Good News!/ કોરોના રસીના બે ડોઝ જરૂરી, વેક્સિન કામ કરશે ત્રણ ગણી વધારે

કોરોના સંક્રમણ અટકાવા માટે રસી જ એક ઈલાજ છે. ત્યારે દાવો કરવામાં આવ્યો છે કે રસી બે ડોઝ લીધા પછી ચેપનું જોખમ ત્રણ ગણું સુધી ઘટી શકે છે.

World
કોરોના

કોરોના સામે રસી જ એક રામબાણ ઈલાજ છે.એન્ટી-કોરોના વાયરસ રસીના બંને ડોઝ લીધેલા લોકોમાં કોરોના ચેપનું જોખમ ત્રણ ગણું ઘટી શકે છે. યુકેના એક અભ્યાસમાં આ વાત સામે આવી છે.

આ પણ વાંચો : મુંબઈ પોલીસે શર્લિન ચોપરાને પાઠવ્યું સમન્સ, આજે કરવામાં આવશે પૂછપરછ

કોરોના સંક્રમણ અટકાવા માટે રસી જ એક ઈલાજ છે. ત્યારે દાવો કરવામાં આવ્યો છે કે કોરોના રસી બે ડોઝ લીધા પછી ચેપનું જોખમ ત્રણ ગણું સુધી ઘટી શકે છે. ઇંપીરિયલ કોલેજ લંડન અને ઇપ્સોસ મોરી દ્વારા કરાયેલા વિશ્લેષણમાં 24 જૂનથી 12 જુલાઇ વચ્ચે ઇંગ્લેન્ડમાં અધ્યયનમાં ભાગ લેનારા 98000થી વધારે વોલેન્ટિયર્સ દ્વારા એ જાણ થઇ કે બંને વેક્સીન લગાવી ચૂકેલા લોકો ઘણો ઓછો વાયરસને એકથી બીજા પહોંચાડે છે.

આ પણ વાંચો : પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના નવા વડાપ્રધાન અબ્દુલ કયૂમ નિયાઝી બન્યા,ભારતે કર્યો વિરોધ

યુકેના આરોગ્ય સચિવ સાજિદ જાવેદે કહ્યું, અમારો કોરોના રસીકરણ કાર્યક્રમ રક્ષણની દીવાલ બનાવી રહ્યો છે, જેનો અર્થ છે કે આપણે કાળજીપૂર્વક પ્રતિબંધો હળવા કરી શકીએ છીએ અને આપણે પસંદગીની ચીજો પર પાછા જઈ શકીએ છીએ, પરંતુ આપણે સાવચેત રહેવું પડશે. કારણ કે આપણે આ વાયરસ સાથે જીવતા શીખવું પડશે.

જાવેદે કહ્યું કે આ રિપોર્ટ વ્યક્તિગત જવાબદારી લેવાના મહત્વને બતાવે છે. જો તમે કોઇ સંક્રમિતના સંપર્કમાં આવો અને તમને લક્ષણો હોય તો પરિક્ષણ કરાવો અને જ્યાં સુધી થઇ શકે ફેસ કવરિંગ કરો. હું વેક્સીન લગાવવા જઈ રહેલા બધા લોકોને આગ્રહ કરું છું કે જેમણે હજુ સુધી વેક્સીન લીધી નથી તે બંને ડોઝ લે, વેક્સીન સુરક્ષિત છે અને તે કામ કરી રહી છે.

આ પણ વાંચો :મંદિર તોડવાના મામલે પાકિસ્તાન સુપ્રીમમાં આજે થશે સુનાવણી

યુકેમાં લગાવવામાં આવતી રસીઓ કોરોનાના તમામ પ્રકારો પર અત્યંત અસરકારક છે. જ્યાં ફાઇઝર/બાયોએન્ટેક રસી 96 ટકા અસરકારક છે અને ઓક્સફોર્ડ/એસ્ટ્રાઝેનેકા રસીના બંને ડોઝ પછી હોસ્પિટલમાં દાખલ થવાની સંભાવના 92 ટકા ઘટી જાય છે. રસીકરણ કાર્યક્રમની હકારાત્મક અસર દર્શાવે છે, જે રસી ન લીધેલા લોકોની તુલનામાં ત્રણ ગણી ઓછી ચેપ લાગવાની સંભાવના રાખે છે.

આ પણ વાંચો : અફધાનિસ્તાનમાં તાબિબાનોનો વધતો કહેર ઉત્તરી વિસ્તાર તેમના નિયંત્રણમાં

આ પણ વાંચો :અમેરિકન પૉપ-સ્ટાર રિહાન્ના બની વિશ્વની સૌથી ધનિક મહિલા સંગીતકાર