સલાહ/ કોરોના મહામારીથી ભારત દેશ બરબાદ થયો, કોરોના ફેલાવવા માટે જવાબદાર ડ્રેગનને મદદ માટે હાકલ કરતા ટ્રમ્પ

કોરોનાવાયરસ મામલે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ખૂલીને ભારતને ટેકો જાહેર કર્યો છે. અત્યાર સુધી અમેરિકાના શાસનમાં વર્તમાન રાષ્ટ્રપતિ જો બિડેનનું ભારતીય માટે સકારાત્મક વલણ જોવા મળ્યું છે

Top Stories World
trump કોરોના મહામારીથી ભારત દેશ બરબાદ થયો, કોરોના ફેલાવવા માટે જવાબદાર ડ્રેગનને મદદ માટે હાકલ કરતા ટ્રમ્પ

કોરોનાવાયરસ મામલે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ખૂલીને ભારતને ટેકો જાહેર કર્યો છે. અત્યાર સુધી અમેરિકાના શાસનમાં વર્તમાન રાષ્ટ્રપતિ જો બિડેનનું ભારતીય માટે સકારાત્મક વલણ જોવા મળ્યું છે, ત્યારે હવે પૂર્વ રાષ્ટ્રપતિ પણ ડ્રેગનને દબાવવા માટે ગગર્જીને નિવેદન આપતા નજરે પડ્યા હતા.”કોરોના મહામારી એ ભારત દેશને બરબાદ કરી દીધો છે તેમજ અને અમેરિકાને પણ ભારે નુકસાન થયું છે. અમેરિકાને થયેલા જાન અને સંપત્તિના નુકસાનની ભરપાઇ કરવા માટે, ચીને તેને દસ ટ્રિલિયન ડોલર (લગભગ 75 લાખ કરોડ રૂપિયા) આપવી જોઈએ, કારણ કે વિશ્વમાં કોરોના વાયરસ ફેલાવવા માટે ચીન જવાબદાર છે.” અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફોક્સ ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં આ વાત કરી હતી.

ટ્રમ્પે કહ્યું, ચીને આખી દુનિયાને વળતર આપવું જોઈએ. હવે તે જોવાનું રહ્યું કે તે કેટલા પૈસા ચૂકવી શકે છે. કારણ કે વાસ્તવિકતામાં નુકસાન ઘણું વધારે છે. બધા દેશો સંપૂર્ણ બરબાદ થઈ ગયા છે. ટ્રમ્પે કોરોના વાયરસને ચાઇના વાયરસ અને વુહાન વાયરસ કહ્યા  હતા. ટ્રમ્પે કહ્યું, કોવિડથી અમેરિકાને મોટું નુકસાન થયું છે.ભારતનો ઉલ્લેખ કરતા પૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યું કે, પહેલા ત્યાં કોઈ રોગને લીધે આટલા બધા મૃત્યુ ક્યારેય થયા નથી. અત્યારે ભારતમાં શું થઈ રહ્યું છે તે જુઓ. ભારતમાં લોકોને એમ કહેવાની ટેવ છે કે તેઓ કેટલું સારું કરી રહ્યા છે. પરંતુ વાસ્તવિકતામાં દેશ બરબાદ થઈ ગયો છે. હકીકતમાં દરેક દેશ કોરોના વાયરસને કારણે બરબાદ થઈ ગયો છે. હવે ચીને આ તમામ દેશોની મદદ કરવી જોઈએ.

ચીને માંગને નકારી કાઢી હતી

જો કે, ચીને આ માંગને નકારી કાઢતાં કહ્યું કે જવાબદારી તે નેતાઓની છે જે લોકોના જીવન અને આરોગ્યની અવગણના કરે છે. ટ્રમ્પના નિવેદન પર ટિપ્પણી કરતાં ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને કહ્યું કે ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન કોરોનાના 24 કરોડથી વધુ કેસ હતા. મૃત્યુઆંક 4,10,000 થી વધુ હતો. વાંગે કહ્યું કે ટ્રમ્પે વારંવાર તથ્યોની અવગણના કરી અને મહામારી સાથેના વ્યવહારમાં નિષ્ફળતા માટે પોતાની જવાબદારી નિભાવવાનો પ્રયાસ કર્યો છે.

majboor str 18 કોરોના મહામારીથી ભારત દેશ બરબાદ થયો, કોરોના ફેલાવવા માટે જવાબદાર ડ્રેગનને મદદ માટે હાકલ કરતા ટ્રમ્પ