રાખ્યું છે. બંધમાં અનાજ કરિયાણું અને જીવન જરૂરી વસ્તુઓનું ટ્રાન્સપોર્ટ ચાલુ રહેશે.

4.રાજકોટમાં સોની બજારમાં તારીખ 2 મે સુધી લોકડાઉન લંબાવવા માટે ગોલ્ડ ડીલર્સ એસોસિયેશનનો નિર્ણય કરવામાં આવ્યો છે. સોની બજારના તમામ સભ્યોની ઓએ આ નિર્ણયને આવકાર્યો છે. જે અન્વયે જૂની સોની બજાર તેમજ પેલેસ રોડ પર આવેલી તમામ સોનીની દુકાનો સ્વૈચ્છિક બંધ પાળશે.એવું સોની બજારના ગોલ્ડ ડીલર્સ એસોસિયેશનના ભાયાભાઈ સાહોલિયાએ જણાવ્યું હતું.

Untitled 44 રાજકોટમાં આજે ફરી એક વખત કોરોનાના મૃત્યુઆંકમાં વધારો : 24 કલાકમાં 76 દર્દીઓના મોત, બપોર સુધીમાં નવા કેસ 251