Festival/ પતંગ બજારમાં કોરોનાની અસર, વેચાણ વધારવા વેપારીઓએ અપનાવી આ યુક્તિ

કોરોનાની મહામારીએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે, જેના કારણે આ વર્ષે કોઈપણ તહેવાર લોકો ઉજવી શક્યા નથી, કારણકે કોરોનાની મહામારીનાં પગલે તમામ તહેવારો પર સરકાર દ્વારા અલગ-અલગ નિયમો લાગુ પાડવામાં આવ્યા હતા…..

Ahmedabad Gujarat
Himmat Thakkar 29 પતંગ બજારમાં કોરોનાની અસર, વેચાણ વધારવા વેપારીઓએ અપનાવી આ યુક્તિ

@બ્રિન્દા રાવલ, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

કોરોનાની મહામારીએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે, જેના કારણે આ વર્ષે કોઈપણ તહેવાર લોકો ઉજવી શક્યા નથી, કારણકે કોરોનાની મહામારીનાં પગલે તમામ તહેવારો પર સરકાર દ્વારા અલગ-અલગ નિયમો લાગુ પાડવામાં આવ્યા હતા. ત્યારે હવે વર્ષ 2020 નાં અંતે લોકોમાં એક આશા છે કે આવનારું નવું વર્ષ લોકો માટે સારું નીવડે.

Himmat Thakkar 30 પતંગ બજારમાં કોરોનાની અસર, વેચાણ વધારવા વેપારીઓએ અપનાવી આ યુક્તિ

આ વર્ષે તમામ ધંધા-રોજગાર ઉપર વેપારીઓને ખૂબ જ મોટી અસર પડી છે, ત્યારે આવતા વર્ષનાં પ્રથમ મહિનામાં આવતો મકરસંક્રાંતિનો તહેવારમાં વેપારીઓને એક આશા છે કે, આવનારા નવા વર્ષનો આ પહેલો તહેવાર વેપારીઓ માટે તેમજ તમામ લોકો માટે સારો નીવડશે. જો કે દર વર્ષ કરતા આ વર્ષે પતંગ બજારોમાં ક્યાંકને ક્યાંક કોરોનાની અસર જોવા મળી રહી છે. જેના કારણે 50 ટકા જેટલું પતંગોનું ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે. કોરોનાનાં મેસેજ સાથેનાં પતંગો બજારમાં લોકો માટે બનાવવામાં આવે છે કે જેથી કરીને કોવિડ ગાઇડલાઇનનાં મેસેજમાં પતંગો લોકો ખરીદે અને કોરોનાની મહામારીથી બચે.

Himmat Thakkar 31 પતંગ બજારમાં કોરોનાની અસર, વેચાણ વધારવા વેપારીઓએ અપનાવી આ યુક્તિ

ઉલ્લેખનીય છે કે, આજે જ્યારે સમગ્ર વિશ્વમાં કોરોનાનાં કેસ વધી રહ્યા છે, ત્યારે ભારતમાં તેનાથી વિપરીત કોરોનાનાં કેસ ઘટી રહ્યા છે. ત્યારે આ વેપારીઓ પણ હવે એવી આશા રાખી રહ્યા છે કે આવનારા સમયમાં કોરોનાનાં કેસ હજુ ઓછા થશે અને ધંધા-રોજગાર પહેલાની જેમ ધમધમી ઉઠશે.

આ તારીખમાં યોજાઇ શકે છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી

વાપી સલવાવ નજીક ભંગારનાં ગોડાઉનમાં લાગી ભીષણ આગ

રાજ્યનાં આ શહેરમાં બનશે વિશ્વનું સૌથી મોટુ પ્રાણી સંગ્રહાલય

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો