રસીકરણ/ અમેરિકામાં 12-15 વર્ષનાં બાળકોને આપવામાં આવશે કોરોના વેક્સિન

આજે કોરોનાનાં સૌથી વધુ કોરોનાનાં કેસ અમેરિકામાં જોવા મળી રહ્યા છે. ત્યારે આ વચ્ચે હવે અમેરિકાએ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) એ સોમવારે 12 થી 15 વર્ષની વયનાં બાળકો માટે ફાઇઝર-બાયોએનટેકની વેક્સિનને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે.

Top Stories World
123 208 અમેરિકામાં 12-15 વર્ષનાં બાળકોને આપવામાં આવશે કોરોના વેક્સિન

આજે કોરોનાનાં સૌથી વધુ કોરોનાનાં કેસ અમેરિકામાં જોવા મળી રહ્યા છે. ત્યારે આ વચ્ચે હવે અમેરિકાએ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) એ સોમવારે 12 થી 15 વર્ષની વયનાં બાળકો માટે ફાઇઝર-બાયોએનટેકની વેક્સિનને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે.

કોરોના બ્લાસ્ટ / ઓડિશાની જેલમાં 21 અંડર ટ્રાયલ કેદીઓ કોરોના સંક્રમિત, તંત્ર એલર્ટ મોડમાં આવ્યું

એફડીએએ જણાવ્યું છે કે, મહામારી સામે લડવાની બીજી મહત્વપૂર્ણ કાર્યવાહી કરતી વખતે, અમે કિશોરોમાં (12-15 વર્ષ) ઇમરજન્સી ઉપયોગ માટે ફાઇઝર-બાયોએનટેક કોવિડ-19 રસીને અધિકૃત કરી છે. એફડીએ કમિશનર જેનેટ વુડકોકે આ પગલાંને કોવિડ-19 રોગચાળા સામે લડવાનું મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે, આ નિર્ણયથી બાળકોને સામાન્ય જીવનમાં પણ જીવવાની તક મળશે. અગાઉ, રસી 16 વર્ષથી વધુ ઉંમરનાં લોકો માટે માન્ય કરવામાં આવી હતી. એફડીએનાં કમિશનર જેનેટ વુડકોકે કહ્યું, આ પગલાથી અમે બાળકોને કોરોના મહામારીનાં પ્રકોપથી સુરક્ષિત કરી શકીશું. આ આપણને સામાન્યતામાં પાછા ફરવાની અને રોગચાળાને ખતમ કરવાની નજીક લાવશે. જેનેટ વૂડકોકે બાળકોનાં માતા-પિતાને રસી વિશે ખાતરી આપી છે કે આ રસી બધા ધોરણો પર યોગ્ય સાબિત થઇ ચુકી છે. જેનેટ વૂડકોકે કહ્યું, “હું માતા-પિતા અને વાલીઓને ખાતરી આપી શકું છું કે એફડીએએ તમામ ઉપલબ્ધ ડેટાની સખત અને સંપૂર્ણ સમીક્ષા કરી છે. તે પછી જ તેને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે.” અમેરિકી કંપની ફાઇઝરે માર્ચ 2021 માં જાહેર કરાયું હતુ કે તેની રસી 12 વર્ષથી વધુ ઉંમરનાં બાળકોને કોરોનાોથી રક્ષણ કરે છે. અમેરિકા શાળા શરૂ થવાના સમય પૂરા થવા પહેલાં બાળકોને રસી આપવાની યોજના પર કામ કરી રહ્યા છે.

Jammu Kashmir / અનંતનાગમાં સુરક્ષાદળો અને આતંકીવાદીઓ વચ્ચે અથડામણ, લશ્કરનાં ત્રણ આતંકી ફસાયા

ફાઈઝરએ માર્ચમાં ડેટા જાહેર કર્યો, જેમાં જણાવ્યું હતું કે 12-15 વર્ષની વયના 2,260 વોલિયન્ટર્સને રસી આપવામાં આવી હતી. ટેસ્ટનાં ડેટામાં જાણવા મળ્યું છે કે સંપૂર્ણ રસીકરણ પછી આ બાળકોમાં કોરોના ચેપના કોઈ કેસ મળ્યાં નથી. તેમણે દાવો કર્યો છે કે તેની રસી બાળકો પર 100 ટકા અસરકારક છે. ફાઈઝરએ જાણ કરી હતી કે 12 થી 15 વર્ષની વયના બાળકો, જેને 18 વર્ષની વયની તુલનામાં રસી ડોઝ આપવામાં આવ્યો હતો, તેઓ કોરોનાથી સંક્રમિત થયા નહોતા.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

majboor str 7 અમેરિકામાં 12-15 વર્ષનાં બાળકોને આપવામાં આવશે કોરોના વેક્સિન