Not Set/ કોરોના ઈફેક્ટ/ ઊંઝા માર્કેટયાર્ડમાં નિકાસમાં મંદી, જીરાના ભાવમાં કડાકો

ભારત ના પડોશી દેશ ચીન માં કોરોના વાઇરસ ફાટી નીકળતાં ચીનથી એગ્રિ, ફૂડ સહીત ના ઉત્પાદનોની આયાત અને નિકાશ માં માઠી અસર દેખાઈ રહી છે. બંદરો પર ભારતે સાવચેતી રાખવી પડી રહી છે તો ચીન નું બજાર સંપૂર્ણ બંધ રહેતા છેલ્લા કેટલાક સમયથી આયાત-નિકાસ સોદાઓમાં માલની માંગ સાવ ઠપ થવાથી તેની અસર હવે ઉત્તર ગુજરાત […]

Gujarat Others
cm 5 કોરોના ઈફેક્ટ/ ઊંઝા માર્કેટયાર્ડમાં નિકાસમાં મંદી, જીરાના ભાવમાં કડાકો

ભારત ના પડોશી દેશ ચીન માં કોરોના વાઇરસ ફાટી નીકળતાં ચીનથી એગ્રિ, ફૂડ સહીત ના ઉત્પાદનોની આયાત અને નિકાશ માં માઠી અસર દેખાઈ રહી છે. બંદરો પર ભારતે સાવચેતી રાખવી પડી રહી છે તો ચીન નું બજાર સંપૂર્ણ બંધ રહેતા છેલ્લા કેટલાક સમયથી આયાત-નિકાસ સોદાઓમાં માલની માંગ સાવ ઠપ થવાથી તેની અસર હવે ઉત્તર ગુજરાત ના ઉંજાં માર્કેટ માં  જોવા મળી રહી છે.

Image result for ઊંઝા માર્કેટ યાર્ડ

વાર્ષિક 50 હજાર ટન જીરું ઊંઝાથી ચીન મોકલવામાં આવે છે. જે માંગની હાલમાં મંદી દેખાતા જીરા ના ભાવમાં એક કિલો એ 30 થી 40 રૂપિયા ની ઘટ વેપારીઓ ને વેઠવી પડી રહી છે. જ્યારે હજુ પણ ચીનનુંમ બજાર  નહીં ખુલે તો આવનારા સમયમાં વેપારીઓ સહીત એક્સપોર્ટર અને ખેડૂત ને સીધો માર પડશે અને મંદી માં વધુ એક ફટકા ના એધાણ છે.

હાલમાં ઊંઝાના બજારમાં એક્સપોર્ટની ઘરાકી મંદીમાં આવી ગઈ છે,  જેનું સીધું કારણ ચીનની મહામારી એવી જીવલેણ કોરોના વાઇરસ છે.  ઝડપી ગતિએ ફેલાઈ રહેલા કોરોના વાયરસ ને પગલે હાલમાં ચીનના બજારો  બંધ છે.  સાથે બેંકો પણ બંધ હોવાથી કૃષિ સહીત ખાદ્ય પદાર્થો ની નિકાશ જે ભારત કરતું હતું, તે હાલમાં માંગ ન હોવાથી મંદીમાં આવી ગઈ છે. જેમાં ઊંઝાનું જીરું પણ સામેલ છે દરિયાઈ માર્ગે કે પછી પ્લેન મારફતે ઉત્પાદનો ચીન ખાતે મોકલવામાં આવતા હતા જેમાં ચીન ભારત અને ખાસ કરી ને ઊંઝાથી જીરાનો મુખ્ય વેપાર હતા.

Image result for ઊંઝા માર્કેટ યાર્ડ

ભારત અને ચીન વચ્ચેનો દ્વિપક્ષીય વેપારમાં પણ હાલ માઠી અસર જોવાઈ રહી છે.  જીરા સહીત ખાધની માંગ ઘટી રહી છે સામે પક્ષે ચીનના બજારો બંધ હોવા થી અને લોકો વાયરસની અસર માં ન આવી જાય તે માટે ઘરમાં પુરાઈ ને બેઠા છે તેવામાં જીરામાં તેજી સામે મંદી નો માહોલ જોવાઈ રહ્યો છે હાલ માં નવા માલ ની આવક ઊંઝા માં થવા ગઈ છે પરંતુ હાલ માં જે ભાવ હતો તેમાં 30 રૂપિયાથી 40 રૂપિયા નો કિલો એ ઘટાડો નોંધાયો છે.

Image result for ઊંઝા માર્કેટ યાર્ડ

કોરોના વાઇરસના કારણે નિકાસ સપ્તાહથી સાવ ઠપ થઈ છે જેના કારણે મોટા ભાગની કોમોડિટીમાં ભાવ ૫ ટકા સુધી ઘટી ગયા છે જેમાં જીરા નો પણ સમાવેશ થવા ગયો છે.  નિકાસ માટેની સરકાર દ્વારા પ્રતિકૂળ નીતિ, વૈશ્વિક માગનો અભાવ અને સ્થાનિકમાં ભાવ ઊંચા રહેતા નિકાસમાં મોટો ઘટાડો આવ્યો છે. વૈશ્વિક બજારોની તુલનાએ સ્થાનિકમાં અનાજ, રૂ-ખાદ્યતેલો, મસાલા, ખાંડ તથા રૂના ઊંચા ભાવના કારણે નિકાસ ઘટી છે સામે પક્ષે કરન્સી માર્કેટમાં ડોલરનો મજબૂત સપોર્ટ છે જે જોતા આ વાયરસ ના પગલે જીરા સહીત તેલ કપાસ સહીતમાં તેની સીધી અસર આવનારા સમય માં ભારત માં મંદી માં આવી જાય તો નવાઈ નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.