Not Set/ સચિન તેંડુલકરને થયો કોરોના, ટ્વિટ કરી આપી માહિતી

દેશમાં સતત કોરોના કેસ વધી રહ્યા છે. આ જીવલેણ વાયરસની ઝપેટમાં અનેકો લોકો આવી ચુક્યા છે. મોટી-મોટી હસ્તિઓથી લઈને સામાન્ય લોકોને પણ કોરોના તેની ઝપેટ લઇ રહ્યો છે.

Top Stories Sports
A 287 સચિન તેંડુલકરને થયો કોરોના, ટ્વિટ કરી આપી માહિતી

દેશમાં સતત કોરોના કેસ વધી રહ્યા છે. આ જીવલેણ વાયરસની ઝપેટમાં અનેકો લોકો આવી ચુક્યા છે. મોટી-મોટી હસ્તિઓથી લઈને સામાન્ય લોકોને પણ કોરોના તેની ઝપેટ લઇ રહ્યો છે. ત્યારે પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરને કોરોના થયો છે. કોરોના પોઝિટિવ હોવાની માહિતી તેઓએ  ટ્વિટ પર આપી છે.  હાલ તેઓ હોમ ક્વોરોન્ટીન  થયા છે.જોકે સચિનના પરિવારના અન્ય સભ્યોનો કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યો છે.

આ પણ વાંચો :પશ્ચિમ બંગાળની 30 બેઠકો પર મતદાન પ્રક્રિયાનો પ્રારંભ, મતદારોમાં જબરો ઉત્સાહ

શનિવારે સવારે ટ્વિટર પર માહિતી આપતા તેમણે લખ્યું કે, ‘હું સતત કોરોના ટેસ્ટ કરાવતો હતો, તેમજ તમામ માર્ગદર્શિકાઓનું પાલન કરતો હતો છતાં મને હળવા લક્ષણો સાથે પોઝિટીવ આવ્યો છે. ઘરના અન્ય બધા સભ્યોનો કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. મેં પોતાને ઘરમાં જ ક્વોરોન્ટીન કર્યો છે અને તમામ પ્રોટોકોલોનું પાલન પણ કરી રહ્યો છું. હું ડોકટરોની સલાહને અનુસરી રહ્યો છું.

આ પણ વાંચો :બાંગ્લાદેશમાં PMના ફેશનની પણ ચર્ચા, ‘મુજીબ જેકેટ’ પહેરવા પાછળનું કારણ શું

Sachin Tendulkar tested covid 19 positive

આપને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. કોરોનાના કેસમાં તીવ્ર ઉછાળાને પગલે મહારાષ્ટ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. રાજ્યમાં રવિવાર (28 માર્ચ) થી નાઇટ કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી છે. સીએમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે ખતરો સમાપ્ત થવાના બદલે વધી ગયો છે. લોકોએ સમજવાની જરુર છે. હવે સખત પગલા ભરવાનો સમય આવી ગયો છે. જિલ્લાના ડીએમ સ્થિતિના આધારે લોકડાઉન લગાવી શકે છે. હકીકતમાં મહારાષ્ટ્રમાં કોરોના બેકાબૂ બની ગયો છે. જેના કારણે રાજ્ય સરકારને કર્ફ્યૂ લગાવવાની ફરજ પડી રહી છે. આ સમયગાળા દરમિયાન મૉલ વગેરે રાતે 8થી સવારે 7 વાગ્યા સુધી બંધ રહેશે. સીએમે લોકોને કોરોના ગાઇડલાઇન્સનું પાલન કરવાની અપીલ કરી છે.

આ પણ વાંચો :ભાજપ કાર્યકર મંગલ સોરેનની કરાઈ હત્યા, TMC કાર્યકરો પર માર મારવાનો આરોપ

મહત્વનું છે કે, મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસમાં રેકોડ બ્રેક વધારો થવા પામ્યો છે. જયારે છેલ્લા 24  કલાકમાં 36902  નવા કેસ નોધાવવા  પામ્યા છે. તેમજ 112 લોકોએ કોરોનાને લીધે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે મહારાષ્ટ્રમાં કુલ કોરોનાના કેસનો આંક હવે 26.37  લાખ થયો છે. ત્યારે સરકાર દ્વારા જણાવ્યું છે કે આંકડો નહિ ઘટે તો વધુ કડક પગલા ભરવામાં  આવશે.