Not Set/ રાજકોટમાં કોરોનાની ગતિ અવિરત : વધુ 62ના મોત,બપોરે 12 સુધીમાં નવા કેસ 253,દાણાપીઠ સહિત વિવિધ વેપારી એકમોએ સ્વૈચ્છિક બંધ લંબાવ્યો

રાજકોટમાં કોરોના કાળના બીજા તબક્કામાં કોરોનાના નવા કેસની ગતિ અવિરત રહી છે. જેના કારણે શહેરીજનોમાં ચિંતા વ્યાપી ગઈ છે. તંત્ર દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થાઓ પણ ટૂંકી પડી રહી હોવાનું લાગી રહ્યું છે.રાજકોટમાં કોરોના કેસની

Gujarat
rajkot 1 રાજકોટમાં કોરોનાની ગતિ અવિરત : વધુ 62ના મોત,બપોરે 12 સુધીમાં નવા કેસ 253,દાણાપીઠ સહિત વિવિધ વેપારી એકમોએ સ્વૈચ્છિક બંધ લંબાવ્યો

રાજકોટમાં કોરોના કાળના બીજા તબક્કામાં કોરોનાના નવા કેસની ગતિ અવિરત રહી છે. જેના કારણે શહેરીજનોમાં ચિંતા વ્યાપી ગઈ છે. તંત્ર દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થાઓ પણ ટૂંકી પડી રહી હોવાનું લાગી રહ્યું છે.રાજકોટમાં કોરોના કેસની સંખ્યાની સાથોસાથ મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. શહેરમાં 24 કલાકમાં 62 દર્દીના મોત નીપજ્યા છે. જોકે આ અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવશે. ગઇકાલે 49 દર્દીના મોત થયા હતા. શહેરમાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 30936 પર પહોંચી છે. તેમજ અલગ અલગ હોસ્પિટલમાં 5017 દર્દી સારવાર હેઠળ છે. ગઇકાલે રવિવારે 648 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.આજે બપોરે 12 સુધીમાં નવા કેસ 253 નોંધવામાં આવ્યા છે. જ્યારે અત્યાર સુધીના પોઝિટિવ કેસનો આંકડો 31,189 પર પહોંચ્યો છે

121 test negative for coronavirus so far in Maharashtra, reports of four awaited

તા. 25ના રોજ  બપોરના 12:૦૦  સુધીમાં કુલ પોઝિટિવ કેસ  261

તા. 25ના રોજ  બપોરના 12:૦૦ વાગ્યાથીસાંજ સુધીમાં કુલ 347 કોરોના પોઝિટિવ કેસ 

તા. 25/04/2021 ના કુલ કેસ

કુલ ટેસ્ટ :- 11238
કુલ પોઝિટિવ :- 608
પોઝિટીવ રેઈટ :- 5.41 %
કુલ ડીસ્ચાર્જ :- 648

 રાજકોટ શહેરના કુલ કેસ

કુલ કેસ –30936
સારવાર હેઠળ -5017
આજના ડિસ્ચાર્જ -648
આજ સુધીની કોવિડ ડેથ – 309

આજે તા. 26/04/2021 ના બપોરે 12:00 વાગ્યા સુધીમાં કુલ પોઝિટિવ કેસ :- 253

રાજકોટ શહેરના કુલ કેસ

કુલ પોઝિટિવ કેસ :- 31189
કુલ ડિસ્ચાર્જ : 25786
રિકવરી રેઈટ : 83.35 %
આજ સુધીમાં કુલ ટેસ્ટ :- 952718
પોઝિટિવિટી રેઈટ :- 3.25 %

west bengal corona 4 રાજકોટમાં કોરોનાની ગતિ અવિરત : વધુ 62ના મોત,બપોરે 12 સુધીમાં નવા કેસ 253,દાણાપીઠ સહિત વિવિધ વેપારી એકમોએ સ્વૈચ્છિક બંધ લંબાવ્યો

માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમ ભંગ બદલ બે દિવસમાં 28 વ્યવસાયિક એકમો સાત (7) દિવસ માટે સીલ 

રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેર પોલીસ દ્વારા વ્યવસાયિક એકમો ખાતે આવતા ગ્રાહકો અને વેપારીઓ માસ્ક પહેરી જ રાખે તે સુનિશ્ચિત કરવા સતત ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.

