World/ જાપાનમાં કોરોનાનો કહેર, 2.5 લાખથી વધુ નવા કેસ નોંધાયા

જાપાનમાં કોવિડ-19ના સાતમી લહેરમાં, છેલ્લા 10 દિવસમાં બીજી વખત, ગુરુવારે સંક્રમણના 2.5 લાખથી વધુ નવા કેસ નોંધાયા છે

Top Stories World
10 23 જાપાનમાં કોરોનાનો કહેર, 2.5 લાખથી વધુ નવા કેસ નોંધાયા

જાપાનમાં કોવિડ-19ના સાતમી લહેરમાં, છેલ્લા 10 દિવસમાં બીજી વખત, ગુરુવારે સંક્રમણના 2.5 લાખથી વધુ નવા કેસ નોંધાયા છે. જાપાનના આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, 10 ઓગસ્ટના રોજ 2,50,403ની સરખામણીમાં આજે કોરોના સંક્રમણના 2,55,534 નવા કેસ નોંધાયા છે. દેશભરમાં આ બીમારીને કારણે અત્યાર સુધીમાં 287 લોકોએ જીવ ગુમાવ્યા છે. દેશની વિવિધ હોસ્પિટલોમાં 610 દર્દીઓ દાખલ છે જેમની હાલત ગંભીર છે.

મંત્રાલયના જણાવ્યા અનુસાર, કોરોના સંક્રમણના રોજિંદા કેસોમાં ઉછાળાને જોતા, હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે, જેના કારણે આરોગ્ય કર્મચારીઓ પર દબાણ વધી ગયું છે.