Not Set/ દેશમાં રાડ પડાવતો કોરોનાનો સેકન્ડ વેવ, છેલ્લાં એક સપ્તાહમાં જ 67% દર્દી વધ્યાં

દેશમાં ફરી એકવાર ચિંતાનો માર્ચ આવી ગયો છે. બરાબર એક વર્ષ પહેલાં જે ચિંતા સતાવતી હતી એ જ ચિંતા ફરી સતાવી રહી છે. દેશમાં કોરોનાનો સેકન્ડ વેવ રાડ પડાવી રહ્યો છે.

India
votting 3 દેશમાં રાડ પડાવતો કોરોનાનો સેકન્ડ વેવ, છેલ્લાં એક સપ્તાહમાં જ 67% દર્દી વધ્યાં

દેશમાં ફરી એકવાર ચિંતાનો માર્ચ આવી ગયો છે. બરાબર એક વર્ષ પહેલાં જે ચિંતા સતાવતી હતી એ જ ચિંતા ફરી સતાવી રહી છે. દેશમાં કોરોનાનો સેકન્ડ વેવ રાડ પડાવી રહ્યો છે.

અડધો લાખ આવી રહ્યાં છે પ્રતિદિન નવા કેસ

કોરોનાથી થતાં મૃત્યુમાં 41 ટકાનો વધારો

દેશમાં છેલ્લાં કેટલાંક દિવસોથી કોરોનાના નવા કેસમાં રોકેટ ગતિએ વધારો થઈ રહ્યો છે. માંડ માંડ નીચે ઉતરી રહેલો ગ્રાફ ફરી પાછો ઉપર ચઢવા લાગ્યો છે. છેલ્લાં એક સપ્તાહનું જ આકલન કરીએ તો છેલ્લાં એક સપ્તાહમાં જ દેશમાં નવા કેસની સંખ્યામાં 67 ટકાનો વધારો થયો છે. જ્યારે કે છેલ્લાં એક સપ્તાહમાં કોરોનાથી મૃત્યુ પામનારાઓની સંખ્યા 41 ટકા જેટલી વધી છે. આ ચોંકાવનારું એટલા માટે છે કે દેશ માંડ માંડ ફરીથી પાટે ચઢી રહ્યો હતો. હવે ફરીથી કેટલાંક નિયંત્રણો લગાવાતા આર્થિક ફટકો પડવાનો છે. સેકન્ડ વેવની બીજી મોટી ચિંતા એ છે કે ફર્સ્ટ વેવમાં મોટા ભાગના દર્દીઓ 60 વર્ષ કે તેથી વધુ વયના હતાં પરંતુ સેકન્ડ વેવમાં તેનાથી ઉલટું નાની ઉંમરના લોકો પણ બિમાર પડી રહ્યાં છે. જેથી યુવાવયના લોકોએ પણ વધુ તકેદારી રાખવાની જરૂર છે.

10 રાજ્યોમાં ઝડપથી વધી રહ્યાં છે કેસ

સૌથી મોટી ચિંતા બેકાબૂ બનેલાં મહારાષ્ટ્રની

માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ જ એકમાત્ર ઉપાય

રસીના આધારે બિન્દાસ્ત બનવું પડી શકે મોંઘુ

મહારાષ્ટ્ર ઉપરાંત દેશમાં કેરળ, તામિલનાડું, કર્ણાટક, પંજાબ, ગુજરાત, છત્તીસગઢ,હરિયાણા, દિલ્હીમાં તેમજ રાજસ્થાનમાં નવા કેસ ઝડપથી વધી રહ્યાં છે. આ 10 રાજ્યોમાં જે રીતે કેસ વધી રહ્યાં છે. તે જોતા આંકડો દૈનિક 1 લાખ સુધી પણ પહોંચે તેવી આશંકા છે. સૌથી મોટી ચિંતા મહારાષ્ટ્રની છે કેમકે રવિવારે અહીં પાનડેમિકની શરૂઆતથી અત્યાર સુધીનો સૌથી મોટો દૈનિક આંકડો નોંધાયો. બીજી તરફ રસી અપાયા પછી બિન્દાસ્ત વર્તન પણ મોંઘુ પડી શકે છે. કેમ કે રસીથી સંપૂર્ણ કવચ બંને ડોઝ અપાયા પછી જ મળે છે. જે હજુ મોટાભાગના લોકોનું બાકી છે. ત્યારે પ્રધાનમંત્રી આપેલા મંત્ર પ્રમાણે ટેસ્ટિંગ અને ટ્રેકિંગ બાદ ટ્રીટમેન્ટથી જ ફરી સુધારા તરફ આગળ વધી શકીશું.