ગુજરાત/ માનવ અધિકાર નિગરાની સમિતિ અને લીંબડી બ્લોક હેલ્થ ઓફિસનાં સહયોગથી કોરોના વેક્સિનનો કાર્યક્રમ યોજાયો

વિશ્વભરમાં કોરોના મહામારી વચ્ચે લોકોનું જીવન ખોરવાઈ જવા પામ્યું છે. ત્યારે લોકોનાં સહકારે અલગ અલગ સંસ્થાઓ આગળ આવી લોકોને સાથ આપી રહી છે.

Gujarat Others
1 45 માનવ અધિકાર નિગરાની સમિતિ અને લીંબડી બ્લોક હેલ્થ ઓફિસનાં સહયોગથી કોરોના વેક્સિનનો કાર્યક્રમ યોજાયો

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

વિશ્વભરમાં કોરોના મહામારી વચ્ચે લોકોનું જીવન ખોરવાઈ જવા પામ્યું છે. ત્યારે લોકોનાં સહકારે અલગ અલગ સંસ્થાઓ આગળ આવી લોકોને સાથ આપી રહી છે. ત્યારે અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિએ પણ લોકોને ભોજન દવાઓ તેમજ અન્ય તકલીફોમાં સેવાદાન કર્યું છે.

1 46 માનવ અધિકાર નિગરાની સમિતિ અને લીંબડી બ્લોક હેલ્થ ઓફિસનાં સહયોગથી કોરોના વેક્સિનનો કાર્યક્રમ યોજાયો

વધુ એક સંકટ / ચીને ફરી ચિંતા વધારી, અહી બર્ડ ફ્લૂનાં કોઈ ખાસ સ્ટ્રેનથી માનવીય સંક્રમણનો પહેલો કેસ નોંધાયો

હાલ કોરોના સામે લડવા સરકાર દ્વારા રસી આપવામાં આવી રહી છે, ત્યારે અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિનાં ગુજરાત અધ્યક્ષ નિલેશભાઈ જોશીનાં માર્ગદર્શન હેઠળ લીંબડી અંબારામભાઈનાં કારખાને માનવ અધિકાર નિગરાની સમિતિ દ્વારા અને લીંબડી બ્લોક હેલ્થ ઓફિસનાં સહયોગથી કોરોના વેક્સિનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં લીંબડી પીએસઆઈ વી એન ચૌધરી, લીંબડી મામલતદાર સહિતનાં અધિકારીઓએ હાજરી આપી હતી. ત્યારે સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ અંબારામભાઈ ચૌહાણ, સુરેન્દ્રનગર જીલ્લા પ્રમુખ કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર જીલ્લા મહામંત્રી ડી યુ પરમાર, લીંબડી શહેર પ્રમુખ નંદકિશોરભાઈ ચૌહાણ, જીલ્લા કાનુની સલાહકાર કરીસ્માબેને બેલીમ, નાઝીર સોલંકી મહામંત્રી નટુભા ઝાલા, સચીન પીઠવા સહિતની જીલ્લા અને તાલુકાની માનવ અધિકાર નિગરાની સમિતિ ટીમ દ્વારા આ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. ત્યારે લીંબડી બ્લોક હેલ્થ ઓફિસનાં સુપરવાઈઝર મનોજભાઈ ભટ્ટ અને તેમની ટીમ દ્વારા આવતા 35 ઉપરાંત લોકોને કોરોના વેક્સિનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

kalmukho str 28 માનવ અધિકાર નિગરાની સમિતિ અને લીંબડી બ્લોક હેલ્થ ઓફિસનાં સહયોગથી કોરોના વેક્સિનનો કાર્યક્રમ યોજાયો