જેમાં તા. 25ના રોજ  ચેકિંગ દરમ્યાન જે વેપારી માસ્ક પહેર્યા વગરના ગ્રાહકોને માલ સમાન વેચતા હતા અને પોતે પણ માસ્ક નહોતું પહેર્યું તેમજ સોશિયલ ડિસ્ટન્સ ન જાળવ્યું હોય તેવા ચા-પાનની હોટેલો સહીત કુલ 16 વ્યવસાયિક એકમો સાત (7) દિવસ સુધી સીલ કરી દેવામાં આવ્યા છે. આ કામગીરી રાજકોટ મહાનગરપાલિકા અને શહેર પોલીસની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

જેમાં આજે તા. 26 ના રોજ બપોર સુધીમાં ચેકિંગ દરમ્યાન જે વેપારી માસ્ક પહેર્યા વગરના ગ્રાહકોને માલ સમાન વેચતા હતા અને પોતે પણ માસ્ક નહોતું પહેર્યું તેમજ સોશિયલ ડિસ્ટન્સ ન જાળવ્યું હોય તેવા ચા-પાનની હોટેલો સહીત કુલ 12 વ્યવસાયિક એકમો સાત (7) દિવસ સુધી સીલ કરી દેવામાં આવ્યા છે. આ કામગીરી રાજકોટ મહાનગરપાલિકા અને શહેર પોલીસની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

rajkot new seal 3 રાજકોટમાં કોરોનાની ગતિ અવિરત : વધુ 62ના મોત,બપોરે 12 સુધીમાં નવા કેસ 253,દાણાપીઠ સહિત વિવિધ વેપારી એકમોએ સ્વૈચ્છિક બંધ લંબાવ્યો

હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત યથાવત,તંત્રની ગણતરી ઊંધી

રાજકોટમાં ઓક્સિજનની અછત ઊભી થયા બાદ હવે પુરો જથ્થો મળી રહ્યો હોવાનું તંત્ર જણાવી રહ્યું છે. રાજકોટમાં ઓક્સિજનનો 100 ટન જેટલો જથ્થો આવ્યો  છતાં ઓક્સિજનની અછત અનુભવાય રહી છે. કારણ કે, રાજકોટમાં હકીકતમા ઓક્સિજનની જરૂરિયાત કેટલી છે તે ગણવામાં કોઇએ તસ્દી જ નથી લીધી. માત્ર મંજૂરી ધરાવતી કોવિડ હોસ્પિટલના દર્દીઓને ગણીને અંદાજ લગાવ્યો હતો. જે સદંતર ખોટો છે અને ઓક્સિજનની અછત જ રહેશે.

oxigen 15 રાજકોટમાં કોરોનાની ગતિ અવિરત : વધુ 62ના મોત,બપોરે 12 સુધીમાં નવા કેસ 253,દાણાપીઠ સહિત વિવિધ વેપારી એકમોએ સ્વૈચ્છિક બંધ લંબાવ્યો

તંત્રની વ્યવસ્થાનું સુરસુરિયું

​​​​​​​રાજકોટમાં ઓક્સિજનની સપ્યાલમાં અછતને કારણે ખાનગી હોસ્પિટલ તેમજ હોમ આઈસોલેશનમાં ઓક્સિજનની સારવાર લેતા દર્દીઓ માટે સ્થિતિ સાવ બગડી હતી. એવામાં લોકોને બધે ધક્કા ન ખાવા પડે તે માટે કલેક્ટરે શાપર સ્થિત જયદીપ ઓક્સિજનમાં જ છૂટક બોટલ રીફિલિંગ થાય તેવો નિર્ણય કર્યો હતો પણ આ એજન્સીએ માત્ર 12 કલાકમાં હાથ ઊંચા કરી ઓક્સિજન નથી તેવું કહી દેતા સ્થિતિ બગડી હતી.

