- હવે કોરોનાથી ફેફસાને નહિ થાય નુકશાન
- ભારતીય મૂળના ડોકટરે શોધ્યો કોરોનાનો ઈલાજ
- ભારતમાં જન્મી છે ડો તિરુમલા દેવી કનનેગતિ
- ટેનેસીની સેન્ટ જ્યુડ ચિલ્ડ્રન રિસર્ચ હોસ્પિટલમાં કાર્યરત
- અભ્યાસ જર્નલ સેલ ઓનલાઇન સંસ્કરણમાં પ્રકાશિત કર્યો
- ઉંદર પર પરિક્ષણી સંશોધનમાં સામે આવ્યું
- કોરોના થવા પર કોશિકાઓમાં સોજા આવે છે
- અંગોને બેકાર થવાનો સબંધ હાઇપરઇન્ફ્લેમેટરી સાથે
- તેનાથી જ કોરોનાનાં કારણે મોત થાય છે
યાદ છે ને કોરોનાનાં કારણે ફેફસાની શું હાલત થઇ જાય છે તેની તસવીરો સામે આવી હતી. ચાલો ફરી એક વખત યાદ અપાવી દઇએ કે, જ્યારે રાજકોટમાં કોરોનાનાં કારણે મરણજનાર એક દર્દીનું પોસ્ટમર્ટમ કરવામાં આવ્યું ત્યારે સામે આવ્યું હતું કે કોરોનાનાં કારણે ફેફસા પથ્થર જોવા થઇ જાય છે. આવ્યુ યાદ… તો હવે કોરોનાથી ફેફસાને નુકશાન નહિ થાય.
જી હા, હવે કોરોનાથી ફેફસાને નુકશાન નહિ થાય. ભારતીય મૂળના ડોકટરે કોરોના વાયરસનો ઈલાજ શોધ્યો છે. મૂળ રીતે ભારતમાં જન્મેલા અને હાલમાં ટેનેસીની સેન્ટ જ્યુડ ચિલ્ડ્રન રિસર્ચ હોસ્પિટલમાં કાર્યરત એવા ડો, તિરુમલા દેવી કનનેગતિએ આ સબંધિત એક અભ્યાસ જર્નલ સેલ ઓનલાઇન સંસ્કરણમાં પ્રકાશિત કર્યો છે.
ડો, તિરુમલા દેવી કનનેગતિ દ્વારા પોતાનાં સંશોધનમાં ઉંદરો પર પ્રાથમિક પરિક્ષણો કરાવામાં આવ્યા હતા. અને આ પરિક્ષણોમાં સામે આવ્યું કે, જી હા…ઉંદર પર સંશોધનમાં જાણાયું કે, કોરોના થવા નાં કારણે કોશિકાઓમાં સોજા એટલે કોશિકાઓ ફુલી જાય છે. કોશિકાઓમાં સોજા આવી જવાનાં કારણે તે અંગોને બેકાર બનાવી દે છે. બીલકુલ અંગોને બેકાર બનાવવાનો સબંધ હાઇપરઇન્ફ્લેમેટરી પ્રતિરોધ સાથે છે અને જેનાથી મોત પણ થાય છે.
ડો, તિરુમલા દેવી કનનેગતિ દ્વારા કરવામાં આવેલા આ સંશોધનનાં કારણે કોરોના સામેની જંગમાં અનેક દર્દીઓને ફાયદો થશે અને તેના જીવ પણ બચી શકશે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
