Not Set/ ગુજરાતમાં કોરોના વિસ્ફોટ,કોરોનાના નવા 111 કેસ,રિકવરી રેટમાં ઘટાડો

રાજ્યમાં કોરોનાએ રફતાર પકડી છે, ગુજરાતમાં કોરોના વિસ્ફોટ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. કોરોનાના 100થી વધુ કેસ નોંધાયા છે. જે ચિંતાનો વિષય  છે.

Top Stories Gujarat
8 11 ગુજરાતમાં કોરોના વિસ્ફોટ,કોરોનાના નવા 111 કેસ,રિકવરી રેટમાં ઘટાડો
  • રાજ્યમાં કોરોનાના કેસમાં બ્લાસ્ટ
  • રાજ્યમાં કોરોનાના કેસ 100ને પાર
  • રાજ્યમાં કોરોનાના 111 કેસ નોંધાયા
  • રાજ્યમાં આજે 29 દર્દીઓ થયા ડિસ્ચાર્જ
  • અમદાવાદમાં કોરોનાના 48 કેસ નોંધાયા
  • વડોદરામાં કોરોનાના 25 કેસ નોંધાયા
  • સુરતમાં કોરોનાના 8 કેસ નોંધાયા
  • રાજકોટમાં કોરોનાના 7 કેસ નોંધાયા
  • ગાંધીનગરમાં કોરોનાના 5 કેસ નોંધાયા
  • વલસાડમાં કોરોનાના 5 કેસ નોંધાયા
  • અમદાવાદ ગ્રામ્યમાં કોરોનાના 2 કેસ નોંધાયા
  • જામનગરમાં કોરોનાના 2 કેસ નોંધાયા
  • રાજકોટ ગ્રામ્યમાં કોરોનાના 2 કેસ નોંધાયા
  • સુરત ગ્રામ્યમાં કોરોનાના 2 કેસ નોંધાયા
  • જામનગર ગ્રામ્યમાં કોરોનાના 1 કેસ નોંધાયા
  • મહેસાણામાં કોરોનાના 1 કેસ નોંધાયા
  • મોરબીમાં કોરોનાના 1 કેસ નોંધાયા

રાજ્યમાં કોરોનાએ રફતાર પકડી છે, ગુજરાતમાં કોરોના વિસ્ફોટ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. કોરોનાના 100થી વધુ કેસ નોંધાયા છે. જે ચિંતાનો વિષય  છે. આજે રાજ્યમાં કોરોનાના 111 કેસ નોંધાયા છે તો બીજી તરફ 29 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 12,14,309 દર્દીઓ કોરોનાને માત આપીને સાજા થયા છે.  રિકવરી રેટ પણ ઘટીને 99.07 ટકાએ પહોંચી ચુક્યો છે.

આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી થયું. નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 48, વડોદરા કોર્પોરેશન 25 તથા સુરત કોર્પોરેશનમાં 8, રાજકોટ કોર્પોરેશન 7, ગાંધીનગર કોર્પોરેશન 5, જામનગર કોર્પોરેશન 2, વલસાડ 5, અમદાવાદ 2, આણંદ 2, રાજકોટ 2, સુરત 2, જામનગર 1 અને મહેસાણામાં 1 કેસ નોંધાયા છે.