રાજકોટમાં કોરોનાની ગતિ અવિરત : વધુ 62ના મોત,બપોરે 12 સુધીમાં નવા કેસ 253,દાણાપીઠ સહિત વિવિધ વેપારી એકમોએ સ્વૈચ્છિક બંધ લંબાવ્યો

દાણાપીઠ, માર્કેટયાર્ડ ટ્રાન્સપોર્ટ તેમજ સોની બજાર સ્વૈચ્છિક બંધ

 

1.રાજકોટમાં  દાણાપીઠના વેપારીઓએ હવે લોકડાઉન લંબાવ્યું છે, આગામી 2 મે રવિવાર સુધી આ બજાર રોજ બપોરે 3 પછી બંધ રાખવા નિર્ણય કર્યો છે. દાણાપીઠ વેપારી એસોસિએશનના આગેવાનના જણાવ્યા મુજબ કોરોનાના કેસ હજુ પણ વધી રહ્યાં છે અને અમારો વેપાર-ધંધો ખાદ્યચીજોનો છે. છતાં પણ અમે સંક્રમણ અટકાવવા માટે આ નિર્ણય લીધો છે. સરકાર તમામ માટે થોડા દિવસનું લોકડાઉન આપે તો પણ તેમની સહમતિ છે. તેમજ જૂનું માર્કેટ યાર્ડ આજે બંધ રાખવામાં આવ્યું છે.

6 villages in Anand go into voluntary lockdown to combat COVID-19 - Gujarat ExclusiveGujarat Exclusive

2.માર્કેટ યાર્ડ કે જ્યાં રોજ ટન બંધ માલ આવતો હોય છે અને રોજ પાંચથી સાત હજાર લોકોની અવર-જવર રહેતી હોય છે. 500 જેટલી દુકાનો છે તે પણ કોરોના સંક્રમણ ફેલાય નહીં માટે અગાઉ કરેલા નિર્ણય મુજબ આજના દિવસે સંપૂર્ણપણે બંધ રહેશે.ગત રવિવારે પણ જૂનું માર્કેટ યાર્ડ બંધ રહ્યું હતું અને નવી જાહેરાત ન થાય ત્યાં સુધી દર રવિવારે યાર્ડ સંપૂર્ણ બંધ પાડવા નિર્ણય લેવાયો છે.

APMC Rajkot

3.સોમવારથી ત્રણ દિવસ રાજકોટના તમામ આશરે 700 જેટલા ટ્રાન્સપોર્ટર બંધ પાળશે અને રાજકોટ સહિત સૌરાષ્ટ્ર તથા બીજા રાજ્યોમાં રોજનું આશરે 35,000થી 40000 ટન માલનું પરિવહન પણ અટકાવી દેવાશે.

3 Best Packers And Movers in Rajkot - Expert Recommendations

4.રાજકોટમાં સોની બજારમાં તારીખ 2 મે સુધી લોકડાઉન લંબાવવા માટે ગોલ્ડ ડીલર્સ એસોસિયેશનનો નિર્ણય કરવામાં આવ્યો છે. સોની બજારના તમામ સભ્યોની ઓએ આ નિર્ણયને આવકાર્યો છે. જે અન્વયે જૂની સોની બજાર તેમજ પેલેસ રોડ પર આવેલી તમામ સોનીની દુકાનો સ્વૈચ્છિક બંધ પાળશે.એવું સોની બજારના ગોલ્ડ ડીલર્સ એસોસિયેશનના ભાયાભાઈ સાહોલિયાએ જણાવ્યું હતું.

Rajkot markets self-impose partial lockdown from September 14 | Rajkot News - Times of India

Untitled 43 રાજકોટમાં કોરોનાની ગતિ અવિરત : વધુ 62ના મોત,બપોરે 12 સુધીમાં નવા કેસ 253,દાણાપીઠ સહિત વિવિધ વેપારી એકમોએ સ્વૈચ્છિક બંધ લંબાવ્યો